Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીન કે અમેરિકા નહીં આવે કામ, એસ જયશંકરે માલદીવની સાથેસાથે બાંગ્લાદેશને પણ આપ્યો સંકેત

મુઇઝ્ઝુની સરકાર બન્યા બાદ ભારત પ્રત્યે ઘમંડ દર્શાવતા માલદીવનું વલણ આખરે નબળું પડી ગયું છે. બાંગ્લાદેશ માટે પણ આ એક મોટો સંદેશ છે કે જ્યારે જરૂર પડે ત્યારે ચીન કે અન્ય કોઈ પશ્ચિમી દેશ આગળ આવતા નથી. માત્ર, ભારત પોતે નેબર ફર્સ્ટની નીતિ હેઠળ પડોશી તરીકે આગળ આવીને તમામ મદદ કરે છે.

ચીન કે અમેરિકા નહીં આવે કામ, એસ જયશંકરે માલદીવની સાથેસાથે બાંગ્લાદેશને પણ આપ્યો સંકેત
Indian External Affairs Minister S Jaishankar and Maldives President Mohammad Muizu
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2024 | 8:44 PM

એક સમયે, ભારત સામે મોરચો ખોલનાર માલદીવના ચીન તરફી પ્રમુખ મોહમ્મદ મુઈઝુ હવે બેકફૂટ પર આવી ગયા છે. માલદીવના આમંત્રણ પર માલે પહોંચેલા વિદેશ મંત્રી એસ જયશંકરને મોહમ્મદ મુઈઝુ મળ્યા હતા અને ભારત સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. મુઈઝુએ કહ્યું કે તેઓ એવું કંઈપણ થવા નહીં દે કે જે માલદીવના હિત અને વિદેશ નીતિની વિરુદ્ધ હોય.

માલદિવની ચૂંટણી દરમિયાન મોહમ્મદ મુઈઝુએ ઈન્ડિયા આઉટનો નારો આપ્યો હતો. ચૂંટણીના જાહેર થયેલા પરિણામો બાદ, PNC-PPMની ગઠબંધન સરકાર રચાઈ છે. ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરની મુલાકાતને લઈને મોહમ્મદ મુઈઝુને પૂછવામાં આવ્યું કે શું તેઓ ‘ઈન્ડિયા આઉટ’ અભિયાનને આગળ વધારશે કે નહીં. ત્યારે પ્રશ્નના જવાબમાં મુઈઝુએ કહ્યું કે તેઓ દેશની વિદેશ નીતિમાં કોઈ ફેરફાર કરવાના નથી. અત્રે ઉલ્લેખનીય છે કે મુઈઝુએ આ નિવેદન વિદેશ મંત્રી એસ જયશંકરની માલદિવમાંથી વિદાય લીધા બાદ આપ્યું હતું. બે દિવસની મુલાકાત બાદ એસ. જયશંકર ભારત જવા રવાના થયા હતા.

ચીનથી મોહભંગ કેવી રીતે થયો?

ગયા વર્ષે નવેમ્બરમાં મુઇઝુના શપથ લીધા બાદ ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો બગડવા લાગ્યા હતા. જો કે, આ સમય લાંબો ચાલ્યો નહીં અને માલદીવ ચીનથી મોહભંગ થઈ ગયું અને ભારતનું મહત્વ સમજાઈ ગયું. વિદેશ મંત્રી એસ જયશંકરનું મુઈઝુ અને તેમના મંત્રીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેની પાછળ માલદીવની અર્થવ્યવસ્થા એક મોટું કારણ છે. વાસ્તવમાં ભારતનો વિરોધ કરીને તેણે પ્રવાસન ક્ષેત્રે ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. બીજી તરફ ચીન પોતાના લાભ વિના માલદીવને મદદ કરવા તૈયાર ન હતું.

આજનું રાશિફળ તારીખ : 18-04-2025
10 રૂપિયાની વસ્તુ વેચતી કંપની પાસેથી IPLમાં સૌથી વધુ કમાણી કરે છે BCCI
Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક
બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર
Condom in Space : સ્પેસમાં કોન્ડોમ પહેરીને કેમ જાય છે અવકાશયાત્રીઓ ?
ફ્લાઈટમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતે એર હોસ્ટેસ સીટ સીધી કરવાનુ કેમ કહે છે ?

વાસ્તવમાં માલદીવ ભારતનું ઋણી છે. માલદીવ્સે વર્ષના અંત સુધીમાં ભારતને અંદાજે $400 મિલિયનનું દેવું છે. લગભગ $50 મિલિયન ચૂકવવાનો સમય મે મહિનામાં જ હતો. જ્યારે, સપ્ટેમ્બરમાં ફરીથી 50 મિલિયન ડોલરની સમયમર્યાદા પૂરી થઈ રહી છે. મોદી સરકારે નેબર ફર્સ્ટની નીતિ જાળવી રાખી છે અને તેથી માલદીવને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે.

માલદીવની સ્થિતિ, બાંગ્લાદેશ માટે પણ પાઠ

માલદીવની સ્થિતિ બાંગ્લાદેશ માટે પણ એક મોટો બોધપાઠ છે. ભારત હંમેશા પડોશી દેશોની મુશ્કેલીમાં મુકાયેલી અર્થવ્યવસ્થાની મદદ માટે આગળ આવ્યું છે. આવા સમયે ચીન, અમેરિકા અને પશ્ચિમી દેશો કાં તો પોતપોતાના ફાયદા શોધવા લાગે છે અને લાભ ન ​​મળે તો છોડી દે છે. માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુએ તુર્કિયે, ચીન અને મધ્ય એશિયાના દેશો પાસેથી પણ મદદ માંગી હતી.

g clip-path="url(#clip0_868_265)">