SURATમાં પ્રથમવાર 200 કરોડથી વધુનું જીએસટી ચોરી કૌભાંડ ઝડપાયું, ગુજરાતના છ શહેરોમાં, 21 ડમી કંપનીઓ થકી કૌભાંડ આચરનારની ધરપકડ

સુરતની ઇકો સેલ દ્વારા આ જીએસટી (GST)કૌભાંડને ઝડપી પાડ્યું છે. સુરત ઇકો સેલ દ્વારા અત્યાર સુધીમાં 200 કરોડથી વધુનું જીએસટી ચોરી કૌભાંડ ઝડપી પાડ્યું છે.

SURATમાં પ્રથમવાર 200 કરોડથી વધુનું જીએસટી ચોરી કૌભાંડ ઝડપાયું, ગુજરાતના છ શહેરોમાં, 21 ડમી કંપનીઓ થકી કૌભાંડ આચરનારની ધરપકડ
સુરતમાં ઝડપાયું જીએસટી કૌભાંડ
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Nov 05, 2022 | 9:19 AM

સુરતની ઇકો સેલ ટીમ દ્વારા સૌથી મોટું જીએસટી કૌભાંડ ઝડપી પાડ્યું છે. 21 ડમી કંપનીઓ ઉભી કરીને 200 કરોડથી વધુનું જીએસટી ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ન માત્ર સુરત પરંતુ ગુજરાતના છ શહેરોમાંથી સુરત ઇકો સેલે રેડ કરી આ કૌભાંડ ઝડપી પાડ્યું છે. અત્યાર સુધીમાં જીએસટી વિભાગ દ્વારા ડમી કંપનીઓને ઝડપી પાડી હતી, પરંતુ પોલીસ વિભાગ તરફથી સમગ્ર ગુજરાતમાં પ્રથમ કિસ્સો છે કે આર્થિક ગુના નિવારણ શાખાના ACP વી.કે.પરમારને ખાનગી રહે માહિતી મળી હતી. તેના આધારે પ્રથમ તપાસમાં આ વાત બહાર આવી કે આ કૌભાંડ સુરત પૂરતું નથી પણ ગુજરાતના બીજા શહેરોમાં પણ પથરાયેલ છે. બાદમાં ઇકો સેલ દ્વારા આટલા મોટા પ્રમાણમાં જીએસટી ચોરી કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યું હોય. આ ગુનાની તપાસ હાલ પણ ચાલુ છે. ઇકો સેલની ટીમ દ્વારા અત્યાર સુધીમાં 21 જેટલી ડમી કંપની ઉભી કરીને સરકારને ચૂનો લગાવનાર આરોપીઓની ધરપકડ કરી છે.

સરકાર દ્વારા જીએસટીની શરૂઆત કર્યા બાદ અનેક વખત તેનો ગેરઉપયોગ કરી જીએસટી ચોરી કરનાર ઝડપાયા છે. ગુજરાતમાં વધુ એક મોટું જીએસટી કૌભાંડ નેટવર્ક ઝડપાયું છે. સુરતની ઇકો સેલ દ્વારા આ જીએસટી કોભાંડને ઝડપી પાડ્યું છે. સુરત ઇકો સેલ દ્વારા અત્યાર સુધીમાં 200 કરોડથી વધુનું જીએસટી ચોરી કૌભાંડ ઝડપી પાડ્યું છે. ડમી કંપનીઓ ઉભી કરીને સરકારને GSTમાં ચૂનો ચોપડતી કંપનીઓને ઇકો સેલ દ્વારા ઝડપી પાડવામાં આવી છે.જુદા જુદા નામથી સુરત સહિત ગુજરાતના અલગ અલગ શહેરોમાં ડમી કંપનીઓ ઉભી કરીને જીએસટીની ચોરી કરવામાં આવતી હતી. જે આખા નેટવર્કને સુરત ઈકો સેલની ટીમે ઝડપી પાડ્યું છે.

સુરત સહિત સમગ્ર ગુજરાતમાંથી 21 જેટલી ખોટા આધાર પુરાવા ઉભા કરીને બનાવવામાં આવેલી ડમી કંપનીઓ ઝડપી પાડવામાં આવી છે .સૌ પ્રથમ ઇકો સેલની ટીમે સુરતથી ડમી કંપનીને ઝડપી પાડી હતી. ત્યારબાદ તેની તપાસમાં સુરતની જુદી જુદી કંપનીઓ મળી આવી હતી. જેની ઊંડાણપૂર્વકની તપાસ કરતા સમગ્ર ગુજરાતના અલગ અલગ શહેરોના નેટવર્કમાં રહેલી કુલ 21 જેટલી ખોટા આધાર પુરાવા ઉભા કરી બનાવવામાં આવેલી નકલી કંપનીઓ શોધી કાઢવામાં સફળતા મળી હતી. આ આખી તપાસની અંદર ઇકો સેલના પીઆઇ બલોચ અને પીઆઇ ચૌધરી પણ જોતરાયા હતા. આ તમામ કંપનીઓ દ્વારા સરકારને ચૂનો ચોપડી મસ્ત મોટી રકમ જીએસટીના નામે વસૂલી લેતી હતી. સુરત ઈકો સેલ દ્વારા અત્યાર સુધીમાં 21 ડમી કંપનીઓ ઉભી જીએસટી ચોરીનો ગુનો આચરનાર કુલ ૧૨ જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે અને હજુ પણ તપાસ ચાલી રહી છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

સુરત ઈકો સેલની ટીમને જીએસટી ચોરી કૌભાંડનું સુરતથી નેટવર્ક મળી આવ્યા બાદ તપાસ કરતા ગુજરાતના જુદા જુદા છ શહેરોમાં તેની લીંક જોડાતી હોવાનું સામે આવ્યું હતું. ગુજરાતના સુરત, અમદાવાદ ,રાજકોટ,ભાવનગર,મોરબી અને જુનાગઢમાં નકલી કંપની ઉભી કરવામાં આવી હોવાની પુખ્ત માહિતી મળી હતી. જેને આધારે સુરત પોલીસ કમિશનરની સૂચનાથી ઇકો સેલના ACP દ્વારા બે પીઆઇ સહિત જુદી જુદી 12 ટીમો બનાવવામાં આવી હતી. અને છ શહેરોની છ જગ્યાએ એક સાથે રેડ પાડવામાં આવી હતી. જેમાં સુરત ઇકો સેલની ટીમ સાથે ડીસીબી ,એસઓજી, પીસીબી અને સાઇબર સેલના 50થી વધુ પોલીસ કર્મચારીઓની મદદ મેળવવામાં આવી હતી.તમામે બાતમી મળેલ જુદા જુદા શહેરોમાં નકલી કંપની સામે રેડ કરી હતી. જેમાં અત્યાર સુધીમાં ઇકો સેલની ટીમ દ્વારા 12 જેટલા નકલી કંપની ઉભી કરી જીએસટી ચોરી કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.

ગત 19 ઓક્ટોમબરના રોજ સુરત ઇકો સેલના એસીપી વીરજીતસિંહ પરમારને અંગત અને ભરોસાપાત્ર બાતમીદાર મારફતે સુરતમાં ‘‘ કેટલીક વ્યકિતઓ બનાવટી દસ્તાવેજો આધારે એબી એન્ટરપ્રાઇઝ, બારીયા એન્ટરપ્રાઇઝ, ગણેશ એન્ટરપ્રાઇઝ, જયઅંબે એન્ટરપ્રાઇઝ, એમ.ડી.ટ્રેડીંગ, મકવાણા એન્ટરપ્રાઇઝ, એમ.ડી. એન્ટરપ્રાઇઝ, એસ.જી. એન્ટરપ્રાઇઝ જેવી ડમી પેઢીઓ બનાવી છે અને તેના નામે GST લાયસન્સ મેળવી તેના નામે બેંક એકાઉન્ટ ખોલાવી દીધા છે. અને આ બેંક એકાઉન્ટમાં ગેરકાયદેસરનો વેપાર ધંધો કરીને સરકારના ધારાધોરણ મુજબનો ટેક્ષ ક્રેડીટ મેળવવા ખોટા બીલો બનાવી રહયા છે.જેના પરથી ડમી બેંક એકાઉન્ટમાં મસમોટી રકમના નાણાકીય ટ્રાન્જેકશનો કરી પોતાનો આર્થિક લાભ મેળવીને સરકાર સાથે નાણાકીય ઉચાપત કરી રહયા છે.આવી કાઓનીઓ થકી સરકારને આર્થિક નુકશાન પહોચાડી વેપારી તરીકે છેતરપીંડી વિશ્વાસધાત કરી રહેલ છે’’ તેવી બાતમી મળી હતી.આ બાતમીને આધારે તેની ખરાઈ કરવા અંગેની કામગીરી અને વર્કઆઉટ શરૂ કર્યું હતું.

ઇકો સેલના એસીપી વિરજીસિંહ પરમારને મળેલી બાતમી પર વર્કઆઉટ શરૂ કર્યું હતું. ઇકો સેલ દ્વારા ખાનગી રીતે આ માહિતીની ખરાઇ કરવા કામે લાગી હતી .દરમ્યાન તમામ પેઢીએ GST લાયસન્સ મેળવવા સારૂ જે તે વ્યકિત દ્વારા પુરાવાઓમાં રજુ કરેલ ટોરેન્ટ પાવર લીમી. કંપની તથા DGVCL ના લાઇટ બીલોની ખરાઇ કરતાં તે કસ્ટમર આઇ.ડીઓ જે તે વીજ કંપની ધ્વારા ઇસ્યુ નહીં કરાયેલ હોવાનું જાણવા મળ્યું હતું. અને લાઇટબીલો ખોટા હોવાનું સામે આવ્યું છે.વધુમાં રજીસ્ટ્રેશન સર્ટીફિકેટમાં અપલોડ કરાયેલ ફોટો કરતાં આધારકાર્ડનો ફોટો અલગ વ્યકિતનો હોવાનું જણાઈ આવ્યું હતું. આમ સમગ્ર બાતમીની ખરાઇ કરતાં સુરતની તમામ આઠ કંપની બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરતી હોવાનું સામે આવ્યું હતું.

આ તમામ પેઢીમાં ડમી વ્યકિતઓના નામ, ફોટાનો ઉપયોગ કરી નકલી પેઢીના નામે GST નંબર મેળવ્યો હોવાનું જણાય આવ્યું હતું. ઇકોસેલ દ્વારા સુરતથી ઝડપી પાડેલ આઠ જેટલી ડમી કંપનીઓની કરાઈ કર્યા બાદ તેની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ડમી પેઢીઓના નામે GST લાયસન્સ મેળવવામાં આવ્યું હતું. ડમી પેઢીઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવ્યા. વેપારી તરીકે ડમી પેઢીના નામે ખોટા બીલો બનાવ્યા ત્યાર બાદ ગેરકાયદેસરના નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા. ત્યારબાદ GST પોર્ટલમાં ખોટી રીતે ફાઇલીંગ કરી ગેરકાયદેસર રીતે સરકાર પાસેથી ટેક્સ ક્રેડીટ મેળવવામાં આવતી હતી. અને આ રીતે ગેરકાયદેસર સરકાર સાથે છેતરપીંડી અને વિશ્વાસધાત કરીને નાણાકીય ઉચાપત કરવામાં આવી હતી.

જેથી તેમની સામે વિવિધ કલમો મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન આર નેટવર્કના માત્ર સુરત પરંતુ ગુજરાતના અન્ય પાંચ શહેરોમાં પણ ચાલતું હોવાનું સામે આવ્યું હતું.અને તેને આધારે તે તમામ જગ્યાએ રેડ કરતા આજે પંદર દિવસમાં સુરત ઇકો સેલે કુલ 21 જેટલી ડમી કંપનીઓને ઝડપી પાડી છે.અને 12 જેટલા આરોપીઓને ધરપકડ કરી છે. જોકે આ તપાસ હજુ પણ ચાલુ છે. અત્યારે જીએસટી ચોરીનો આ આંક 200 કરોડ સુધી પહોંચ્યો છે. હજુ પણ ખૂબ મોટો જવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

સુરત ઇકો સેલ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી સમગ્ર ગુજરાત પોલીસ તરફથી સૌથી મોટું જીએસટી કૌભાંડ ઝડપી પાડ્યું હોવાનું માનવામાં આવે છે.ગુજરાત પોલીસ દ્વારા પ્રથમ વખત સુરતથી 200 કરોડથી વધુનું જીએસટી કૌભાંડ ઝડપી પાડ્યું છે. અત્યાર સુધી સ્ટેટ કે સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા આવા નકલી કંપનીઓના કૌભાંડને ઝડપી પાડવામાં આવતા હતા.પરંતુ પોલીસ દ્વારા આ પ્રથમ કિસ્સો છે કે જેમણે આટલું મોટું જીએસટી નેટવર્કને ઝડપી પાડ્યું છે. અને આ તપાસ હજુ પણ ચાલી રહી છે.ત્યારે જીએસટી ચોરીનો આ આંક ખૂબ જ મોટો જવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">