ચીન સરહદ પર વધશે ITBPની તાકાત, વધુ 7 બટાલિયનની થશે રચના
હાલમાં ITBPના 176 બીઓપી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે જાન્યુઆરી 2020માં મંત્રીમંડળે ITBPની 47 સરહદી ચોકી અને 12 કેમ્પ સ્થાપિત કરવાની મંજૂરી આપી હતી. જે કામ ઝડપથી પ્રગતિના પંથે છે.

ચીનના સરહદી વિસ્તારને લઈ મોદી સરકારે કેબિનેટની બેઠકમાં આજે મોટા નિર્ણય લીધા છે. આ નિર્ણયોમાં ભારત-ચીન સરહદ પર નજર રાખતી ITBPની વધુ 7 બટાલિયનની રચના, ચીન સરહદને અડીને આવેલા ગામમાં સ્થળાંતરને રોકવા સહિત રોજગારની તકો ઉભી કરવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સુવિધાઓ સામેલ છે. તેની સાથે જ કેબિનેટે લદ્દાખના ઓલ વેધર રસ્તા માટે શિનકુન લા ટનલના નિર્માણને પણ મંજૂરી આપી.
સુરક્ષા સંબંધિત મંત્રીમંડળ સમિતિએ ભારત તિબ્બત સીમા પોલીસ (ITBP)ની નવી બટાલિયનની રચના કરવા અને 1 સેક્ટર હેડક્વાર્ટર સ્થાપિત કરવાને મંજૂરી આપી છે. આઈટીબીપીની મુખ્ય ભૂમિકા ભારત-ચીન સરહદ પર નજર રાખવાનું છે.
તેના માટે હાલમાં ITBPના 176 બીઓપી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે જાન્યુઆરી 2020માં મંત્રીમંડળે ITBPની 47 સરહદી ચોકી અને 12 કેમ્પ સ્થાપિત કરવાની મંજૂરી આપી હતી. જે કામ ઝડપથી પ્રગતિના પંથે છે.
Cabinet Committee on Security approves raising of 7 new battalions of Indo-Tibetan Border Police. For the supervision of the battalions, an additional sector headquarters will also be established by 2025-26: Union Minister @ianuragthakur #CabinetDecisions pic.twitter.com/SWTE5nKFhd
— PIB India (@PIB_India) February 15, 2023
આ બટાલિયન અને સેક્ટર હેડક્વાર્ટર માટે કુલ 9400 પદનું સર્જન કરવામાં આવશે અને આ બટાલિયન અને સેક્ટર હેડક્વાર્ટરની સ્થાપના વર્ષ 2025-26 સુધી પુરી કરી લેવામાં આવશે. તેમાં ઓફિસ અને આવાસ ભવનોના નિર્માણ, જમીન અધિગ્રહણ, હથિયાર અને દારૂગોળા પર 1808 કરોડ રૂપિયા ખર્ચ આવશે. સાથે જ પગાર, રાશન વગેરે પર દર વર્ષે 963 કરોડ રૂપિયા ખર્ચ થવાનું અનુમાન છે.
ભારત-ચીન સરહદ પર આઈટીબીપીની તાકાત વધશે
ITBP માટે આ નિર્ણય ઘણા દિવસથી પેન્ડિંગ હતો પણ જે રીતે ચીન સરદહની બીજી તરફ પોતાની ગતિવિધિ વધારી રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનનો વિકાસ કરી રહ્યા છે. ત્યારે સુરક્ષા સંબંધિત કેબિનેટ કમિટીની બેઠકના આ નિર્ણય બાદ ભારત-ચીન સરહદ પર આઈટીબીપીની (ITBP) તાકાત વધશે અને જવાનો અને અધિકારીઓની સંખ્યા વધવાથી મજબૂત બનશે.
એટલુ જ નહીં કેબિનેટે વાયબ્રેન્ટ વિલેજ પ્રોગ્રામને પણ મંજૂરી આપી છે. તેનાથી ચીનના સરહદી વિસ્તારો પર વસેલા ગામનો વિકાસ થશે, રોજગારી વધશે, જેનાથી સ્થળાંતર પર રોક લાગશે. તેના માટે 4800 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.