28 જાન્યુઆરીના મહત્વના સમાચાર : ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલાના ભેરાઇ ચોકડી નજીક અકસ્માત, કોસ્ટગાર્ડના જવાનનુ મોત
આજે 28 જાન્યુઆરીને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 28 જાન્યુઆરીને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે ભારતને જીતવા 172 રનનો ટાર્ગેટ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. મેચમાં ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી અને ઈંગ્લેન્ડને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ઈંગ્લેન્ડની ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 171 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બેન ડકેટે સૌથી વધુ 51 અને લિવિંગસ્ટને 43 રન કર્યા હતા. ભારતના વરુણ ચક્રવર્તીએ સૌથી વધુ 5 વિકેટ, જ્યારે હાર્દિક પંડયા બે વિકેટ લીધી હતી.
-
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલાના ભેરાઇ ચોકડી નજીક અકસ્માત, કોસ્ટગાર્ડના જવાનનુ મોત
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલાના ભેરાઇ ચોકડી નજીક બે બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં કોસ્ટગાર્ડના જવાનનું મોત થયું છે. જ્યારે અન્ય બે વ્યક્તિને ઈજા થવા પામી છે. રાજુલાના ભેરાઇ ચોકડી નજીક બે બાઇક સામેસામે અથડાઈ હતી. આ અકસ્માતમાંમા કોસ્ટગાર્ડ જવાનનુ ધટનાસ્થળે જ મોત થયું હતું. અન્ય બે વ્યક્તિને નાના-મોટી ઇજાઓ પહોંચતા, બન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પીપાવાવ મરીન પોલીસ ધટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
-
-
ભવનાથ ગિરનાર વિવાદમાં 4 સાધુ સંતને પદભ્રષ્ટ કરાયા
છેલ્લા કેટલાક સમયથી ભવનાથ ગિરનારમાં ચાલતા વિવાદનો પડઘો મહાકુંભના મેળામાં પડ્યો છે. મહાકુંભના મેળામાં જૂનાગઢના જૂના અખાડાના 4 સાધુ સંતને પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે. મહાદેવ ગિરી,અમૃત ગિરી, મહેશ ગિરી અને કનૈયા ગિરીને પદભ્રષ્ટ કરી દેવાયા છે.
-
અમદાવાદના યુવકે સુરતના પલસાણાના બારસાડી ગામે પોલીસ કર્મી પર તલવારથી કર્યો હુમલો
પલસાણા તાલુકાના બારસડી ગામે પોલીસ પર હુમલો કરવાનો બનાવ બન્યો છે. પલસાણાની ગાંગધરા આઉટ પોસ્ટના પોલીસકર્મી પર તલવારથી હુમલો કર્યો છે. અમદાવાદનો યુવક પલસાણાના બારસડી ગામે પ્રેમિકાને મળવા માટે આવ્યો હતો પ્રેમિકાએ મળવાનું ના કહેતા ખુલ્લી તલવાર લઇ ગામમા મચાવ્યો આતંક. ગ્રામજનોએ 100 નંબર ડાયલ કરી પોલીસ બોલાવતા યુવકે પોલીસ પર તલવારથી કર્યો હુમલો. પોલીસ કર્મી નિકેત પટેલને માથામાં ગંભીર ઇજા થવા પામી હતી. સારવાર અર્થે પોલીસ કર્મીને બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલ દાખલ કરાયો છે. પોલીસ પર હુમલો કરનાર યુવકની અટકાયત કરી છે.
-
એસ ટી નિગમના કર્મચારીઓને વધુ 4 ટકા મોંઘવારી ભથ્થુ ચૂકવાશે
ગુજરાત સરકારે, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (ST) ના કર્મચારીઓને ચૂકવાતા મોંધવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે. હવેથી 50 ટકા મુજબ મોંધવારી ભથ્થુ ચૂકવવામાં આવશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારના આ નિર્ણયને પગલે, કુલ રૂ.125 કરોડથી વધુનો લાભ એસ.ટી. નિગમના કર્મચારીઓને મળવા પામશે. આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે.
✅ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી દ્વારા એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં ૪% નો વધારો કરી હવેથી ૫૦% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો હકારાત્મક નિર્ણય લેવામાં આવેલ છે.
✅ આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરવાનો નિર્ણય…
— Harsh Sanghavi (@sanghaviharsh) January 28, 2025
-
-
IND vs ENG : રાજકોટમાં ભારતે ટોસ જીતી પહેલા ફિલ્ડિંગ પસંદ કરી, શમીની ટીમમાં વાપસી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 શ્રેણીની ત્રીજી મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી રહી છે. 14 મહિના બાદ ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પ્લેઈંગ 11 માં વાપસી થઈ છે.
-
ડ્રગ્સ મામલે ખુલાસો- પકડાયેલ ટ્રામાડોલનો પાઉડર આફ્રિકન દેશમાં મોકલવાનો હતો
એટીએસ દ્વારા ખંભાતમાં ફેક્ટરીમાં દરોડા પાડીને પકડી પાડેલા ડ્રગ્સ મામલે ઝડપાયેલા 5 આરોપી અને એક રિસીવરની પુછપરછમાં મોટો ખુલાસો થવા પામ્યો છે. રણજીત ડાભીએ ટ્રામાડોલ ટેબ્લેટનો પાઉડર રાખ્યો હતો. ધોળકાના દેવમ ઈન્ડ્રસ્ટ્રીઝમાં 8 મહિનાથી વેર હાઉસ ભાડે રાખ્યું હતું. વેર હાઉસ માંથી 40 થી 50 કરોડની કિંમતનો 500 કિલો જેટલો ટ્રામાડોલ ટેબ્લેટના પાઉડરનો જથ્થો મળી આવ્યો. ટ્રામાડોલનો પાઉડર આફ્રિકન દેશમાં મોકલવાનો હતો. ટ્રામાડોલનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો કરતા હોય છે.
-
Patan News : રાધનપુરમાં થયેલ ફાયરિંગનો મામલે 5 આરોપીઓની ધરપકડ
રાધનપુરમાં થયેલ ફાયરિંગનો મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ જેલરના ઘર પર તોડફોડ અને ફાયરિંગ કરાયું હતું. રુપિયાની લેવડદેવડમાં ફાયરિંગ કરાયું હોવાનું સામે આવ્યું હતું. SOG અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ફાયરિંગ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ફાયરીંગમાં વપરાયેલ US બનાવટની પિસ્તોલ અને કારતૂસ પણ કબ્જે કર્યા છે.
-
વડોદરા મ્યુનિસિપલ કમિશનરે રજૂ કર્યુ ડ્રાફ્ટ બજેટ, સફાઈ વેરો બમણો કરવા – 200 કરોડના બોન્ડ ખરીદવા દરખાસ્ત
વડોદરા મહાનગરપાલિકાનુ નાણાકીય વર્ષ 2025-2026 માટે, 6200.56 કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર મ્યુ. કમિશનરે રજૂ કર્યું છે. આ બજેટમાં સફાઈ વેરો બમણો કરવાની દરખાસ્ત કરાઈ છે. તો 200 કરોડના બોન્ડ ખરીદવાની પણ દરખાસ્ત છે. વડોદરા શહેરના બજેટ અંગે લોકો પાસેથી માંગેલા સુચનો બાદ, 1982 સૂચનો આવ્યા છે. જેમાંથી મોટાભાગના સુચનનો બજેટમાં સમાવેશ કરાયો હોવાનું મ્યુ. કમિશનરે જણાવ્યું છે. અલકાપુરીથી ડેરીડેનથી કાલાઘોડા થઈ જેલ રોડ સુધી 300 કરોડના ખર્ચે પાલિકા બ્રિજ બનાવશે. CNG ના નવા ગેસ સ્ટેશન સ્થાપવામાં આવશે, વર્કિંગ મહિલાઓ માટે હોસ્ટેલનું આયોજન કરાયું છે.
-
Porbandar News : વીજ ચોરી અંગે દરોડા પાડવા ગયેલ પીજીવીસીએલ ટીમ સામે પોરબંદરના ગરેજ ગામે ભારે વિરોધ
પોરબંદરના ગરેજ ગામે પીજીવીસીએલ ટીમ વીજ ચેકીંગના દરોડા પાડવા જતા ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. ગોસા અને ગરેજ ગામે પી.જી.વી.સી.એલ ટીમ પહોંચી હતી દરોડા પાડવા. વીજ ચોરીના દરોડા કરવા ગયેલ અંદાજે 30 જેટલી ગાડીઓ સામે ગ્રામજનોમાં આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગ્રામજનોએ પી.જી.વી.સી.એલ ની ટીમ સામે વિરોધ કરતા વાતાવરણ ગરમાયુ હતું. ગરેજ ગામે પી.જી.વી.સી.એલ ટીમનો વિરોધ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો.
-
Rajkot News : ફી મુદ્દે વિધાર્થીનીનો વીડિયો વાયરલ થતા રાજકોટની જાણીતી સ્કુલ આવી વિવાદમાં, શિક્ષણ વિભાગે આપ્યા તપાસના આદેશ
રાજકોટમાં લાખો રૂપિયા ફી વસૂલતી એસએનકે સ્કૂલ વધુ એક વખત વિવાદમાં આવી છે. શાળામાં અભ્યાસ કરતી ધોરણ 6ની વિધાર્થીનીનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે રડતાં રડતાં પોતાની વેદના વ્યક્ત કરી રહી છે. ધોરણ 11ના વિધાર્થીઓ દ્રારા તેના પર રેગિંગ કરવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ લગાવી રહી છે. વીડિયો વાયરલ થતાં વિધાર્થી સંગઠનો મેદાને ઉતરી આવ્યા છે, પરંતુ શાળા સંચાલકો મૌન છે. સમગ્ર મામલે શિક્ષણ વિભાગ દ્રારા તપાસના આદેશ અપાયા છે.
-
હાપા રેલવે કોલોની વિસ્તારમાં નવજાત જીવીત શિશુ મળી આવ્યું
જામનગર શહેર નજીકના હાપા રેલવે કોલોની વિસ્તારમાં એક નવજાત જીવીત શિશુ મળી આવેલ છે. પંચકોશી.એ તથા હાપા આર.પી.એફ દ્વારા 108 એમ્બ્યુલન્સને બોલાવી નવજાત શિશુને સારવાર માટે જામનગર જી.જી. હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે. હાલ બાળકની હાલત સ્થિર હોવાનું તબીબોનું કહેવું છે. આ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
-
પત્રકાર રાણા અયુબ સામે નોંધાયો કેસ, શું છે આરોપ?
દિલ્હીની એક કોર્ટે પત્રકાર રાણા અયુબ વિરુદ્ધ હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવા અને તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારત વિરોધી ભાવના ફેલાવવાના આરોપસર કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ આદેશ એક વકીલની ફરિયાદ પર આપ્યો હતો. કોર્ટે જોયું કે રાણા અયુબ સામે પ્રથમ દ્રષ્ટિએ ગુનો બને છે.
-
તાપીઃ વિસ્ફોટક પદાર્થ સાથે ચાર આરોપીની ધરપકડ
તાપીઃ વિસ્ફોટક પદાર્થ સાથે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નિઝરના વેલદા ગામની સીમના ખેતરમાંથી જીલેટીન સ્ટીક સહિતના વિસ્ફોટક જપ્ત કરાયા છે. ખેતરમાં આવેલા કૂવાને ઉંડો કરવા જીલેટીન સ્ટીક સહિતના વિસ્ફોટક વાપરવાના હતા. પોલીસે 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે 4 આરોપીને પકડ્યા, એક હજુ ફરાર છે. બિલ કે આધાર પુરાવા વગર વિસ્ફોટક મળતા પોલીસે કાર્યવાહી કરી.
-
વર્ષો બાદ જામીન મળ્યા બાદ સાબરમતી આશ્રમમાં આસારામ
વર્ષો બાદ જામીન મળ્યા બાદ આસારામ સાબરમતી આશ્રમમાં. સાબરમતી આશ્રમમાં આસારામના સાધકો પણ હાજર છે. આસારામ 31 માર્ચ સુધી વચગાળાના શરતી જામીન ઉપર છે. જામીનની શરતો અનુસાર આસારામ તેના સાધકો કે અનુયાયીઓને નહીં મળી શકે. જાહેરમાં સભા કે સંબોધન કરી શકશે નહીં.
-
ભરૂચઃ ઝઘડિયા GIDCમાં વિચિત્ર ધુમાડાથી ભય
ભરૂચઃ ઝઘડિયા GIDCમાં વિચિત્ર ધુમાડાથી ભયનો માહોલ છે. ચીમનીમાંથી પીળા રંગના ધુમાડા દેખાતા GPCB દોડતું થયું છે. કેમિકલ ફેક્ટરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ધુમાડો બ્રોમીન ગેસ અથવા HCL હોવાની આશંકા છે. GPCBએ ઝઘડિયા જવા ટીમ રવાના કરી. ઔદ્યોગિક એકમને શોધી ગેસની માહિતી મેળવવા પ્રયાસ હાથ ધરાયો છે.
-
જામનગર: કોંગો ફીવરથી એક વ્યક્તિનું મોત
જામનગર: કોંગો ફીવરથી એક વ્યક્તિનું મોત થયુ છે. શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા આધેડનું મોત થયુ છે. એક અઠવાડિયાથી આધેડને કોંગો ફીવર હતો. જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયુ છે.
-
અમદાવાદઃ ધોળકામાં ડ્રગ્સના ગોડાઉનનો પર્દાફાશ
અમદાવાદઃ ધોળકામાં ડ્રગ્સના ગોડાઉનનો પર્દાફાશ થયો છે. પુલેન ચોકડી વિસ્તારમાં આશરે 50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ATSએ દેવમ ઈન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉનમાં દરોડા પાડ્યા. આશરે 50 કરોડની રકમનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો. ખંભાતમાંથી સામે આવેલી ડ્રગ્સની ફેક્ટરીના તપાસનો રેલો ધોળકા પહોંચ્યો છે. ગુજરાત ATSએ ખંભાતમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. રો-મટિરિયલ ધોળકાના ગોડાઉનમાં હોવાનું આરોપીઓએ કબૂલ્યું હતું. આરોપીઓની બાતમીને આધારે ATSએ તપાસ હાથ ધરી.
-
મહાકુંભ જનારી ટ્રેન પર કરાયો પથ્થરમારો
મધ્યપ્રદેશઃ છત્તરપુર રેલવે સ્ટેશન પર હંગામો થયો. મહાકુંભ જનારી ટ્રેન પર પથ્થ. રમારો કરાયો. ટ્રેનના તમામ બારી-બારણાં બંધ હોવાથી નારાજ થયેલા મુસાફરોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો. એક કલાક સુધી ટ્રેન છત્તરપુર સ્ટેશન પર ઉભી રહી. GRP સ્ટાફે દરવાજા ખોલાવ્યા બાદ મામલો શાંત પડ્યો.
-
અમેરિકા: ગેરકાયદે પ્રવાસીઓને પકડવા ગુરુદ્વારાઓમાં તપાસ
47માં રાષ્ટ્રપતિ તરીકે સત્તા પર આવ્યા બાદથી અમેરિકામાં ગેરકાયદે પ્રવાસીઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ત્યારે ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં આવેલા કેટલાંક ગુરુદ્વારાઓમાં પણ યુએસ પોલીસે દરોડા પાડીને તપાસ કરી હતી. ગુરુદ્વારાઓ ગેરકાયદે રીતે કે કાયદાકીય દસ્તાવેજો વિના રહેતા શીખ અલગતાવાદીઓનો અડ્ડો બન્યો હોવાની શંકાએ તપાસનો ધમધમાટ બોલાવાયો હતો. જો કે શીખ સંગઠનો દ્વારા આ કાર્યવાહી બદલ સખ્ત શબ્દોમાં વિરોધ દર્શાવ્યો હતો. શીખ અમેરિકન લીગલ ડિફેન્સ એન્ડ એજ્યુકેશન ફંડ એટલે કે SALDFના વડાએ જણાવ્યું હતું કે ગુરુદ્વારા ભોજન, આવાસ અને આધ્યાત્મિક શાંતિનું સ્થળ છે. અને ત્યાં આ પ્રકારની કાર્યવાહીથી આસ્થાના સ્થળની પવિત્રતા જોખમાઈ છે. ગુરુદ્વારા જેવા પવિત્ર સ્થળોને ટાર્ગેટ બનાવાઈ રહ્યા છે.
-
UPના બાગપતમાં નિર્વાણ મહોત્સવ દરમિયાન સ્ટેજ ધરાશાયી
ઉત્તરપ્રદેશના બાગપતમાં ભગવાન આદિનાથના નિર્વાણ લાડુ ઉત્સવ પ્રસંગે, બાગપતના માન સ્તંભ સંકુલમાં લાકડાનું સ્ટેજ તૂટી પડ્યું. આ કારણે 50 થી વધુ શ્રદ્ધાળુઓ દફનાવવામાં આવ્યા હતા. 7 લોકોના મોત થયા છે અને 40 અન્ય ઘાયલ થયા છે. પોલીસ-પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. બચાવ કાર્ય ચાલુ છે.
-
દિલ્લીઃ મકાન ધરાશાયી થતા બેના મોત, 10 ઘાયલ
દિલ્લીઃ મકાન ધરાશાયી થતા બેના મોત, 10 ઘાયલ થયા છે. સાત વર્ષની બાળકી સહિત બે લોકોના મોત થયા છે. દિલ્હીના બુરાડી વિસ્તારમાં ચાર માળનું મકાન ધરાશાયી થયું હતુ. ધડાકાભેર મકાન તૂટી પડતા નાસભાગ થઇ છે. ફાયરબ્રિગેડની ટીમો દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશને દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
-
સુરત: હજીરા AMNS કંપનીમાં લિફ્ટ તૂટતા એક વ્યક્તિનું મોત
સુરત: હજીરા AMNS કંપનીમાં લિફ્ટ તૂટતા એક વ્યક્તિનું મોત થયુ છે. લિફ્ટ તૂટતા લિફ્ટ ઓપરેટર અને એક ટ્રેઈની એન્જિનિયર ઘવાયો હતો. ગઈકાલે બપોરે AMNS કંપનીના પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડી હતી. બંને કર્મચારીઓને સુરતની આશુતોષ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. લિફ્ટ ઓપરેટરને એર એમ્બ્યુલન્સથી સારવાર માટે મુંબઈ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમ્યાન લિફ્ટ ઓપરેટરનું મોત થયું છે. જ્યારે ટ્રેઇની એન્જિનિયર હાલ આશુતોષ હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ છે. AMNS કંપની દ્વારા મૃતકના પરિવારને 50 લાખ વળતર આપવાનો નિર્ણય કર્યો છે.
-
વડોદરા શહેરમાં વધુ એક ડિજિટલ એરેસ્ટનો કેસ
વડોદરા શહેરમાં વધુ એક ડિજિટલ એરેસ્ટનો કેસ સામે આવ્યો છે. સોફ્ટવેર એન્જિનિયરને ડિજિટલ એરેસ્ટ કરી 56 લાખ પડાવ્યા. બેન્ક ખાતામાં 7 લાખ હતા, તો ઠગોએ એપ મારફતે 29 લાખની લોન લેવડાવી. વીડિયો કોલ કરી માતાના ખાતામાંથી 19.96 લાખ ટ્રાન્સફર કરાવ્યા. આધારકાર્ડનો ઉપયોગ ડ્રગ્સ અને નાર્કોટિક્સમાં થયો હોવાનું જણાવ્યું. પૂનામાં નોકરી કરતા વડોદરાના યુવકને કોલ કરી છેતર્યો. એક જ અઠવાડિયામાં ત્રીજો ડિજિટલ એરેસ્ટનો કેસ સામે આવ્યો છે.
-
કચ્છઃ મુન્દ્રામાં રહેણાંક મકાનમાં આગ લાગતાં બેનાં મોત
કચ્છઃ મુન્દ્રામાં રહેણાંક મકાનમાં આગ લાગતાં બેનાં મોત થયા છે. ભેદી બ્લાસ્ટ બાદ આગ લાગતાં પિતા-પુત્રીના મોત થયા છે. માતાને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડાઈ છે. ભોગ બનનાર પરિવાર આંધ્રપ્રદેશનો હોવાની માહિતી છે. પ્રાથમિક તપાસમાં ACના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા ઘટના બની હોવાની માહિતી છે.
-
વિરમગામઃ શિક્ષકની હત્યા મામલે ત્રણ શખ્સો સામે ફરિયાદ
વિરમગામઃ શિક્ષકની હત્યા મામલે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. વિરમગામમાં શિક્ષક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્રણ શખ્સોએ રસ્તે જતા શિક્ષકને આંતરી ઢસડીને માર માર્યો હતો. લાકડીઓથી શિક્ષકને માર મારતા શિક્ષક ગંભીર રીતે ઘવાયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન શિક્ષકનું મોત થયું. શિક્ષકની બરહેમીથી પીટાઈના CCTV સામે આવ્યા છે.
-
જામનગરમાં મોડી રાત્રે હત્યાથી ખળભળાટ
જામનગરમાં મોડી રાત્રે હત્યાથી ખળભળાટ મચી ગયો છે. રણજીતસાગર રોડ વિસ્તારમાં જડેશ્વર પાર્ક નજીક બનાવ બન્યો છે. પૈસાની લેતી દેતીના મામલે યુવાનની હત્યા થયાનું તારણ છે. દામ ઈકબાલ થૈયમ નામના યુવાનની કરપીણ હત્યા થઇ છે. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ સહિત હત્યારાઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.
-
મહેસાણાઃ કડીમાં રાતના સમયે આકાશમાં વિચિત્ર નજારો
મહેસાણાઃ કડીમાં રાતના સમયે આકાશમાં વિચિત્ર નજારો જોવા મળ્યો. આકાશમાં વિચિત્ર વસ્તુ ફરતી હોવાનું જોવા મળ્યું, આકાશમાં સફેદ રંગનું વિચિત્ર પક્ષી ફરતું હોવાનું દેખાયું. કાળા આકાશમાં સફેદ રંગના બે પક્ષી દેખાયા. આકાશમાં પક્ષીઆકારના એલિયન હોવાની ચર્ચા ફેલાઇ. કડી તાલુકાના 10 જેટલા ગામડાંઓમાં નજારો દેખાયો.
-
ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા
ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા. 05:41 કલાકે 2.7 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ધરોઈર્થી 61 કિમી દૂર છે.
Published On - Jan 28,2025 7:29 AM