AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neem Karoli Baba Tips: નીમ કરોલી બાબાના આશ્રમનું નામ કેમ પડ્યું કૈંચી ધામ, બીજુ કંઈ કેમ નહીં, કારણ છે રસપ્રદ

બાબા નીમ કરૌલીએ કૈંચી ધામના પ્રતિષ્ઠા દિવસ માટે 15મી જૂનની તારીખ જ નક્કી કરી હતી. 10 સપ્ટેમ્બર 1973ના રોજ તેમણે દેહ છોડ્યો અને મહાસમાધિ લીધી.

Neem Karoli Baba Tips: નીમ કરોલી બાબાના આશ્રમનું નામ કેમ પડ્યું કૈંચી ધામ, બીજુ કંઈ કેમ નહીં, કારણ છે રસપ્રદ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2023 | 1:28 PM
Share

Neem Karoli Baba Tips: એવું કહેવાય છે કે નીમ કરોલી બાબા ચમત્કારિક સિદ્ધિઓ દ્વારા લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરતા હતા. બાબાનો જન્મ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના અકબરપુર ગામમાં થયો હતો. આશ્રમની સ્થાપના બાદ ચમત્કારોની વાતો વિદેશમાં પહોંચી હતી. નીમ કરોલી બાબા સાથે સંબંધિત એક કિસ્સો ઘણો વર્ણવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Neem Karoli Baba Tips : આ વસ્તુઓને જોવા મળવી ખૂબ જ શુભ, જીવનમાં સારા દિવસોની થાય છે શરૂઆત, જુઓ Video

બાબા નીમ કરૌલીએ કૈંચી ધામના પ્રતિષ્ઠા દિવસ માટે 15મી જૂનની તારીખ જ નક્કી કરી હતી. 10 સપ્ટેમ્બર 1973ના રોજ તેમણે દેહ છોડ્યો અને મહાસમાધિ લીધી. તેમની સમાધી લીધા બાદ ધામમાં જ તેમના અસ્થિકલસની સ્થાપના કરવામાં આવી હતી.

આ પછી, 1974થી મંદિરના નિર્માણનું કામ મોટા પાયે શરૂ કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે માત્ર 17 વર્ષની ઉંમરમાં બાબા નીમ કરૌલીને ભગવાન વિશે વિશેષ જ્ઞાન પ્રાપ્ત થયું હતું.

કૈંચી ધામની સ્થાપના કરી

નીમ કરોલી બાબાનો આશ્રમ કૈંચી ધામ ઉત્તરાખંડમાં હલદવાનીથી ભવાલી પછી અલ્મોડા હાઈવે પર છે. તે આધ્યાત્મિક માન્યતાઓનું કેન્દ્ર માનવામાં આવે છે.  બાબા નીમ કરૌલીનો આશ્રમ કૈંચી ધામ આધ્યાત્મિક માન્યતાઓનું કેન્દ્ર માનવામાં આવે છે.

ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ અને એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ ઉપરાંત, વિશ્વભરના ઘણા દિગ્ગજ વ્યક્તિઓની કૈંચી ધામ સુધી પહોંચવાની અને જીવન બદલી નાખનારા અનુભવોની વાર્તાઓ પ્રખ્યાત છે. નીમ કરોલી બાબા પહેલીવાર 1961માં કૈંચી ધામમાં આવ્યા હતા. તેમણે મિત્ર પૂર્ણાનંદની મદદથી 15 જૂન 1964ના રોજ કૈંચી ધામની સ્થાપના કરી.

કૈંચી ધામ આશ્રમ તરફ જતા રસ્તા કાતરની બ્લેડ જેવા બે તીક્ષ્ણ વળાંક છે. આ કારણથી ધામનું નામ કૈંચી ધામ પડ્યું હતું. નીમ કરોલી બાબા હનુમાનજીને પોતાના આરાધ્ય માનતા હતા. એટલા માટે તેમણે તેમના જીવનકાળ દરમિયાન હનુમાનજીના 108 મંદિરો બનાવ્યા છે. બાબા નીમ કરોલી વિશે કહેવામાં આવે છે કે તેમણે હનુમાનજીની પૂજા કરીને ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. તે અભિમાનથી દૂર રહેતા અને કોઈને પણ તેના પગ અડવા દેતા નહોતા. આજે પણ લોકો તેમને ભગવાન હનુમાનનો અવતાર માને છે.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">