AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈઝરાયેલની અભેદ સુરક્ષા વ્યવસ્થા કેમ નિવડી નિષ્ફળ ? હમાસે જમીન, આકાશ અને દરિયાઈ માર્ગે હુમલો કરીને મોસાદને પણ ચોંકાવી દીધું

ઇઝરાયેલમાં ઘૂસીને હમાસે યુદ્ધની જ્વાળાઓ પ્રગટાવી દીધી છે. હમાસે ઈઝરાયેલના રહેણાંક વિસ્તારો અને સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતા. હમાસના સુઆયોજીત હુમલા બાદ ઈઝરાયેલમાં ઠેર ઠેર અરાજકતાનો માહોલ સર્જાયો છે. જો કે હમાસના હુમલા બાદ, ઈઝરાયેલે વળતો હવાઈ હુમલા કરીને પેલેસ્ટાઈનમાં તબાહી મચાવી છે. ટેન્ક દ્વારા ભારે તોપમારો અને મિસાઈલ અને રોકેટનો મારો ચલાવ્યો છે. બંને પક્ષે વ્યાપક નુકસાન થયાના અહેવાલ સામે આવ્યા છે. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનમાં ઘણા લોકો માર્યા ગયા છે. તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ઈઝરાયેલની અભેદ સુરક્ષા વ્યવસ્થા કેમ નિવડી નિષ્ફળ ? હમાસે જમીન, આકાશ અને દરિયાઈ માર્ગે હુમલો કરીને મોસાદને પણ ચોંકાવી દીધું
Why did Israels unique security system fail
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2023 | 10:09 AM
Share

ઈઝરાયેલની ગણતરી દુનિયામાં સૌથી સુરક્ષિત અને મજબૂત સંરક્ષણ વ્યવસ્થા ધરાવતા દેશોમાં થાય છે. ઈઝરાયેલની પાસે આયર્ન ડોમ સિસ્ટમ છે. જે મોટી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો એક ભાગ ગણાય છે. ઈઝરાયેલે તેને લાખો ડોલર ખર્ચીને આયર્ન ડોમ સિસ્ટમ ઊભી કરી છે. આજે જ્યારે મજબૂત ગણાતી આયર્ન ડોમ સિસ્ટમને ભેદીને ઈઝરાયેલમાં સશસ્ત્ર હુમલા કરવામાં આવ્યા છે. ત્યારે સૌ કોઈના મનમાં એ સવાલ થાય જ કે, ઈઝરાયેલની મજબૂત સંરક્ષણ પ્રણાલી કેવી રીતે નિષ્ફળ ગઈ?

ઈઝરાયેલ દ્વારા હંમેશાથી એવો દાવો કરવામાં આવતો હતો છે કે આયર્ન ડોમ સિસ્ટમ, આપોઆપ એ શોધી લે છે કે ઈઝરાયેલ ઉપર છોડાયેલી મિસાઈલ રહેણાંક વિસ્તારોમાં પડી રહી છે કે નહીં, અને કઈ મિસાઈલ તેના નિર્ધારીત લક્ષ્યને ગુમાવી રહી છે. જે મિસાઈલ રહેણાંક વિસ્તારોમાં ત્રાટકવાની હોય તેને આ સિસ્ટમ દ્વારા શોધી શકાય છે અને હવામાં જ તેને નષ્ટ કરી દેવાય છે. આ સુરક્ષા પ્રણાલી ખાસ કરીને પેલેસ્ટાઈન પરના હુમલાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી. પરંતુ આજે આ અભેદ સુરક્ષા વ્યવસ્થાને હમાસના આતંકવાદીઓએ ભેદી નાખી અને સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલા સૌને ચોકાવી દીધા છે.

ઈઝરાયેલની મજબૂત સૈન્ય શક્તિ માત્ર આવી પ્રણાલીઓને કારણે જ નથી બની. ઇઝરાયેલે તેના સૈનિકોને તાલીમ આપવા અને તેમના હથિયારોને અપગ્રેડ કરવા માટે પણ ઘણો ખર્ચ કર્યો છે અને સતત ખર્ચો કરતુ આવે છે. આ જ કારણ છે કે, આજે ઇઝરાયેલને પશ્ચિમ એશિયામાં સૌથી મજબૂત દેશ ગણવામાં આવે છે.

ઈઝરાયેલની વસ્તી માત્ર 85 લાખની આસપાસ

ઈઝરાયેલમાં મિસાઈલ હુમલાના કારણે અનેક લોકોના મોત થયા છે તો કેટલાક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈઝરાયેલની અનેક ઈમારતો ઉપર ત્રાટકેલા રોકેટને કારણે આગની લપેટમાં લપટાઈ ગઈ છે. હમાસના હુમલાખોરોએ ઈઝરાયેલના અનેક સૈનિકો અને નાગરિકોને બંધક બનાવ્યા છે. ઈઝરાયેલની સ્થાપના વર્ષ 1948માં એક દેશ તરીકે કરવામાં આવી હતી. 75 વર્ષ જૂના ઈઝરાયેલનું કુલ ક્ષેત્રફળ ભારતના નાના રાજ્યમાં ગણાતા મણિપુર કરતા પણ ઓછું છે. ઈઝરાયેલની વસ્તી પણ આશરે 85 લાખની આસપાસ છે. પરંતુ સૈન્ય ક્ષમતાના મામલામાં તે અન્ય કેટલાય દેશોથી આગળ છે. આ જ કારણ છે કે પોતાના સંરક્ષણ પાછળ સૌથી વધુ ખર્ચ કરનારા દેશોની યાદીમાં ઈઝરાયેલ વર્ષ 2016માં 15મા સ્થાને હતું.

એવું પણ કહેવાય છે કે, 1985 સુધી ઇઝરાયેલ વિશ્વમાં સૌથી વધુ ડ્રોનની નિકાસ કરનાર દેશ હતો. ડ્રોનના વૈશ્વિક બજાર પર ઈઝરાયેલનું 60 ટકા પ્રભુત્વ હતું. એટલું જ નહીં વર્ષ 2010માં પશ્ચિમી સંગઠન નાટોના પાંચ દેશો, અફઘાનિસ્તાનમાં ઈઝરાયલી નિર્મિત ડ્રોન ઉડાવી રહ્યા હતા. અને તેના વડે તાલિબાની ગતિ ઉપર દેખરેખ રાખી રહ્યાં હતા. ઈઝરાયેલની ગણતરી એવા દેશોમાં થાય છે જેમની ટેક્નોલોજી અને સૈન્ય ક્ષમતાને વિશ્વના અન્ય દેશ ઉદાહરણ તરીકે ટાંકે છે.

વૈશ્વિક સર્વોચ્ચતા માટેની લડાઈમાં જૂથવાદ

જ્યારે પણ કોઈ દેશ પર હુમલો થાય છે ત્યારે ત્યાંની સરકારને સૌ પ્રથમ પડકારવામાં આવે છે. કોઈ પણ સરકાર ચોક્કસપણે અન્ય મિત્ર દેશો સાથે જોડાણ ધરાવતા હોય છે, જેને આપણે એક સાદી ભાષામાં વૈશ્વિક સર્વોચ્ચતાની લડાઈમાં જૂથવાદ પણ કહી શકીએ. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું આ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધમાં પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. વિશ્વના એક બીજાના ટેકેદાર દેશ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધમાં ઝંપલાવશે ?

ઈઝરાયેલના યુદ્ધ ક્ષેત્રથી જે કોઈ વીડિયો સામે આવ્યા છે તેમાં પણ આવા જ સંકેતો મળ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઈરાન દ્વારા પેલેસ્ટાઈનના હમાસને પુરા પડાયેલા રોકેટથી ઈઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો હતો.

  1. હમાસને ઈરાન પાસેથી લાંબા અંતરના રોકેટ મળ્યા હતા.
  2. આ રોકેટ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ દ્વારા પેલેસ્ટાઈનમાં પહોચાડાયા હતા.
  3. ઈરાનની સેનાએ હમાસને આવા રોકેટ ચલાવવાની ટ્રેનિંગ પણ આપી હતી.
  4. આ રોકેટની મારક ક્ષમતા 100 થી 500 કિલોમીટરની છે.

ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ ખેલવાનો હેતુ ?

હાલના આ યુદ્ધને કારણે સવાલ એ છે કે ઈરાન આવું કેમ કરી રહ્યું છે ? એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરાનનો હેતુ ઈઝરાયેલ વિરુદ્ધ નોર્થ ફ્રન્ટ ખોલવાનો છે ? આના કારણે શું થશે તેના પર આજે આખી દુનિયા નજર રાખી રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હજુ સમાપ્ત થયું નથી, પરંતુ એક નવો યુદ્ધ મોરચો ખુલ્યો છે અને તેમાં સમગ્ર વિશ્વ બે જૂથ વચ્ચે વહેંચાયેલા જોવા મળી રહ્યા છે. ઈઝરાયેલની સાથે અમેરિકા, બ્રિટન અને જર્મની જેવા દેશો છે જ્યારે પેલેસ્ટાઈનની સાથે ઈરાન, ઈરાક, કુવેત પાકિસ્તાન અને કતાર જેવા દેશો છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
g clip-path="url(#clip0_868_265)">