Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન મોદી દોહા પહોંચ્યા, ભારતીય લોકોએ કર્યું ભવ્ય સ્વાગત, કતારના PMને મળ્યા

સોમવારે પીએમ નરેન્દ્ર મોદીની કતારની મુલાકાતની ઘોષણા પૂર્વે, કતારે જેલમાં બંધ ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને મુક્ત કર્યા અને તમામ સ્વદેશ પરત ફર્યા છે. રવાના થતા પહેલા મોદીએ એમ પણ કહ્યું હતું કે, કતારમાં 8,00,000 થી વધુ ભારતીયોની હાજરી આપણા લોકો વચ્ચેના મજબૂત સંબંધોનો પુરાવો છે.

વડાપ્રધાન મોદી દોહા પહોંચ્યા, ભારતીય લોકોએ કર્યું ભવ્ય સ્વાગત, કતારના PMને મળ્યા
PM modi With Qatar PM
Follow Us:
| Updated on: Feb 15, 2024 | 9:23 AM

ભારત અને કતાર વચ્ચેના ઐતિહાસિક ઘનિષ્ઠ અને મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કતાર પહોંચ્યા હતા. કતારના વિદેશ રાજ્ય મંત્રી સુલતાન બિન સાદ અલ-મુરૈખીએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. આ પછી ભારતીય સમુદાયે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અને ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

પીએમ મોદીએ ટ્વિટ કરીને લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. “દોહામાં સ્વાગત! હું ભારતીય લોકોનો આભારી છું. 2014 બાદ વડાપ્રધાન તરીકે મોદીની કતારની આ બીજી મુલાકાત છે.

PM મોદીની કતારના વડાપ્રધાન સાથે મુલાકાત

આ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, ભારત-કતાર ભાગીદારીને આગળ વધારતા પીએમ મોદીએ દોહામાં કતારના વડા પ્રધાન અને વિદેશ પ્રધાન એચએચ મુહમ્મદ બિન અબ્દુલ રહેમાન સાથે અર્થપૂર્ણ બેઠક કરી હતી. ચર્ચામાં વેપાર અને રોકાણ, ઉર્જા અને નાણા જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા પર ચર્ચા થઈ હતી.

આજનું રાશિફળ તારીખ 02-04-2025
રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાંથી થશે બહાર ?
રેમો તેની પત્નીને સુપરવુમન માને છે, જુઓ ફોટો
હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયાની કુલ નેટવર્થ કેટલી છે?
મૌની રોય કેટલા કરોડની માલિક છે? જાણો
હાર્દિક પંડ્યા સાથે જાસ્મિને સંબંધોની કરી પુષ્ટિ? મેચ બાદ MI ટીમની બસમાં બેઠી

પીએમ મોદી UAEથી દોહા પહોંચ્યા

તમને જણાવી દઈએ કે મોદી સંયુક્ત આરબ અમીરાતની બે દિવસની મુલાકાત બાદ દોહા પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિદેશી ભારતીય સમુદાયની એક ઈવેન્ટ વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટને સંબોધિત કરી હતી અને યુએઈના પહેલા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. મંગળવારે નવી દિલ્હી છોડતાં પહેલા, વડા પ્રધાન મોદીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, તેઓ અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીને મળવા માટે ઉત્સુક છે, જેમના નેતૃત્વમાં કતાર જબરદસ્ત વિકાસ અને પરિવર્તનનું સાક્ષી છે.

પીએમ મોદી ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે

સોમવારે પીએમ નરેન્દ્ર મોદીની કતારની મુલાકાતની ઘોષણા પૂર્વે, કતારે જેલમાં બંધ ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને મુક્ત કર્યા અને તમામ સ્વદેશ પરત ફર્યા. મોદીએ રવાના થતાં પહેલા પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે, કતારમાં 8,00,000થી વધુ ભારતીયોની હાજરી આપણા લોકો વચ્ચેના મજબૂત સંબંધોનો પુરાવો છે.અમીર સાથેની વાતચીત ઉપરાંત મોદીએ કતારમાં અન્ય મહાનુભાવોને મળવાનો કાર્યક્રમ છે.

g clip-path="url(#clip0_868_265)">