ડેમચોકમાં દિવસે જ પેટ્રોલિંગ થશે, મંત્રી રિજિજુએ બુમલા પાસ પર ચીની સૈનિકો સાથે કરી વાત

ડેમચોકમાં પરંપરાગત પોઈન્ટ પર પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં આ પેટ્રોલિંગ દિવસ દરમિયાન જ કરવામાં આવશે, કારણ કે અહીં સાંજ કે રાત્રે પેટ્રોલિંગ નથી કરવામાં આવતુ. આ દરમિયાન મંત્રી કિરેન રિજિજુએ શુક્રવારે બુમલા પાસ પાસે ચીની સૈનિકો સાથે વાત કરી હતી.

ડેમચોકમાં દિવસે જ પેટ્રોલિંગ થશે, મંત્રી રિજિજુએ બુમલા પાસ પર ચીની સૈનિકો સાથે કરી વાત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2024 | 6:44 PM

પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીનનાસરહદ પર બે ઘર્ષણ સ્થળો પર ભારતીય અને ચીની સૈનિકોએ પાછી ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ, આજે શુક્રવારે ભારતીય સેનાએ ડેમચોકમાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે, જોકે સેનાના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે, હાલમાં ડેમચોકમાં પરંપરાગત પોઈન્ટ્સ પર માત્ર દિવસ દરમિયાન જ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવશે, કારણ કે અહીં સાંજ કે રાત્રે પેટ્રોલિંગ નથી કરાતું, તેથી તે દિવસ દરમિયાન કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, પેટ્રોલિંગ માટે કોઈ સમય નક્કી કરવામાં આવ્યો નથી. તે દરેક વખતે કાર્ય અને અંતર પર આધાર રાખે છે. દરમિયાન સેનાના સૂત્રોનું કહેવું છે કે ડેપસાંગમાં પેટ્રોલિંગ ટૂંક સમયમાં ફરી શરૂ થવાની આશા છે.

શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!

તાજેતરમાં, પૂર્વી લદ્દાખમાં ડેમચોક અને ડેપસાંગ ખાતે બે સંઘર્ષ બિંદુઓ પર ભારતીય અને ચીની સૈનિકોની પીછેહઠની પ્રક્રિયા રાજદ્વારી સ્તરે પૂર્ણ થઈ હતી. જે બાદ ડેમચોકમાં પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યું છે.

મંત્રી રિજિજુએ ચીની સૈનિકો સાથે વાત કરી

દરમિયાન કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ, આજે શુક્રવારે અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં સેનાના જવાનો સાથે મુલાકાત કરી હતી. તેમની સાથે દિવાળીની ઉજવણી કરી અને આ દરમિયાન બુમલા પાસ પર ચીની સૈનિકો સાથે પણ વાત કરી.

તેમણે સોશિયલ મીડિયા પર આ વાતચીત વિશે લખ્યું કે, ચીની સૈનિકો સાથે વાત કરી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોયું. હવે દરેક વ્યક્તિ ભારતના સરહદી વિકાસ પર ગર્વ અનુભવશે.

કિરેન રિજિજુએ સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તેમણે સોશિયલ મીડિયા X પર લખ્યું છે કે, બહાદુર સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કર્યા બાદ તેમને ગર્વની લાગણી થઈ છે. તેમના સમર્પણ અને સાહસના કારણે જ આપણો દેશ સુરક્ષિત છે. જય હિન્દ!

મીઠાઈની આપ-લે કરવામાં આવી હતી

અગાઉ, દિવાળીના અવસર પર ભારતીય અને ચીની સૈનિકોએ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર અનેક સરહદી બિંદુઓ પર મીઠાઈની આપ-લે કરી હતી. ચીન-ભારત સંબંધોમાં નવી ઉષ્મા લાવતા બંને દેશોએ બે ઘર્ષણ બિંદુઓ પરથી સૈનિકો પાછા હટાવવાનું પૂર્ણ કર્યાના એક દિવસ બાદ પરંપરાગત પ્રથાને અનુસરવામાં આવી હતી.

સેનાના એક સૂત્રએ જણાવ્યું કે, ડેમચોકમાં પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. સૂત્રોએ અગાઉ કહ્યું હતું કે વિસ્તારો અને પેટ્રોલિંગની સ્થિતિ એપ્રિલ 2020 પહેલાના સ્તર પર લાવવાની અપેક્ષા છે.

g clip-path="url(#clip0_868_265)">