વન નેશન-વન ઇલેક્શન વિશે એ તમામ માહિતી જે તમે જાણવા માંગો છો

હાલમાં ભારતમાં રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. વન નેશન વન ઇલેક્શનનો મતલબ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થવી જોઈએ. ત્યારે આ લેખમાં અમે તમને વન નેશન-વન ઇલેક્શન સાથે સંકળાયેલી એ તમામ માહિતી વિશે જણાવીશું જે તમે જાણવા માંગો છો.

વન નેશન-વન ઇલેક્શન વિશે એ તમામ માહિતી જે તમે જાણવા માંગો છો
One Nation One Election
Follow Us:
| Updated on: Sep 18, 2024 | 7:28 PM

મોદી સરકારે ‘વન નેશન-વન ઇલેક્શન’ને મંજૂરી આપી છે. મોદી કેબિનેટે દેશમાં તમામ ચૂંટણીઓ એકસાથે કરાવવા માટે રચાયેલી રામનાથ કોવિંદ સમિતિનો અહેવાલ મંજૂર કર્યો છે. મોદી કેબિનેટની બેઠકમાં આ રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવી હતી અને તેને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. ત્યાર હવે દેશમાં વન નેશન-વન ઇલેક્શન પરથી સસ્પેન્સ દૂર થયું છે.

હાલમાં ભારતમાં રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. વન નેશન વન ઇલેક્શનનો મતલબ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થવી જોઈએ. એટલે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરશે.

ભારતમાં વન નેશન-વન ઈલેક્શનનો અર્થ એ છે કે સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભાની ચૂંટણીની સાથે તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ થવી જોઈએ. આ સાથે સ્થાનિક સંસ્થાઓ એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા, નગર પંચાયત અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ થવી જોઈએ. છેલ્લા ઘણા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી સાથે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ કરાવવાનો આગ્રહ કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી
વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?
હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક
કોલ્ડપ્લેના કોન્સર્ટમાં જઈ રહ્યા છો તો ખીસ્સામાંથી આ વસ્તુ કાઢી નાંખજો
કુંભમાં સ્નાન કરનારા ભક્તોની ગણતરી કેવી રીતે થાય છે? જાણો

Kovind committee

રામનાથ કોવિંદ કમિટીએ રિપોર્ટ સોંપ્યો

સમિતિમાં 8 સભ્યો છે, જેની રચના સપ્ટેમ્બર 2023માં કરવામાં આવી હતી. 8 સભ્યોની સમિતિની રચના ગયા વર્ષે 2 સપ્ટેમ્બરે પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદના નેતૃત્વમાં કરવામાં આવી હતી. વન નેશન વન ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક 23 સપ્ટેમ્બર 2023ના રોજ જોધપુર ઓફિસર્સ હોસ્ટેલ, દિલ્હી ખાતે યોજાઈ હતી. આ સમિતિમાં આઠ સભ્યો હતા. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે, ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, ડીપીએ નેતા ગુલાબ નબી સામેલ હતા. આ ઉપરાંત 15મા નાણાપંચના પૂર્વ અધ્યક્ષ એનકે સિંહ, લોકસભાના પૂર્વ મહાસચિવ ડૉ. સુભાષ કશ્યપ અને ભૂતપૂર્વ મુખ્ય તકેદારી કમિશનર સંજય કોઠારી પણ આ સમિતિનો ભાગ હતા.

આ સમિતિએ આ વર્ષે 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. નિષ્ણાતો અને હિતધારકો સાથે 191 દિવસ સુધી ચર્ચા કર્યા બાદ સમિતિએ 18 હજાર 626 પાનાનો રિપોર્ટ આપ્યો છે. જેમાં તમામ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ 2029 સુધી લંબાવવાનું સૂચન કરવામાં આવ્યું છે, જેથી લોકસભા ચૂંટણીની સાથે તેમની ચૂંટણી પણ કરાવી શકાય.

આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ત્રિશંકુ વિધાનસભા અથવા અવિશ્વાસ પ્રસ્તાવના કિસ્સામાં બાકીના પાંચ વર્ષ માટે નવી ચૂંટણીઓ યોજવામાં આવી શકે છે. પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થવી જોઈએ. બીજા તબક્કામાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી 100 દિવસની અંદર થઈ શકે છે. આ માટે ચૂંટણી પંચ લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓ માટે મતદાર યાદી તૈયાર કરી શકે છે. ઉપરાંત, સુરક્ષા દળો, વહીવટી અધિકારીઓ, કર્મચારીઓ અને મશીનો વગેરે માટે આગોતરા આયોજન કરવાની ભલામણ કરવામાં આવી છે.

Kovind committee report

વન નેશન-વન ઇલેક્શન સામે ઘણા પડકારો પણ છે

વન નેશન-વન ઈલેક્શન સિસ્ટમ લાગુ કરવામાં સૌથી મોટો પડકાર બંધારણ અને કાયદામાં ફેરફારનો છે. વન નેશન-વન ઇલેક્શન માટે બંધારણમાં સુધારો કરવો પડશે. આ પછી તેને રાજ્યની એસેમ્બલીઓએ પાસ કરાવવો પડશે. જો કે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે, પરંતુ તે અગાઉ પણ વિસર્જન કરી શકાય છે.

આવી સ્થિતિમાં સરકાર સામે સૌથી મોટો પડકાર એ રહેશે કે જો કોઈપણ રાજ્યની લોકસભા કે વિધાનસભા ભંગ કરી દેવામાં આવે તો વન નેશન-વન ઇલેક્શનની વ્યવસ્થા કેવી રીતે જાળવવી.

આપણા દેશમાં EVM અને VVPAT દ્વારા ચૂંટણી યોજાય છે, જેની સંખ્યા મર્યાદિત છે. લોકસભા અને વિધાનસભાની અલગ-અલગ ચૂંટણીને કારણે તેની સંખ્યા પૂરતી છે. જો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાય તો વધુ મશીનોની જરૂર પડશે. જેને પૂરી કરવી પણ એક પડકાર હશે. ત્યારે એકસાથે ચૂંટણી માટે વધુ વહીવટી અધિકારીઓ અને સુરક્ષા દળોની જરૂરિયાત પૂરી કરવી એ પણ એક મોટો પ્રશ્ન બનીને ઉભરી આવશે.

વન નેશન-વન ઇલેક્શન માટે તમામ રાજકીય પક્ષો અલગ-અલગ વિચાર ધરાવે છે. એટલા માટે આ અંગે સર્વસંમતિ બની શકતી નથી. રાજકીય પક્ષો માને છે કે આવી ચૂંટણીઓથી રાષ્ટ્રીય પક્ષોને ફાયદો થશે, પરંતુ પ્રાદેશિક પક્ષોને નુકસાન થશે. તેથી જ ખાસ કરીને પ્રાદેશિક પક્ષો આવી ચૂંટણીઓ માટે તૈયાર નથી. તેઓ એવું પણ માને છે કે જો વન નેશન-વન ઈલેક્શનની ગોઠવણ કરવામાં આવે તો રાજ્ય સ્તરના મુદ્દાઓ રાષ્ટ્રીય મુદ્દાઓને આધીન થઈ જશે. તેનાથી રાજ્યોના વિકાસને અસર થશે.

અગાઉ પણ ભારતમાં યોજાઈ છે એકસાથે ચૂંટણીઓ

આઝાદી પછી 1952, 1957, 1962 અને 1967 માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી, પરંતુ 1968 અને 1969માં ઘણી વિધાનસભાઓ સમય પહેલા વિસર્જન કરવામાં આવી હતી. જે બાદ 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી. જેના કારણે એક દેશ, એક ચૂંટણીની પરંપરા તૂટી ગઈ.

અન્ય કયા દેશોમાં છે વન નેશન-વન ઇલેક્શન સિસ્ટમ ?

જ્યાં સુધી અન્ય દેશોમાં વન નેશન-વન ઇલેક્શનની સિસ્ટમનો સવાલ છે, તો અમેરિકા, ફ્રાન્સ, સ્વીડન, કેનેડા વગેરે આ યાદીમાં સામેલ છે. અમેરિકામાં પ્રમુખ, કોંગ્રેસ અને સેનેટ માટેની ચૂંટણી દર ચાર વર્ષે એક નિશ્ચિત તારીખે યોજાય છે. અહીં એકીકૃત ચૂંટણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે દેશના તમામ સર્વોચ્ચ કાર્યાલયોની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે છે. આ માટે સંઘીય કાયદાનો સહારો લેવામાં આવે છે.

ભારતની જેમ ફ્રાન્સમાં સંસદનું નીચલું ગૃહ એટલે કે નેશનલ એસેમ્બલી છે. ત્યાં નેશનલ એસેમ્બલી તેમજ રાષ્ટ્રપતિ, સંઘીય સરકારના વડા, તેમજ રાજ્યોના વડાઓ અને પ્રતિનિધિઓની ચૂંટણીઓ દર પાંચ વર્ષે એકસાથે યોજાય છે. સ્વીડિશ સંસદ અને સ્થાનિક સરકાર માટેની ચૂંટણીઓ દર ચાર વર્ષે એક સાથે યોજાય છે. મ્યુનિસિપલ અને કાઉન્ટી કાઉન્સિલની ચૂંટણીઓ પણ આ ચૂંટણીઓ સાથે એકસાથે યોજાય છે. જો કે કેનેડામાં, હાઉસ ઓફ કોમન્સની ચૂંટણીઓ દર ચાર વર્ષે યોજાય છે, માત્ર થોડા પ્રાંતોમાં ફેડરલ ચૂંટણીઓ સાથે સ્થાનિક ચૂંટણીઓ યોજાય છે.

વન નેશન-વન ઇલેક્શનના ફાયદા

વન નેશન-વન ઇલેક્શનનો સૌથી મોટો ફાયદો એ છે કે ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે. અલગ-અલગ ચૂંટણીઓ કરાવવા માટે દર વખતે મોટી રકમ ખર્ચવામાં આવે છે. વારંવારની ચૂંટણીઓના કારણે પ્રશાસન અને સુરક્ષા દળો પર વધારાનો બોજ આવે છે, કારણ કે તેમને દરેક વખતે ચૂંટણી ફરજ બજાવવાની હોય છે. એક સાથે ચૂંટણી થશે તો કેન્દ્ર અને રાજ્ય સરકારો કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે અને વિકાસના કામો પર ધ્યાન આપી શકશે. એક જ દિવસે ચૂંટણી યોજવાથી મતદારોની સંખ્યામાં પણ વધારો થશે, કારણ કે તેમને એવું નહીં લાગે કે ચૂંટણીઓ આવતી રહે છે. તેઓ તેમના પ્રતિનિધિઓને ચૂંટવામાં વધારે રસ દાખવશે.

g clip-path="url(#clip0_868_265)">