AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab Flood: પંજાબના 9 જિલ્લામાં પૂરથી તબાહી, ભાખડામાંથી ફરી 66000 ક્યુસેક પાણી છોડાયું

ભાખડા ડેમમાંથી ફરી 66 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણીએ ફરી પંજાબના ગામડાઓમાં હાહાકાર મચાવ્યો છે. નવ જિલ્લા પૂર (Punjab Flood)ની ઝપેટમાં છે. શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

Punjab Flood: પંજાબના 9 જિલ્લામાં પૂરથી તબાહી, ભાખડામાંથી ફરી 66000 ક્યુસેક પાણી છોડાયું
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2023 | 9:48 AM
Share

Punjab Flood : પંજાબના ફાઝિલ્કા, ગુરદાસપુર સહિત નવ જિલ્લાઓમાં પૂરના કારણે ભારે તબાહી સર્જાઈ છે. પૂર (Flood)ના કારણે રાજ્યના સરહદી જિલ્લાઓના ડઝનબંધ ગામોનો દેશથી સંપર્ક કપાઈ ગયો છે. બીજી તરફ ભાખડા નાંગલ અને પોંગ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. શુક્રવારે સાંજ સુધીમાં ભાખડામાંથી 66 હજાર 664 ક્યુસેક અને પોંગ ડેમમાંથી 79 હજાર 715 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Gadar 2 Collection Day 8: Gadar 2એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, આઠમા દિવસે પણ કર્યું શાનદાર કલેક્શન

તેવી જ રીતે રણજીત સાગરમાંથી પણ 20 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ ડેમમાંથી છોડવામાં આવતા પાણીએ લગભગ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. જ્યારે નવ જિલ્લા ડૂબવાની આરે પહોંચી ગયા છે.

સમગ્ર હાલત જોઈને રાજ્ય સરકારે ફિરોઝપુર અને ફાઝિલ્કા જિલ્લાની 26 શાળામાં જાહેર રજા જાહેર કરી દીઘી છે. આ બંન્ને જિલ્લામાં પ્રશાસને લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. પુર પ્રભાવિત વિસ્તારોમાં લોકોને ગુરુદ્વારા અને અન્ય સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સરકારી રિપોર્ટ અનુસાર ફિરોઝપુર જિલ્લાના 15 ગામોનો દેશ સાથેનો સંપર્ક તૂટી ગયો છે.

આ પણ વાંચો : Ajith Kumar Family : બાઈક લવર, પાયલટ, રેસલર, કરોડોની કરે છે કમાણી છતાં પણ મોબાઈલ ફોન વાપરતા નથી અભિનેતા, શૂટિંગ ચેમ્પિયનશિપમાં જીતી ચૂક્યા છે ગોલ્ડ મેડલ

બીજી તરફ સિંચાઈ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશમાં ગત રવિવારથી થઈ રહેલા ભારે વરસાદને કારણે ભાખડા ડેમની જળસપાટી સતત વધી રહી છે. અહીં સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી છે. શુક્રવારે સાંજે આ ડેમની જળ સપાટી 1674.87 ફૂટે પહોંચી હતી. પરિસ્થિતિને જોતા અધિકારીઓએ ડેમમાંથી 66,664 ક્યુસેક પાણી છોડ્યું હતું. તેવી જ રીતે રણજીતસાગર ડેમની જળ સપાટી 521.74 મીટરે પહોંચી છે.

આ જિલ્લામાં પુરનું પાણી માત્ર ઘરોમાં જ આવ્યું નથી પરંતુ રસ્તાઓ પણ પાણીમાં ડુબી ગયા છે. તેમજ શાળાઓમાં પણ ધુંટણસમા પાણી ભરાયા છે.જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પંજાબના 20 સરહદી ગામોમાં ફસાયેલા 2 હજારથી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે.

રાષ્ટ્રીયના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">