<strong><a href="https://tv9gujarati.com/national/punjab-rain-alert-30-villages-submerged-in-punjab-hoshiarpur-and-rupnagar-flood-devastation-signaled-828341.html">પંજાબ</a></strong>ના ચાર જિલ્લા પૂરની ઝપેટમાં આવી ગયા છે. સતલજ નદી પર બનેલા ભાકરા ડેમ અને બિયાસ નદીના પોંગ ડેમના ફ્લડ ગેટ ખોલ્યા પછી પૂરનું સંકટ ઉભું થયું છે,હિમાચલમાં સતત વરસાદને કારણે ભાકરા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. અહીં પાણી ભયના સ્તરથી માત્ર 5 ફૂટ નીચે છે. આ કારણોસર આગામી 5 દિવસ સુધી ડેમના દરવાજા 8-8 ફૂટ ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.