Gujarati News » Mumbai » । Mumbai air quality index AQI reached 267 mumbai air pollution and weather update
Mumbai Air Pollution: મુંબઈનું પ્રદુષણ ભયજનક સ્તરે, મલાડમાં 436 એ પહોચ્યો AQI; ઘણા વિસ્તારોમાં છવાઈ ધૂળ અને ધુમ્મસ
મુંબઈમાં પ્રદૂષણનું સ્તર ઘણું વધી ગયું છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ 267 પર પહોંચી ગયો છે. મલાડ વિસ્તારની હવાની ગુણવત્તા 436 નોંધવામાં આવી હતી. આ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચવાનો સંકેત છે.
મુંબઈની હવા આજે (24 જાન્યુઆરી, સોમવાર) સૌથી ખરાબ સ્તરે પહોંચી ગઈ છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 267 પર પહોંચી ગયું છે. શહેરના અનેક વિસ્તારોમાં ધૂળ અને ધુમ્મસ છવાઈ ગયું છે.
1 / 8
મલાડનો હવા ગુણવત્તા સૂચકાંક 436 નોંધાયો હતો. તે પ્રદૂષણની તીવ્રતા દર્શાવે છે.
2 / 8
મુંબઈના ભાંડુપમાં 336, માંઝગાંવમાં 372, વર્લીમાં 319, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં 307, ચેમ્બુરમાં 347 અને અંધેરીમાં 340 એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો હતો.
3 / 8
મુંબઈના વરલી વિસ્તારમાં પણ હવાનું ખૂબ જ ખરાબ સ્તર નોંધાયું હતું. કોલાબામાં પણ AQI 221 એટલે કે નબળું સ્તર નોંધાયું હતું.
4 / 8
આ પવનોમાં ભેજને કારણે મુંબઈ સહિત મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશ અને ઉત્તર મહારાષ્ટ્ર અને પશ્ચિમ મધ્ય મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ધીમો વરસાદ શરૂ થયો છે.
5 / 8
ખાસ કરીને મુંબઈના દરિયા કિનારે આકાશમાં કાળા વાદળો છવાયા છે. રાત્રિથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે.
6 / 8
મુંબઈના દરિયા કિનારે માત્ર ધૂળની ચાદરો અને ધુમ્મસના થર જ દેખાય રહ્યા છે. સામે સી લિંક છે. પરંતુ જોવા પર એવું લાગી રહ્યું છે કે, જેમ આપણે કોઈ રૂમમા ધુળથી ઢંકાયેલા કાચની અંદરથી તેને જોઈ રહ્યા છીએ.
7 / 8
દરિયા કિનારે દૂર દૂર સુધ માત્ર એક જ રંગ દેખાય છે અને તે છે ગ્રે. ધૂળ અને ધૂળકણોએ દરેક રંગને ઢાંકી દીધા છે. આકાશ અને જમીન એક જ રંગના દેખાય છે. અન્ય વસ્તુઓ ઓછી દેખાય રહી છે.