Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ કંપનીઓ બનાવે છે EVM, જાણો તેના નિર્માણ અને ફાયદાઓ વિશે

ભારતમાં ઓછા વોલ્ટેજથી ચાલતા આ ઈવીએમથી કંરટ લાગવાની સંભાવના નહીંવત હોય છે. બેટરીથી ચાલતુ હોવાતી આખા ભારતમાં સરળતાથી આ ઈવીએમનો ઉપયોગ થાય છે.

આ કંપનીઓ બનાવે છે EVM, જાણો તેના નિર્માણ અને ફાયદાઓ વિશે
Manufacturing of EVMImage Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2022 | 3:36 PM

આધુનિક સમયમાં મતદાન સમયે EVM અને VVPATનો ઉપયોગ કરવામાં આવે છે. મતદાન મથક પર જે મશીન પર મતદાતા વોટ આપે છે તે EVMનું ફુલ ફોર્મ છે Electronic Voting Machine. જણાવી દઈએ કે ઈવીએમ 6 વોલ્ટની સાધારણ બેટરીથી ચાલે છે. આ ઈવીએમનું નિર્માણ ‘ઈલેક્ટ્રોનિક્સ કોપોર્રેશન ઓફ ઈન્ડિયા લિમેટેડ, હૈદરાબાદ’ અને ‘ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, બેંગ્લોર’ દ્વારા કરવામાં આવે છે. ચાલો જાણીએ ઈવીએમના નિર્માણ અને ખાસિયત વિશેની વાતો.

ભારતમાં ઓછા વોલ્ટેજથી ચાલતા આ ઈવીએમથી કંરટ લાગવાની સંભાવના નહીંવત હોય છે. બેટરીથી ચાલતુ હોવાથી આખા ભારતમાં સરળતાથી આ ઈવીએમનો ઉપયોગ થાય છે.

હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયાની કુલ નેટવર્થ કેટલી છે?
મૌની રોય કેટલા કરોડની માલિક છે? જાણો
હાર્દિક પંડ્યા સાથે જાસ્મિને સંબંધોની કરી પુષ્ટિ? મેચ બાદ MI ટીમની બસમાં બેઠી
Plant in pot : ઉનાળામાં ભૂલથી પણ આ ખાતરનો ઉપયોગ ન કરતા, છોડ સૂકાઈ શકે છે
Soft Healthy Hair: શું તમે નબળા અને ડ્રાય હેરથી પરેશાન છો? આ ફૂલનો કરો ઉપયોગ
Bitter Gourd Juice: દરરોજ સવારે કાચા કારેલાનું જ્યુસ પીવાથી થશે અનેક ફાયદા

એક ઈવીએમમાં બે ભાગ હોય છે- નિયંત્રણ એકમ અને મતદાન એકમ. આ બંને મશીન પાંચ મીટરના કેબલથી જોડાયેલા હોય છે. નિયંત્રણ એકમ મતદાન અધિકારી પાસે રહે છે, જ્યારે મતદાન એકમ મતદાન રુમમાં હોય છે. મતદાન એકમ પર ઉમેદવારોના નામ, ફોટો અને પક્ષના ચિન્હો હોય છે, જેની સામેના બટનને દબાવીને મતદાતા મત આપી શકે છે. મતગણતરી સમયે નિયંત્રણ એકમના માધ્યમથી દરેક જગ્યાએ મતગણતરી થાય છે.

ઈવીએમની ખાસિયત

  1. એક ઈવીએમના મતદાન એકમમાં વધુમાં વધુ 16 ઉમેદવારોના નામ આવી શકે છે. એવા 4 મતદાન એકમને જોડીને કુલ 64 ઉમેદવારો (16 ઉમેદવારો દીઠ એક) માટે મતદાન એકમની વ્યવસ્થા થાય છે.
  2. જો કોઈ બેઠક પર 64થી વધારે ઉમેદવાર હોય તો મતદાન માટે પારંપરિક મતદાન પેટીનો ઉપયોગ થાય છે.
  3. એક ઈવીએમમાં વધારેમાં વધારે 3840 વોટ રેકોર્ડ કરી શકાય છે.
  4. ઈવીએમ મશીનમાં બટનને 2 વાર દબાવીને ઉમેદવારને એકથી વધારે વોટ આપવુ સંભવ નથી.
  5. મતદાન એકમમાં ઉમેદવારોના નામ સામેના બટનને દબાવ્યા બાદ થોડા સમય માટે મશીન બંધ થઈ જાય છે.
  6. ઈવીએમ ‘એક વ્યક્તિ, એક વોટ’ના સિદ્ધાંત પર કામ કરે છે.
  7. આ વર્ષથી મતદાન એકમ પર ઉમેદવરોના નામ, ચિન્હ સાથે તેમનો ફોટો પણ હોય છે.

ઈવીએમના ઉપયોગથી થતા ફાયદા

  1. એક ભારતીય ઈવીએમને લગભગ 15 વર્ષથી સુધી ઉપયોગમાં લઈ શકાય છે.
  2. વર્તમાનમાં એક ઈવીએમની કિંમત 17 હજાર રુપિયા હોય છે.
  3. આ ઈવીએમને કારણે ભૂતકાળમાં થતા મતપત્ર, વાહન પરિવહન, ગણતરી કરવા માટેના કર્મચારીઓ પર થતા લાખો રુપિયાના ખર્ચા ઘટી ગયા છે.
  4. મતદાન પહેલા અને મતદાન ખતમ થઈ ગયા પછી માત્ર તેમાં બેટરી ઓન-ઓફ કરવાની જરુર હોય છે.
  5. એક અનુમાન અનુસાર, ભારતમાં ઈવીએમ મશીનના ઉપયોગને કારણે એક રાષ્ટ્રીય ચૂંટણીમાં લગભગ 10,000 ટન મતપત્ર બચી જાય છે.
  6. ઈવીએમ મશીન હળવુ અને પોર્ટેબલ છે. આ મશીન મતદાન પેટીની સરખામણીમાં એક જગ્યાથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય છે.
  7. ઈવીએમ મશીનથી મતગણતા ઝડપથી થાય છે.
  8. નિરક્ષર લોકો મતપત્રની પારંપરિક રીત કરતા વધારે સરળતાથી ઈવીએમ મશીનથી મતદાન કરી શકે છે.
  9. ઈવીએમ મશીનમાં ફ્રોડ વોટની સંભાવના નહિંવત છે.
  10. મતદાન થતા જ ઈવીએમ મશીનની મેમોરી જાતે જ પરિણામ સ્ટોર કરે છે.
  11. ઈવીએમના નિયંત્રણ એકમમાં મતદાનના પરિણામ 10 વર્ષથી વધારે સમય સુધી મેમોરીમાં સુરક્ષિત રાખી શકાય છે.
g clip-path="url(#clip0_868_265)">