Goole meet update : ગુગલ મીટમાં આવ્યું નવું અપડેટ, હવે મિટિંગ હોસ્ટ કરનારને મળશે એક્સ્ટ્રા કંટ્રોલ
Google Meet Update : કંપનીએ હોસ્ટ કરનારને કેમેરા અને માઇક્રોફોન બંધ કરવા માટેનો વિકલ્પ આપ્યો છે. આ સ્થિતિમાં જો મીટિંગ દરમિયાન હોસ્ટ ઈચ્છે તો મીટિંગના તમામ યુઝર્સના કેમેરા અને માઈક્રોફોન બંધ કરી શકે છે.
જાણીતી Google તેના યુઝર્સને સુવિધામાં વધારો કરતું રહે છે. હાલમાં Google Meet દ્વારા એક નવું ફીચર અપડેટ આપવામાં આવ્યું છે. જેના કારણે હોસ્ટ મીટિંગને વધુ સારી રીતે કંટ્રોલ કરી શકશે. આ પહેલા ગૂગલ મીટના તમામ યુઝર્સ પાસે માઇક અને કેમેરાનું કંટ્રોલ હતું. જેના કારણે ઘણી વખત મિટિંગ દરમિયાન ગરબડ થઈ હતી. આનો સામનો કરવા માટે હોસ્ટને કંપની તરફથી કેમેરા અને માઇક્રોફોન બંધ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જો મીટિંગ દરમિયાન હોસ્ટ ઈચ્છે તો મીટિંગના તમામ યુઝર્સના કેમેરા અને માઈક્રોફોન બંધ કરી શકે છે.
મોબાઇલ આધારિત iOS અને Android એપ્લિકેશન્સ માટે અપડેટ્સ આવશે
અમને જણાવી દઈએ કે માઈક્રોસોફ્ટ ટીમ્સમાં ગૂગલ જેવી સુવિધા પહેલાથી જ માઈક્રોસોફ્ટ દ્વારા આપવામાં આવી રહી છે. આ જ તર્જ પર Google દ્વારા Google ના એજ્યુકેશન ફંડામેન્ટલ્સ અને એજ્યુકેશન પ્લસના તમામ કાર્યસ્થળોના મીટિંગ હોસ્ટર કરનારને વધુ કંટ્રોલ આપવામાં આવી રહ્યા છે.આ સાથે જ બાકીના Google Workspaceને આગામી દિવસોમાં આ સુવિધાનું અપડેટ મળશે.
મીટિંગ હોસ્ટ પાસે તમામ યુઝર્સના માઇક્રોફોન અને કેમેરાને મ્યૂટ કરવાનો અધિકાર હશે. જો કે જો જરૂરી હોય તો યુઝર્સ પોતાને અનમ્યૂટ કરી શકશે. જ્યારે માત્ર હોસ્ટ પાસે તમામ યુઝર્સને મ્યૂટ કરવાની સુવિધા હશે. આ સુવિધા ફક્ત ડેસ્કટોપ બ્રાઉઝર્સ માટે ઉપલબ્ધ રહેશે. પરંતુ ટૂંક સમયમાં આઇઓએસ અને એન્ડ્રોઇડ આધારિત મોબાઇલ એપ્સ માટે આ ફીચર રિલીઝ થઇ શકે છે.
કેમેરા અને માઇક્રોફોન ફીચર ડિફોલ્ટ તરીકે રહેશે મ્યુટ
Google Meetનું માઇક્રોફોન અને કેમેરા ફીચર ડિફૉલ્ટ રૂપે લૉક કરવામાં આવશે. હોસ્ટ મીટિંગ દરમિયાન તેને ચાલુ કરી શકશે. તાજેતરમાં, ગૂગલ મીટ માં લાઇવ સ્પીચ ટ્રાન્સલેશન કેપ્શન ફીચર ગૂગલ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. લાઇવ કેપ્શન ફીચર ખાસ કરીને તે યુઝર્સ માટે ખૂબ જ અનુકૂળ રહેશે જેમને વિઝન સાથે સમસ્યા છે. તેમજ જે યુઝર્સને વાંચવામાં મુશ્કેલી પડે છે.
આ પણ વાંચો : Sovereign Gold Bond: આજથી 5 દિવસ મળશે સસ્તા ભાવે શુદ્ધ સોનું , જાણો કઈ રીતે કરવી ખરીદી અને 1 તોલાનો ભાવ શું છે?