US election results : અમેરિકામાં ચૂંટણી લડી રહ્યાં છે મૂળ ભારતીય 9 ઉમેદવાર, જાણો તેમની બેઠકના પરિણામ

યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં 9 ભારતીય મૂળના નેતાઓ પણ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ ​​માટે ચૂંટણી લડી રહ્યા છે. ખાસ વાત એ છે કે જ્યારે રિપબ્લિકન પાર્ટી સેનેટમાં બહુમતી મેળવીને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતી તરફ આગળ વધી રહી છે, ત્યારે ભારતીય-અમેરિકન મૂળના ઉમેદવારોની ચૂંટણીમાં હાલત કેવી રહી છે. જાણો તમામ 9 ભારતીય-અમેરિકન નેતાઓની બેઠકોની સ્થિતિ.

US election results : અમેરિકામાં ચૂંટણી લડી રહ્યાં છે મૂળ ભારતીય 9 ઉમેદવાર, જાણો તેમની બેઠકના પરિણામ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2024 | 2:15 PM

રાષ્ટ્રપતિની ચૂંટણીની સાથે સાથે અમેરિકામાં સેનેટર અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની ચૂંટણી પણ યોજાઈ રહી છે. જ્યાં સેનેટની 34 સીટો અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની 435 બેઠક માટે પણ ચૂંટણી યોજાઈ હતી. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં નવ ભારતીય-અમેરિકનો પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

ભારતીય-અમેરિકનોમાં, સુહાસ સુબ્રમણ્યમ, અમી બેરા, પ્રમિલા જયપાલ અને અમીશ શાહ જેવા જાણીતા નામનો સમાવેશ થાય છે. જેમાંથી 7 ઉમેદવારો ડેમોક્રેટિક પાર્ટીમાંથી જ્યારે 2 રિપબ્લિકન પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ખાસ વાત એ છે કે, જ્યારે રિપબ્લિકન પાર્ટીએ સેનેટમાં બહુમતી મેળવી છે અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતી તરફ આગળ વધી રહી છે ત્યારે ભારતીય-અમેરિકન મૂળના કેટલાક ઉમેદવારોની હાલત ખરાબ છે.

1. સુહાસ સુબ્રમણ્યમ (ડેમોક્રેટિક પાર્ટી)

ડેમોક્રેટ સુહાસ સુબ્રમણ્યમ વર્જિનિયાના 10મા ડિસ્ટ્રિક્ટમાંથી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ ​​માટે ચૂંટણી જીત્યા છે. તેમણે રિપબ્લિકન ઉમેદવાર માઈક ક્લેન્સીને હરાવ્યા છે. તેમના મતવિસ્તારમાં ભારતીય-અમેરિકન વસ્તી વધારે પ્રમાણમાં છે. સુહાસ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન વ્હાઇટ હાઉસના ટેક્નોલોજી સલાહકાર રહી ચૂક્યા છે. તેઓ 2019માં વર્જિનિયાની જનરલ એસેમ્બલીમાંથી પણ ચૂંટણી જીત્યા હતા.

મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો

2. ડૉ. અમી બેરા (ડેમોક્રેટિક પાર્ટી)

ડેમોક્રેટ અમી બેરા કેલિફોર્નિયાના 6ઠ્ઠા જિલ્લામાંથી આગળ છે. તેમનો સામનો રિપબ્લિકન ઉમેદવાર ક્રિસ્ટીન બિશ સામે છે. અમી 2013 થી આ બેઠક પર સતત જીતતા આવ્યા છે. તેઓ ગૃહની ગુપ્તચર સમિતિ અને વિદેશી બાબતોની સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા છે. બેરાએ આરોગ્ય સંભાળને સસ્તું અને લોકો માટે સરળતાથી સુલભ બનાવવા માટે તેમની કારકિર્દી સમર્પિત કરી.

3. પ્રમિલા જયપાલ (ડેમોક્રેટિક પાર્ટી)

વોશિંગ્ટનના 7માં ડિસ્ટ્રિક્ટથી નસીબ અજમાવી રહેલી પ્રમિલા જયપાલે ફરી એકવાર ચૂંટણી જીતી લીધી છે. તેમને લગભગ 2.5 લાખ વોટ મળ્યા, જ્યારે તેમના રિપબ્લિકન હરીફ ડેન એલેક્ઝાન્ડરને માત્ર 43 હજાર વોટ મળ્યા. પ્રમિલાએ 2017માં પહેલીવાર અહીંથી ચૂંટણી જીતી હતી.

4. રાજા કૃષ્ણમૂર્તિ (ડેમોક્રેટિક પાર્ટી)

ડેમોક્રેટિક ઉમેદવાર રાજા કૃષ્ણમૂર્તિ ઇલિનોઇસના 8મા ડિસ્ટ્રિક્ટમાંથી જીત્યા છે. તેમની સ્પર્ધા રિપબ્લિકન માર્ક રાઈસ સામે હતી. કૃષ્ણમૂર્તિએ 2016માં પહેલીવાર યુએસ કોંગ્રેસની ચૂંટણી જીતી હતી. તેમણે બરાક ઓબામા માટે નીતિ નિર્દેશક તરીકે સેવા આપી છે. હાલમાં તેઓ ચીન પર હાઉસ સિલેક્ટ કમિટિનો એક ભાગ છે.

5. રો ખન્ના (ડેમોક્રેટિક પાર્ટી)

કેલિફોર્નિયાના 17મા જિલ્લામાંથી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર રો ખન્ના પણ જીત્યા છે. રોને તેમના રિપબ્લિકન હરીફ ચેન કરતા લગભગ 43 હજાર વધુ મત મળ્યા છે. રો ખન્નાએ 2017માં પહેલીવાર અહીંથી ચૂંટણી જીતી હતી. હાલમાં તેઓ હાઉસ આર્મ્સ સર્વિસ કમિટીના સભ્ય છે.

6. શ્રી થાનેદાર (ડેમોક્રેટિક પાર્ટી)

ભારતીય-અમેરિકન ડેમોક્રેટિક પાર્ટીના નેતા શ્રી થાનેદાર મિશિગનના 13મા જિલ્લામાંથી ચૂંટણી લડી રહ્યા હતા. થાણેદારની જીતની પ્રબળ સંભાવના છે, હાલમાં તેઓ 41 હજાર મતોથી આગળ છે. તેનો સામનો રિપબ્લિકન માર્ટેલ બિવિંગ્સ સામે છે. આ પહેલા તેઓ 2021 થી 2023 દરમિયાન મિશિગનના સ્ટેટ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની ચૂંટણી જીત્યા હતા. તેઓ જાન્યુઆરી 2023માં પહેલીવાર યુએસ હાઉસ પહોંચ્યો હતો.

7. ડૉ. અમીશ શાહ (ડેમોક્રેટિક પાર્ટી)

ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અમીશ શાહ એરિઝોનાના પ્રથમ જિલ્લામાંથી આગળ છે. જો કે, અહીં મુકાબલો રસાકસીભર્યો છે કારણ કે શાહ માત્ર 4 હજાર મતોથી આગળ છે. અમીશ પહેલીવાર હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની ચૂંટણી લડી રહ્યા છે, આ પહેલા તેઓ એરિઝોના સ્ટેટ એસેમ્બલીમાં 3 વખત જીત્યા હતા. તેમના માતા-પિતા ભારતમાંથી અમેરિકા સ્થાયી થયા હતા. અમીશનો જન્મ અને ઉછેર શિકાગોમાં થયો હતો.

8. ડૉ. રાજેશ મોહન (રિપબ્લિકન પાર્ટી)

ન્યુ જર્સીના ત્રીજા જિલ્લામાંથી રિપબ્લિકન ઉમેદવાર રાજેશ મોહન લગભગ 19 હજાર મતોથી પાછળ છે, જ્યારે ડેમોક્રેટિક ઉમેદવાર હર્બ કોનવે જીતની નજીક છે. રાજેશ 20 વર્ષનો અનુભવ ધરાવતા ડૉક્ટર અને ક્વાડ્રપલ બોર્ડ પ્રમાણિત કાર્ડિયોલોજિસ્ટ છે. રાજેશ ન્યુ જર્સી હોસ્પિટલના સીએમઓ પણ રહી ચૂક્યા છે.

9. ડૉ. પ્રશાંત રેડ્ડી (રિપબ્લિકન પાર્ટી)

જ્યારે ભારતીય-અમેરિકન રિપબ્લિકન ઉમેદવાર પ્રશાંત રેડ્ડીને હારનો સામનો કરવો પડ્યો છે. અહીં ડેમોક્રેટિક ઉમેદવાર શેરીસ ડેવિસે તેમને લગભગ 40 હજાર મતોથી હરાવ્યા. પ્રશાંત 9/11ના હુમલા બાદ યુએસ એરફોર્સમાં જોડાયો હતો અને હાલમાં લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો ધરાવે છે. તે ટ્રિપલ બોર્ડ સર્ટિફાઇડ ફિઝિશિયન છે. પ્રશાંત બાળપણમાં ચેન્નાઈથી કેન્સાસ ગયો અને પબ્લિક સ્કૂલમાંથી સ્નાતક થયા હતા.

g clip-path="url(#clip0_868_265)">