AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આનંદીબહેન પટેલ બાદ થોડાક જ દિવસોમાં CM ભૂપેન્દ્ર પટેલ PM નરેન્દ્ર મોદીને મળતા ગુજરાતમાં નવાજૂનીના એંધાણ !

ગુજરાતના રાજકારણને સારી રીતે સમજનારા રાજકીય વિશ્લેષકોના મતે, તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને દિલ્હીમાં મળ્યા હતા. આ મુલાકાતના થોડાક જ દિવસો બાદ, આનંદીબહેનના વિશ્વાસુ ગણાતા, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે. આ સંકેતો ગુજરાત ભાજપ અને મંત્રીમંડળમાં રાજકીય રીતે કોઈ ઘટના ઘટવાનો ઈશારો કરી રહ્યો છે.

આનંદીબહેન પટેલ બાદ થોડાક જ દિવસોમાં CM ભૂપેન્દ્ર પટેલ PM નરેન્દ્ર મોદીને મળતા ગુજરાતમાં નવાજૂનીના એંધાણ !
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2025 | 2:20 PM
Share

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે દિલ્હી જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. CM ભૂપેન્દ્ર પટેલની PM નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત એવા સમયે યોજાઈ છે કે, ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ અને ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની વરણી અંગે કાર્યવાહી ચાલી રહી છે. ભાજપના આંતરિક સુત્રોના અહેવાલ અનુસાર, CM ભૂપેન્દ્ર પટેલે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને ગુજરાતમાં ફ્રિ હેન્ડની વધુ કેટલીક સત્તા મેળવી છે. જેની અસર આવનારા સમયમાં વર્તાશે.

દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની મુલાકાતને સત્તાવાર રીતે તો ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસને સ્પર્શતા વિવિધ મુદ્દાઓની ચર્ચા માટે કરવામાં આવી હોવાનું જણાવાયું છે. CM ભૂપેન્દ્ર પટેલે, PM નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતને લગતા એક ટ્વિટમાં જણાવ્યું છે કે, ગુજરાતના સર્વાંગીણ વિકાસને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ અંગે તેમની સાથે ચર્ચા કરી અને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ પ્રત્યેક લાભાર્થી સુધી વધુ અસરકારક રીતે પહોંચાડવા અંગે તેઓશ્રીનું બહુમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.

આજે નવી દિલ્હી ખાતે ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી @NarendraModi જી સાથે મુલાકાત કરી.

ગુજરાતના સર્વાંગીણ વિકાસને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ અંગે તેમની સાથે ચર્ચા કરી અને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ પ્રત્યેક લાભાર્થી સુધી વધુ અસરકારક રીતે પહોંચાડવા અંગે તેઓશ્રીનું બહુમૂલ્ય… pic.twitter.com/dfLsZPb50S

— Bhupendra Patel (@Bhupendrapbjp) April 21, 2025

જો કે, ગુજરાતના રાજકારણને સારી રીતે સમજનારા રાજકીય વિશ્લેષકોના મતે, તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને દિલ્હીમાં મળ્યા હતા. આ મુલાકાતના થોડાક જ દિવસો બાદ, આનંદીબહેનના વિશ્વાસુ ગણાતા, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે. આ સંકેતો ગુજરાત ભાજપ અને મંત્રીમંડળમાં રાજકીય રીતે કોઈ ઘટના ઘટવાનો ઈશારો કરી રહ્યો છે.

ગુજરાતમાં ઘણા બોર્ડ અને નિગમોમાં જગ્યાઓ ખાલી છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર અસ્તિત્વમાં આવી તે પૂર્વે વિજય રૂપાણીની સરકાર હતી. આ સરકારના તમામ પ્રધાનોને સરકારમાંથી બહાર કરી દેવાયા છે. પરંતુ રાજકીય રીતે આ તમામે તમામ નેતાઓ સક્રિય રહેવાની સાથે કેટલાક સરકાર માટે રાજકીય આડશ ઊભી કરી રહ્યાં હોવાના અહેવાલ પણ ભાજપના પ્રાદેશિક નેતાઓ સમક્ષ રજૂ કરાયેલ છે. આ તમામ બાબતોએ આવનારા દિવોસમાં નવા જૂની થાય તો નવાઈ નહીં.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">