Corona Vaccine : આ દેશમાં વેક્સિનને લઈને સખ્ત નિયમ, વેક્સિન ના લેવા પર નોકરીથી ધોવા પડશે હાથ
કોરોના ( Corona) મહામારીથી ખરાબ રીતે પ્રભાવિત અમેરિકાના મોટા શહેર ન્યુયોર્કમાં રસીકરણને પ્રોત્સાહન આપવા માટે તમામ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીએ વેક્સિન લેવાની ના પાડતા ટોચના ફૂટબોલ કોચ સહિત ઘણા લોકોને કાઢી મૂક્યા છે.
વિશ્વભરમાં કોરોના (Corona) મહામારીએ ભરડો લીધો હતો. જેમાં સૌથી વધુ અમેરિકાને થઇ હતી. તો બીજી તરફ કોરોના સામેનું એક માત્ર હથિયાર હોય તો તે છે કોરોના વેક્સિન. (Corona Vaccine) કોરોના મહામારીથી ખરાબ રીતે પ્રભાવિત થયેલા અમેરિકાના મોટા શહેર ન્યુયોર્કમાં રસીકરણને પ્રોત્સાહન આપવા માટે તમામ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. જો લોકો રસી નહીં લે તો તેમને કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી રહી છે.
હજારો શિક્ષકો, નર્સો અને અન્ય વિભાગોના કર્મચારીઓએ પણ તેમની નોકરી ગુમાવવાના ડરથી રસીકરણ કરાવ્યું છે. જેઓએ રસી લેવાનો ઇનકાર કર્યો હતો તેઓએ તેમની નોકરી ગુમાવી દીધી છે.
ન્યુ યોર્ક સિટીના શિક્ષણ વિભાગોએ શિક્ષકો અને અન્ય કર્મચારીઓ માટે રસીકરણની સમયમર્યાદા નક્કી કરી છે. તે નિયત સમય સુધીમાં જો તેઓ રસી નહીં લે તો તેને નોકરીમાંથી દૂર કરવા માટે અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું હતું. જે લોકોએ આદેશોનું પાલન ન કર્યું તેમને નોકરી ગુમાવવી પડી છે. જે પૈકી એક શિક્ષક જોસેફી વાલ્ડેઝ હતા. વાલ્ડેઝ એ શિક્ષણ વિભાગના ચાર ટકા કર્મચારીઓમાં સામેલ હતા. જેમાં 1.5 લાખ કર્મચારીઓ હતા જેમણે વિભાગના આદેશનું પાલન કર્યું ન હતું.
વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીએ ટોચના ફૂટબોલ કોચ સહિત અનેક લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા
આ મહિને વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીએ તેના ટોચના ફૂટબોલ કોચ અને ટીમના સ્ટાફના કેટલાક સભ્યોને પણ રસી લેવાનો ઇનકાર કરવા બદલ બરતરફ કર્યા હતા.તો મેસેચ્યુસેટ્સમાં 150થી વધુ પ્રાંતીય પોલીસ અધિકારીઓએ રસીકરણ ન થવાના કારણે તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
જે લોકો રસી નથી લેતા તેઓનું પણ અલગ-અલગ મંતવ્ય છે. કેટલાક તેને વ્યક્તિગત પસંદગી અને સ્વતંત્રતા વિશે કહે છે, જ્યારે કેટલાક ધર્મની આડને લઈને બચવા માંગે છે. કેટલાક લોકોએ આ અંગે ભય પણ વ્યક્ત કર્યો છે. આવા લોકોનું કહેવું છે કે આ રસી ખૂબ જ ઓછા સમયમાં વિકસાવવામાં આવી છે અને તેને લગાવવી એ જીવના જોખમથી ઓછું નથી.
અમેરિકા અને ઈઝરાયેલ શરૂઆતમાં વેક્સિનેશન મામલે આગળ હતા. અમેરિકાએ સૌથી પહેલા રસીકરણ શરૂ કર્યું હતું. જુલાઈ સુધીમાં તેણે તેની 67 ટકા વસ્તીને રસીનો પ્રથમ ડોઝ આપ્યો હતો. ઇઝરાયેલે પણ ગયા વર્ષે ડિસેમ્બરમાં રસીકરણ શરૂ કર્યું હતું. તે હવે બૂસ્ટર ડોઝનું પણ લગાવવામાં આવી રહ્યા છે. પરંતુ આરબો, રૂઢિચુસ્ત યહૂદીઓ અને યુવાન ઇઝરાયેલીઓમાં રસીથી પાછળ છે.
ઇઝરાયેલ અત્યાર સુધી તેની કુલ વસ્તીના માત્ર 63 ટકા જ રસીકરણ કરી શક્યું છે, જે દક્ષિણ કોરિયા, ઇટાલી અને અન્ય 40 દેશો કરતાં ઓછું છે.ચીને બે અબજથી વધુ ડોઝ આપ્યા હોવાનો દાવો કર્યો છે. ભારતે અત્યાર સુધીમાં એક અબજથી વધુ રસીઓ આપી છે. તે પછી, અમેરિકા ત્રીજા નંબરે છે અને અત્યાર સુધી તેણે 41 કરોડથી વધુ રસીઓ આપી છે.
આ પણ વાંચો : Goole meet update : ગુગલ મીટમાં આવ્યું નવું અપડેટ, હવે મિટિંગ હોસ્ટ કરનારને મળશે એક્સ્ટ્રા કંટ્રોલ