બિલ્ડરે નથી પૂરો કર્યો વાયદો કે રદ્દ થયો છે વીમો…આ રીતે મળી શકે GST રિફંડ
ઘણીવાર લોકો કેટલીક સર્વિસ કે ઘર ખરીદ્યા બાદ તેનું પૂરેપૂરુ જીએસટી ચૂકવી દેતા હોય છે. પાછળથી કોઈક કારણોસર તે સર્વિસ કેન્સલ થઈ જાય છે કે બંધ થઈ જાય છે. તેવામાં સર્વિસ પર ચૂકેવેલા જીએસટીનું શું થશે? શું તેનું રિફંડ મળશે ? ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી વિગતવાર.
જીએસટી એટલે ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ. જીએસટી અંગેની દરેક બાબતમાં પૂરતી કાળજી રાખવાની જરુર પડે છે. ઘણીવાર લોકો કેટલીક સર્વિસ કે ઘર ખરીદ્યા બાદ તેનું પૂરેપૂરુ જીએસટી ચૂકવી દેતા હોય છે. પાછળથી કોઈક કારણોસર તે સર્વિસ કેન્સલ થઈ જાય છે કે બંધ થઈ જાય છે. તેવામાં સર્વિસ પર ચૂકેવેલા જીએસટીનું શું થશે? શું તેનું રિફંડ મળશે ? ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી વિગતવાર.
વર્ષ 2022માં 17 ડિસેમ્બરના રોજ જીએસટી કાઉન્સિલની બેઠકમાં એ સર્વિસ માટે જીએસટી રિફંડની વ્યવ્સ્થા બનાવવામાં આવી હતી, જે સર્વિસ પ્રોવાઈડર તરફથી કેન્સલ થઈ હોય. તેમાં ફલેટ કે ઘર બનાવનારા બિલ્ડર અને વીમા કંપનીઓનો પણ સમાવેસ કરી શકાય છે. આ પ્રકારની ડિલમાં સામાન્ય માણસને જીએસટી રિફંડ ક્લેમ કરી શકે છે.
આ રીતે સમજો રિફંડની રીત
તમે પોતાનું એક ઘર લેવા માટે નિર્માણ કાર્ય દરમિયાન એક બિલ્ડર સાથે ડિલ કરો છો. કોન્ટ્રાક્ટ અનુસાર તમે ઈએમઆઈ ભરતા રહો છે અને જીએસટી બિલ્ડર પાસે જમા થતું રહે છે. પણ કોઈ કારણસર બિલ્ડર તમને ઘર આપી શકે નહીં તો તમે સર્વિસના રિફંડ મેળવવાના હકદાર બનો છો. બિલ્ડર તમને સર્વિસના પૈસા રિફંડ આપી દે છે પણ ચૂકવેલા જીએસટીની રકમ આપી શકતો નથી, કારણ કે તે સરકાર પાસે જમા થઈ છે. આ પહેલા જીએસટી રિફંડ મેળવાની સુવિધા ન હતી. પણ હવે સરકારે તેના માટેની વ્યવસ્થા કરી છે.
આ રીતે મેળવો રિફંડ
જો તમારે જીએસટી રિફંડ લેવા માંગો છો તે જીએસટી કાયદામાં તેના માટે પ્રાવધાન છે. બિલ્ડર અથવા સેવા પ્રદાતા જીએસટીનો ઉપયોગ તેમની બીજી જીએસટી જવાબદારી તરીકે કરી શકે છે. તે આ રકમ સરકારને તેની જીએસટી ચૂકવતી વખતે તેની કુલ જવાબદારીમાંથી બાદ કરીને ચૂકવી શકે છે. પરંતુ તેની સાથે એક શરત છે.
શરત એ છે કે જો બિલ્ડર અથવા સેવા પ્રદાતા જીએસટી ચુકવતા મૂળ ગ્રાહકને સેવા પૂરી ન કરવા બદલ રકમ પરત કરવાની સાથે જીએસટી ઘટકની ભરપાઈ કરે છે. ત્યારે જ સરકાર બિલ્ડર અથવા સેવા પ્રદાતા દ્વારા જમા કરાયેલ વધારાની જીએસટીને જીએસટી જવાબદારીમાંથી બાદ કરે છે. બિલ્ડર સિવાય સર્વિસ ન મેળવનાર વ્યક્તિ પણ આ રિફંડ માટે જીએસડી પોર્ટલ પરથી રિફંડ માટે અરજી કરી શકે છે.