Canada News: 7 લાખથી વધારે વિદ્યાર્થીઓને છોડવું પડશે કેનેડા, ટ્રુડોના એક નિર્ણયથી ગુજરાતી સ્ટુડન્ટનું ભવિષ્ય પર જોખમ

કેનેડામાં ગુજરાતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાય છે અને પછી સ્ટડીની સાથે સાથે નોકરી પણ કરતા હોય છે. જો કે કેનેડાની સરકારે એક એવો નિર્ણય લીધો છે. જેના કારણે 7 લાખ વિદ્યાર્થીઓ પર સંકટ જ આવી ગયું છે. આમ પણ ભારત અને કેનેડાના સંબંધો આજ-કાલ સારા નથી ચાલી રહ્યા, ત્યારે આ નિર્ણયથી ગુજરાતમાંથી કેનેડા ગયેલા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી ગઇ છે.

Canada News: 7 લાખથી વધારે વિદ્યાર્થીઓને છોડવું પડશે કેનેડા, ટ્રુડોના એક નિર્ણયથી ગુજરાતી સ્ટુડન્ટનું ભવિષ્ય પર જોખમ
Follow Us:
| Updated on: Dec 02, 2024 | 10:16 PM

કેનેડામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સંકટનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે. લગભગ 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓ છે જેમને આવતા વર્ષે કેનેડા છોડવું પડી શકે છે. કારણ કે જેમની વર્ક પરમિટ પૂરી થઈ રહી છે તેવા વિદ્યાર્થીઓના લલાટે ચિંતાની રેખાઓ ખેંચાઈ રહી છે.

સાત લાખ વિદ્યાર્થીઓ પર આફત

કેનેડા સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની પરમિટની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. 2024માં વિદ્યાર્થી પરમિટમાં 35 ટકાનો ઘટાડો કરવામાં આવશે અને 2025માં વધુ 10 ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક છે. આ પોલિસી ફેરફારોનો હેતુ વિદ્યાર્થીઓનું ભણવા આવવાનું અને તેમને રહેણાક પૂરું પાડવાના પડકારો વચ્ચે બેલેન્સ જાળવવાનો છે.

2023 સુધીમાં કેનેડામાં 10 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ હતા. જેમાંથી 3,96,235 પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ ધરાવે છે. આ સંખ્યા 2018 કરતાં ત્રણ ગણી વધારે છે. જો કે, મોટી સંખ્યામાં પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ આવતા વર્ષે પૂર્ણ થવાની તૈયારીમાં છે. જેના કારણે કાયમી વસવાટની આશા રાખતા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી રહી છે.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

2025ના અંત 50 લાખ પરમિટ સમાપ્ત કરશે

વિદ્યાર્થીઓએ પોલિસી ફેરફારોનો વિરોધ કરીને બ્રેમ્પટનમાં પ્રદર્શન કર્યું છે. તેઓ માને છે કે આ ફેરફારો કેનેડામાં રહેવાની અને કાયમી નિવાસ મેળવવાની તેમની તકોને અસર કરશે. હંગામી વર્ક પરમિટ સામાન્ય રીતે 9 મહિનાથી 3 વર્ષના સમયગાળા માટે આપવામાં આવે છે. કેનેડામાં કાયમી રહેઠાણ માટે અરજી કરવા માટે જરૂરી અનુભવ મેળવવા માટે ડિપ્લોમા અથવા ડિગ્રી ધરાવતા વિદેશી વિદ્યાર્થીઓને આ વર્ક પરમિટ આપવામાં આવે છે. હાલ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેનેડામાં રહેવા માટે અરજી કરી રહ્યા છે. જે ચિંતાજનક છે. તેથી અરજીઓની કડક તપાસ થશે અને ખોટા અરજદારોને બહાર કરાશે.

2024માં વિદ્યાર્થી પરમિટમાં 35 ટકાનો ઘટાડો

ટ્રુડોના આ નિર્ણયનો તેમના જ દેશમાં વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષે જસ્ટિન ટ્રુડોની નીતિઓની ટીકા કરી છે અને કહ્યું છે કે તેનાથી અસ્થાયી રહેવાસીઓ માટે મુશ્ક્લીઓ ઊભી થઈ છે અને તેનાથી દેશને ફાયદો થઈ રહ્યો નથી. તેમણે એવું પણ કહ્યું કે વર્ષ 2025ના અંત સુધીમાં લગભગ 50 લાખ લોકોને દેશ છોડવો પડી શકે છે.

2025માં હજુ પણ 10 ટકાનો ઘટાડો કરશે

પંજાબ પછી ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ માટે જાય છે અને અભ્યાસ પૂર્ણ થયા બાદ તેઓ કેનેડામાં જ વસવાટ કરે છે અને પછી કેનેડાના જ નાગરિક બની જાય છે. જો કે કેનેડા સરકારના આ નિર્ણય બાદ હવે ભારતીય વિદ્યાર્થીઓના સપનાઓ રોળાઇ જશે.

આ પણ વાંચો: બ્રેક અપ થયુ તો મુંબઈનો યુવક બની ગયો ‘રાધે ભૈયા’, પ્રેમિકાના મોબાઈલ નંબર સિવાય કંઈ ન રહ્યુ યાદ, પોલીસે પરિવાર સાથે કરાવ્યુ મિલન

g clip-path="url(#clip0_868_265)">