અંતરિક્ષની ઊંચાઈ બાદ હવે સમુદ્રની ઊંડાઈને સ્પર્શશે ભારત, કિરણ રિજીજુએ શેયર કર્યા ‘MATSYA 6000’ના અંદરના દ્રશ્યો

|

Aug 04, 2023 | 12:38 PM

Samudrayaan MATSYA 6000 : ચંદ્રયાન સિવાય ભારત અનેક મોટા સ્પેસ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે, જેમ કે આદિત્ય L1, ગગનયાન વગેરે. પણ અંતરિક્ષની ઊંચાઈઓ સર કર્યા બાદ ભારત હવે સમુદ્રની ઊંડાઈ સુધી પહોંચવાની તૈયારી કરી રહ્યું છે. ભારતના પ્રથમ સમુદ્ર મિશનને લઈને મહત્વની અપડેટ સામે આવી છે.

અંતરિક્ષની ઊંચાઈ બાદ હવે સમુદ્રની ઊંડાઈને સ્પર્શશે ભારત, કિરણ રિજીજુએ શેયર કર્યા MATSYA 6000ના અંદરના દ્રશ્યો
Samudrayaan MATSYA 6000

Follow us on

MATSYA 6000 News : આજે દરેક દેશ પૃથ્વીના દરેક કુદરતી સ્ત્રોતનો ઉપયોગ કરીને વિકાસ યાત્રા ઝડપી બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે. વર્ષોથી અંતરિક્ષના અલગ અલગ ગ્રહો સુધી પહોંચીને બ્રહ્માંડના રહસ્યોને જાણીને અકલ્પનીય શક્યતાઓ શોધવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. તે બધા વચ્ચે હવે બ્લૂ ઈકોનોમીની (Blue economy) પહેલ પણ શરુ થઈ છે. અમેરિકા, ચીન જેવા દેશો દરિયામાં તે નવી અર્થવ્યવસ્થા ઊભી કરી રહ્યા છે, તે મિશનમાં હવે ભારત પણ જોડાવા જઈ રહ્યું છે.

ભૂવિજ્ઞાન મંત્રાલયના કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુએ હાલમાં રાજ્યસભામાં જણાવ્યું કે ભારત પ્રથમ સમુદ્ર મિશન સમુદ્રયાન હેથળ માનવયુક્ત સબમરીનને દરિયામાં ઉતારશે. આ ભારતનું પ્રથમ માનવયુક્ત મિશન હશે. હાલમાં ગગનયાન 3 દ્વારા ભારતના માનવયુક્ત સ્પેસમિશનને સફળ બનાવવાના પણ પ્રયત્નો ચાલી રહ્યા છે. મત્સ્ય 6000 નામની સબમરીન તૈયાર છે જેના પર હાલ ઘણા ટેસ્ટ થઈ રહ્યા છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આ પણ વાંચો :  Chandrayaan 3 Live Tracker : મિશન ચંદ્રયાન 3નો 23 ઓગસ્ટનો સુધીનો જાણો રોડમેપ, જુઓ ચંદ્ર સુધી પહોંચવાની સફર LIVE

જુઓ સમુદ્રયાન ‘MATSYA 6000’ના અંદરના દ્રશ્યો


ભૂવિજ્ઞાન મંત્રાલયના કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુએ મત્સ્ય 6000 સબમરીનના અંદરના દ્રશ્યો દર્શાવતો વીડિયો શેયર કર્યો છે. જે હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ સબમરીનનું પહેલા તબક્કાનું પરીક્ષણ માર્ચ, 2024 સુધીમાં પૂર્ણ થશે. વર્ષ 2026 સુધીમાં આ યાન 3 ભારતીયોને મહાસાગરમાં 6000 મીટરની ઊંડાઈએ લઈ જશે.

જણાવી દઈએ કે જૂન, 2023માં અરબપતિઓને દરિયાના પેટાળમાં ટાઈટેનિક જહાજનો કાટમાળ જોવા લઈ ગયેલી ટાઈટન સબમરીન 4 હજાર મીટર ઊંડે ડૂબી ગઈ હતી. ભારત તેના કરતા પણ ઊંડે ઉતરવાનો પ્રયાસ કરશે. હમણા સુધી ચીનની ફેંડોઝ સબમરીન દરિયામાં 11 હજાર મીટર ઊંડી પહોંચી ચૂકી છે. આ મિશન સફળ રહ્યું તો ભારત દરિયાની ઊંડાઈએ પહોંચનાર પાંચમો દેશ બનશે. અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જાપાન અને ચીન પાસે જ આવા દરિયાઈ મિશન માટે ટેકનોલોજી અને સંસાધનો છે.

આ પણ વાંચો : Gaganyaanની ક્રૂ મોડ્યુલ રિકવરી ટેસ્ટિંગ રહી સફળ, Indian Navyના જવાનો એ આપ્યો સાથ

ડીપ ઓશન મિશનથી ઊભી થશે બ્લૂ ઈકોનોમી

 


કેન્દ્ર સરકારની બ્લૂ ઈકોનોમી પહેલ હેઠળ આ મિશન જૂન, 2021માં ભૂવિજ્ઞાન મંત્રાલયે શરુ કર્યુ હતુ. આ મિશન પાછળ 5 વર્ષમાં 4,077 કરોડનો ખર્ચ થશે, જેમાં સમુ્દ્રયાનનો પણ સમાવેશ થાય છે. દેશની જીડીપીનો 4 ટકા હિસ્સો બ્લૂ ઈકોનોમી સાથે જોડાયેલો છે. દેશની 30 ટકા વસ્તી દરિયા પર આધારિત છે.

  મિશન સમુદ્રયાન અંગેની મહત્વની વાતો

  • આ મિશન પર 2021થી 2026 સુધીમાં 4,077 કરોડનો ખર્ચ
  • પાયલટ સાથે 2 અન્ય લોકોને બેસવાની સુવિધા
  • 24 ટનનું આ યાન 6000 મીટર સુધી ઉંડે જશે
  • 12 કલાક સુધી 6000 મીટરની ઊંડાઈએ રહી શકે છે
  • 96 કલાકની ઈમર્જન્સી લાઈફ સપોર્ટ સિસ્ટમ
  • દરિયાઈ સંસાધનોની ઉપયોગ અને શોધખોળ માટે જરુરી મિશન
  • દરિયાઈ રોજગારનો સર્જન થશે
  • આ ગોળકાળ સબમરીનને ચેન્નાઈના રાષ્ટ્રીય મહાસાગર ટેકનોલોજી સંસ્થાને બનાવી છે
  • 2.1 મીટરનો વ્યાસ ધરાવતી આ ગોળાકાર સબમરીનમાં 12 કેમેરા હશે.

આ પણ વાંચો : Mission Gaganyaan Video : ઈસરો ફરી રચશે ઈતિહાસ, ગગનયાનના સર્વિસ મોડ્યૂલ પ્રોપલ્શન ટેસ્ટ રહ્યો સફળ, જુઓ Video

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:22 pm, Fri, 4 August 23

Next Article