જ્યારે કેલેન્ડરમાંથી અચાનક ગાયબ થઈ ગયા હતા 10 દિવસ, ઇતિહાસની સૌથી અનોખી ઘટના

વર્તમાનમાં આપણે જે કેલેન્ડરનો ઉપયોગ કરીએ છીએ તેને વિકસાવવામાં ઘણો સમય લાગ્યો હતો. આ દરમિયાન એવી ઘણી ભૂલો થઈ જેણે સમગ્ર વિશ્વને અસર કરી. આ દરમિયાન એક વિચિત્ર ઘટના એવી બની કે ગ્રેગોરિયન કેલેન્ડરમાંથી 10 દિવસ ગાયબ થઈ ગયા. ત્યારે આ લેખમાં આ 10 દિવસ ગુમ થવા પાછળનું રહસ્ય શું છે, તેના વિશે જાણીશું.

જ્યારે કેલેન્ડરમાંથી અચાનક ગાયબ થઈ ગયા હતા 10 દિવસ, ઇતિહાસની સૌથી અનોખી ઘટના
calendar
Follow Us:
| Updated on: Oct 23, 2024 | 5:15 PM

દેશ અને દુનિયાના એવા ઘણા રહસ્યો છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ઈતિહાસમાં એવા અનેક કોયડાઓ છે જેને ઉકેલવા દરેક વ્યક્તિનું કામ નથી. આવું જ કંઈક વર્ષ 1582ના કેલેન્ડર સાથે પણ છે. વર્તમાનમાં આપણે જે કેલેન્ડરનો ઉપયોગ કરીએ છીએ તેને વિકસાવવામાં ઘણો સમય લાગ્યો હતો. આ દરમિયાન એવી ઘણી ભૂલો થઈ જેણે સમગ્ર વિશ્વને અસર કરી. ઘણી વખત ઘણા દેશોએ નવા ફેરફારો સ્વીકારવાનો ઇનકાર પણ કર્યો હતો.

આ દરમિયાન એક વિચિત્ર ઘટના એવી બની કે ગ્રેગોરિયન કેલેન્ડરમાંથી 10 દિવસ ગાયબ થઈ ગયા. હકીકતમાં જો તમે વર્ષ 1582ના કેલેન્ડરમાં ઓક્ટોબર મહિનો જોશો, તો તમને 4 ઓક્ટોબર પછી સીધી 15 ઓક્ટોબરની તારીખ દેખાશે. ત્યારે આ લેખમાં આ 10 દિવસ ગુમ થવા પાછળનું રહસ્ય શું છે, તેના વિશે જાણીશું.

આજે આપણે આખી દુનિયામાં જે કેલેન્ડરનો ઉપયોગ કરીએ છીએ તેને ગ્રેગોરિયન કેલેન્ડર કહેવામાં આવે છે. તે પોપ ગ્રેગરી XIIIના નામ પર વર્ષ 1582માં બનાવવામાં આવ્યું હતું. આ પહેલા સમગ્ર વિશ્વમાં જુલિયન કેલેન્ડરનો ઉપયોગ થતો હતો. તે જુલિયસ સીઝરના નામ પર બનાવવામાં આવ્યું હતું. જુલિયન કેલેન્ડરમાં 12ને બદલે માત્ર 11 મહિના હતા. પહેલાની જેમ ફેબ્રુઆરીમાં 28 દિવસ હતા. બાકીના મહિનામાં 30 કે 31 દિવસ હતા.

લગ્નના 9 વર્ષ બાદ માતા બની અભિનેત્રી, 10માં મહિને પુત્રીને જન્મ આપ્યો
જામફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા
આજનું રાશિફળ તારીખ : 23-10-2024
શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો

જુલિયન કેલેન્ડરમાં ભૂલ

સૌ પ્રથમ એ સમજવું જરૂરી છે કે 1582 પહેલા વિશ્વના મોટાભાગના લોકો જુલિયન કેલેન્ડરનો ઉપયોગ કરતા હતા. આ કેલેન્ડર ઈ.સ. પૂર્વે 45માં જુલિયસ સીઝર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જુલિયન કેલેન્ડર મુજબ એક વર્ષ 365.25 દિવસનું હતું અને દર ચોથા વર્ષે એક વધારાનો દિવસ એટલે કે લીપ વર્ષ ઉમેરવામાં આવતું હતું. પરંતુ આ કેલેન્ડરમાં એક મોટી ભૂલ હતી. હકીકતમાં પૃથ્વીનું એક સૌર વર્ષ 365.2422 દિવસનું છે અને આ નાના તફાવતને કારણે કેલેન્ડર અને વાસ્તવિક સૌર વર્ષ વચ્ચે દર વર્ષે 11 મિનિટનો તફાવત આવતો હતો.

11 મિનિટની આ નાની ભૂલે 1,600 વર્ષ પછી 10 દિવસનો ફરક પાડ્યો હતો. સમય જતાં તહેવારો અને ધાર્મિક કાર્યક્રમોની તારીખો વાસ્તવિક સીઝન ખાસ કરીને ઇસ્ટરના તહેવાર સાથે મેળ ખાતી ન હતી. આ ઉત્સવ વસંત પંચમી પછીની પ્રથમ પૂર્ણિમા પર ઉજવવામાં આવતો હતો અને જુલિયન કેલેન્ડરમાં વિક્ષેપને કારણે તેના યોગ્ય સમયથી દૂર જતો રહ્યો હતો. તેથી ચર્ચને લાગ્યું કે આ સમસ્યાને દૂર કરવી જરૂરી છે.

ગ્રેગોરિયન કેલેન્ડરનો જન્મ

1582માં પોપ ગ્રેગરી XIII એ આ ગડબડને ઠીક કરવાનો નિર્ણય કર્યો અને એક નવા કેલેન્ડરની યોજના બનાવી, જેને આપણે આજે ગ્રેગોરીયન કેલેન્ડર તરીકે જાણીએ છીએ. આ કેલેન્ડરમાં લીપ વર્ષ માટેના નિયમો બદલવામાં આવ્યા હતા અને એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું હતું અને 10 વધારાના દિવસો દૂર કરવામાં આવ્યા હતા જેથી કેલેન્ડર સૌર વર્ષ સાથે મેચ કરી શકાય.

પોપ ગ્રેગરીએ જાહેરાત કરી કે 4 ઓક્ટોબર, 1582 પછીનો બીજો દિવસ 5 ઓક્ટોબર નહીં પરંતુ 15 ઓક્ટોબર હશે. આ 10 દિવસો કેલેન્ડરમાંથી દૂર કરવામાં આવ્યા હતા જેથી જૂની ભૂલ સુધારી શકાય અને કેલેન્ડરને સમયસર પાછું લાવી શકાય.

જો કે આ ફેરફાર જરૂરી હતો, પરંતુ તેનો અમલ કરવો સરળ ન હતો. 1582માં આ પરિવર્તનને સૌપ્રથમ કેથોલિક દેશો જેમ કે ઇટાલી, સ્પેન, ફ્રાન્સ અને પોલેન્ડ દ્વારા અપનાવવામાં આવ્યું હતું. પરંતુ પ્રોટેસ્ટન્ટ અને અન્ય દેશોએ તરત જ આ ફેરફાર સ્વીકાર્યો ન હતો. બ્રિટન અને તેની વસાહતોએ 1752 સુધી ગ્રેગોરિયન કેલેન્ડરને અપનાવ્યું ન હતું, જ્યારે રશિયાએ તેને 1918માં અપનાવ્યું હતું. આનાથી ઘણા વર્ષો સુધી જુદા જુદા દેશોમાં જુદી જુદી તારીખો અને વેપાર અને આંતરરાષ્ટ્રીય સંપર્કોમાં ઘણી મૂંઝવણ થઈ.

ગાયબ થયેલા દિવસોના કારણે શું થયું ?

કેલેન્ડર બદલાવાને કારણે લોકોના રોજબરોજના જીવનમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. લોકોને લાગ્યું કે તેમના 10 દિવસ ગુમ થઈ ગયા છે. ઘણા દેશોમાં લોકોએ વિરોધ કરવાનું શરૂ કર્યું, એવું લાગ્યું કે તેમના જીવનના 10 દિવસ તેમની પાસેથી છીનવી લેવામાં આવ્યા છે, ખાસ કરીને જ્યારે તે વેતન અથવા ભાડા જેવી બાબતોની વાત આવે છે. જો કે, આ 10 દિવસ ટેકનિકલી ગુમ થવાથી કોઈની ઉંમરમાં કોઈ ફરક પડતો નથી. આ ફક્ત કેલેન્ડર સુધારણા હતી અને તે સમયને યોગ્ય રીતે ગણતરી કરવાની મંજૂરી આપે છે.

ઇતિહાસમાં 10 ગુમ થયેલ દિવસો એ કેલેન્ડર સુધારણામાં એક મહત્વપૂર્ણ ઘટના હતી જેણે સમગ્ર વિશ્વમાં સમયની ગણતરીઓને સુધારી હતી. ગ્રેગોરિયન કેલેન્ડર જેનો આપણે આજે ઉપયોગ કરીએ છીએ, તેણે જુલિયન કેલેન્ડરની ભૂલોને સુધારવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આ ઘટના દર્શાવે છે કે માનવ સભ્યતા માટે સમયનું માપન અને આયોજન કેટલું મહત્વનું છે અને કેવી રીતે એક નાનકડો ફેરફાર સમગ્ર વિશ્વના ઇતિહાસ અને ભવિષ્યને અસર કરે છે.

આ જ રીતે બ્રિટનમાં પણ કેલેન્ડરમાંથી 11 દિવસ ગાયબ થયા હતા

તમે જુદા જુદા કેલેન્ડર વિશે સાંભળ્યું જ હશે. તેમની અલગ અલગ તારીખો પણ છે. બ્રિટન પણ એક એવો દેશ છે, જ્યાં કેલેન્ડરમાંથી 11 દિવસ ગાયબ થઈ ગયા હતા. તેનો અર્થ એ છે કે તે 11 દિવસ બ્રિટને ગણ્યા ન હતા. લોકો રાત્રે સૂતા હતા અને જ્યારે તેઓ જાગ્યા ત્યારે 11 દિવસ વીતી ગયા હતા.

વર્ષ 1752માં 3 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બરની વચ્ચે, અહીં ન તો કોઈનો જન્મ થયો, ન કોઈનું મૃત્યુ થયું, ન તો કોઈ લગ્ન થયા. ના કોઈ કોઈ યુદ્ધ થયું હતું, ના કોઈ વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કારણ કે આ દેશના કેલેન્ડરમાં આ 11 દિવસનું અસ્તિત્વ જ નહોતું.

લોકો 2 સપ્ટેમ્બર, 1752ની રાત્રે ઊંઘ્યા અને સીધા 14 સપ્ટેમ્બરના રોજ જાગ્યા હતા. કારણ કે બ્રિટન અગાઉ જુલિયન કેલેન્ડરનો ઉપયોગ કરતું હતું, જ્યારે તેના મોટાભાગના પડોશીઓ પહેલાથી જ ગ્રેગોરિયન કેલેન્ડર તરફ આગળ વધી ગયા હતા. આ કારણે બ્રિટને પણ નવું કેલેન્ડર અપનાવવું પડ્યું. જેના કારણે બ્રિટનને 11 દિવસનું નુકસાન વેઠવું પડ્યું હતું. નવા કેલેન્ડરને અપનાવવા માટે બ્રિટિશ સંસદે એક કાયદો પસાર કર્યો, જે કેલેન્ડર ન્યૂ સ્ટાઈલ એક્ટ 1750 તરીકે ઓળખાય છે.

ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિ નુકસાન પેકેજ કરાયું જાહેર, જુઓ Video
ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિ નુકસાન પેકેજ કરાયું જાહેર, જુઓ Video
વડોદરાની મહિલાનો ડિજિટલ અરેસ્ટનો વીડિયો આવ્યો સામે
વડોદરાની મહિલાનો ડિજિટલ અરેસ્ટનો વીડિયો આવ્યો સામે
વાત્સલ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી વાન પલટાઈ, જુઓ Video
વાત્સલ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી વાન પલટાઈ, જુઓ Video
નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનને PI દ્વારા માર મરાયો હોવાની કોર્ટમાં
નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનને PI દ્વારા માર મરાયો હોવાની કોર્ટમાં
ચિલોડાના સાદરા ગામે વિધર્મીએ હિન્દુ દેવતા પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી
ચિલોડાના સાદરા ગામે વિધર્મીએ હિન્દુ દેવતા પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી
દિવાળી પહેલા આરોગ્ય વિભાગની તવાઇ, 50 સ્થળ પર હાથ ધર્યું ચેકિંગ
દિવાળી પહેલા આરોગ્ય વિભાગની તવાઇ, 50 સ્થળ પર હાથ ધર્યું ચેકિંગ
થરાદમાં ઝડપાયેલ શંકાસ્પદ ખાતરના નમૂના ફેલ, પોલીસે તપાસ હાથ ધરી
થરાદમાં ઝડપાયેલ શંકાસ્પદ ખાતરના નમૂના ફેલ, પોલીસે તપાસ હાથ ધરી
Gir Somnath Rain : સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
Gir Somnath Rain : સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
વડોદરામાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો
વડોદરામાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેત
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેત
g clip-path="url(#clip0_868_265)">