AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mission Gaganyaan Video : ઈસરો ફરી રચશે ઈતિહાસ, ગગનયાનના સર્વિસ મોડ્યૂલ પ્રોપલ્શન ટેસ્ટ રહ્યો સફળ, જુઓ Video

Gaganyaan Mission News in Gujarati : 14 જુલાઈ, 2023ના દિવસે ભારતના ઈસરોએ ચંદ્રયાન 3ને સફળતાપૂર્વક લોન્ચ કરીને ઈતિહાસ રચ્યો હતો. ગગનયાન મિશન દ્વારા ઈસરો ફરી એક નવો ઈતિહાસ રચવા માટે તૈયાર છે.

Mission Gaganyaan Video : ઈસરો ફરી રચશે ઈતિહાસ, ગગનયાનના સર્વિસ મોડ્યૂલ પ્રોપલ્શન ટેસ્ટ રહ્યો સફળ, જુઓ Video
Mission Gaganyaan Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2023 | 9:07 AM
Share

 Gaganyaan Mission :  અવકાશી ઘટનાઓ અને સ્પેસ મિશનમાં રસ ધરાવતા દરેક લોકો માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ચંદ્રયાન 3ના લોન્ચિંગની ભવ્ય સફળતા બાદ ઈસરો વધુ એક ઈતિહાસ રચવા માટે તૈયારીઓ કરી રહ્યું છે. અવકાશમાં પોતાના પહેલા માનવ મિશન ગગનયાનને લોન્ચ કરવાની દિશામાં ઈસરોને હાલમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. ગગનયાન મિશનના સર્વિસ મોડયૂલ પ્રોપલ્શન સિસ્ટમનું (SMPS) ગુરુવારે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે.

SMPS ગગનયાન ઓર્બિટલ મોડયૂલની આવશ્યકતાઓને પૂરુ કરે છે. ઈસરોના તમિલનાડુના મહેન્દ્રગિરી સ્થિત પ્રોપલ્શન કોમ્પલેક્સમાં આ હોટ ટેસ્ટના અંતિમ કોન્ફિગ્રેશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ગગનયાન મિશનને આવતા વર્ષે લોન્ચ કરવામાં આવશે. જેની તૈયારીઓ ઈસરો જોરશોરથી કરી રહ્યું છે.

આ પણ વાંચો : Chandrayaan 3 Moon Launched NEWS : ચંદ્રયાન 3 સફળતાપૂર્વક થયું લોન્ચ , ભારતીય વૈજ્ઞાનિકોની મહેનતનો સુવર્ણ અક્ષરે લખાશે ઈતિહાસ, જુઓ Video

મિશન ગગનયાનની તૈયારીઓ શરુ

જણાવી દઈએ કે ગગનયાન મિશન માટે ઈસરોને કેન્દ્ર સરકાર દ્વારા 10 હજાર કરોડની રકમ આપવામાં આવી છે. ગગનયાન એ ભારતનું પહેલુ સ્પેસ માનવ મિશન હશે. ઈસરો ગગનયાનની મદદથી અવકાશ યાત્રીઓને પૃથ્વીથી લગભગ 400 કિલોમીટર ઉપર અવકાશમાં મોકલવા માગે છે. મળતી માહિતી અનુસાર, ભારતીય વાયુસેનામાંથી આ મિશન માટે અવકાશ યાત્રીઓ પસંદ કરવામાં આવશે.

આ પણ વાંચો : પૃથ્વીની ચોથી ભ્રમણ કક્ષામાં Chandrayaan 3એ સફળતાપૂર્વક કર્યો પ્રવેશ, જાણો ક્યારે પહોંચશે ચંદ્રની કક્ષામાં

ઘણા ઓછા દેશ અવકાશ યાત્રીઓને અવકાશમાં પહોંચાડી શક્યું છે. ગગનયાન ઈસરોના ત્રણ અવકાશ મિશનનું એક ગ્રુપ છે. જેમાંથી 2 મિશન માનવ રહિત અને ત્રીજુ મિશન માનવ મિશન હશે. મળતી માહિતી અનુસાર, આગામી ગગનયાન મિશનમાં ત્રણ અવકાશ યાત્રીઓ મોકવામાં આવશે, જેમાંથી 2 પુરુષ અને 1 સ્ત્રી હશે. ઈસરો પૃથ્વીની સૌથી નજીકની કક્ષામાં માનવ યાનને મોકલવા માગે છે. જો આ મિશન સફર થશે તો ભારત રુસ, અમેરિકા અને ચીન જેવા દેશોની કલબમાં સામેલ થશે, જેમણે અવકાશમાં માનવ મિશનમાં સફળતા મેળવી છે.

આ પણ વાંચો : Chandrayaan 3 Launched New Photos : ચંદ્રયાન-3માં ઓનબોર્ડ કેમેરાથી આવુ દેખાયુ લોન્ચિંગ, જુઓ Photos

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">