રેલવે સ્ટેશનોના નામ પાછળ ‘રોડ’ કેમ લખવામાં આવે છે? શું તમે તેનો અર્થ જાણો છો?
તમે ઘણીવાર જોયું હશે કે, રેલવે સ્ટેશનના નામ સાથે 'રોડ' શબ્દ જોડાયેલો હોય છે. આખરે આનો અર્થ શું છે? તેની પાછળ એક રસપ્રદ જાણકારી છે. જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.

રેલવેમાં મુસાફરી કરતી વખતે આપણે કેટલીક રસપ્રદ બાબતો જોઈએ છીએ. જેના વિશે લોકો જાણવા માટે ખૂબ જ ઉત્સુક લાગે છે. ટ્રેનની મુસાફરી દરમિયાન વિવિધ પ્રકારના નામ જોવા મળે છે. શું તમે ક્યારેય નોંધ્યું છે કે સ્ટેશનોના નામ પાછળ ‘રોડ’ શબ્દ શા માટે ઉમેરવામાં આવે છે?
આપણા દેશમાં અમુક રેલવે સ્ટેશનના નામના અંતે ‘રોડ’ શબ્દ ઉમેરવામાં આવે છે. જેમ કે જ્ઞાનપુર રોડ સ્ટેશન અથવા વસઈ રોડ સ્ટેશન. શું તમારા મનમાં પણ આવા પ્રશ્નો આવે છે? તો વાંચો આ ન્યૂઝ.
સ્ટેશનના નામ પછી ‘રોડ’ શા માટે લખવામાં આવે છે?
રેલવે સ્ટેશનના નામમાં રોડ ઉમેરવામાં આવે છે એટલે કે સ્ટેશન શહેરથી દૂર છે. આ અંતરને વ્યક્ત કરવા માટે સ્ટેશનોના નામમાં રોડ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમે શહેરથી અમુક અંતરે ટ્રેનમાં ઉતરી ગયા છો અને તમારે રોડ માર્ગે શહેરમાં પહોંચવું પડશે. જો કે સ્ટેશનથી શહેરનું અંતર નક્કી નથી. શહેરથી અંતર બે કિલોમીટર અથવા તો 100 કિલોમીટર પણ હોઈ શકે છે ! એટલે કે શહેરથી બહાર આ સ્ટેશન આવેલું હોય છે.
શહેરથી સ્ટેશનનું અંતર કેટલું છે?
રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર રેલવે સ્ટેશન સાથે જોડાયેલા ‘રોડ’ શબ્દનો અર્થ તે રેલવે સ્ટેશનથી થોડે દૂર સ્થિત શહેર છે. સ્ટેશન બોર્ડમાં રોડ શબ્દનો સમાવેશ સૂચવે છે કે તે શહેરમાં જનારા ટ્રેન મુસાફરોએ ત્યાં જ ઊતરવું જોઈએ. પરંતુ આ વાત ચોક્કસપણે મનમાં આવે છે કે તે શહેરથી રેલવે સ્ટેશનનું અંતર કેટલું હશે?
આ પ્રકારના સ્ટેશનથી શહેરનું અંતર 2 કિમીથી 100 કિમીનું છે. ઉદાહરણ તરીકે કોડાઈકેનાલ શહેર કોડાઈકેનાલ રોડ રેલવે સ્ટેશનથી 79 કિમી દૂર છે. તેવી જ રીતે હજારીબાગ રોડ રેલવે સ્ટેશન હજારીબાગ શહેરથી 66 કિમી દૂર છે. રાંચી સિટી રાંચી રોડ સ્ટેશનથી 49 કિમી દૂર છે.
રેલવે લાઇન નાખવામાં મોટી સમસ્યા હોય ત્યારે….
જ્યારે સંબંધિત શહેરો સુધી રેલવે લાઇન નાખવામાં મોટી સમસ્યા હોય ત્યારે રેલવે સ્ટેશન નગરથી દૂર બનાવવામાં આવે છે. માઉન્ટ આબુ પર રેલવે લાઈન બનાવવા માટે ઘણો ખર્ચ થાય છે. તેથી આબુથી 27 કિલોમીટરના અંતરે પર્વતની નીચે એક રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું હતું.