Earthquake: મેક્સિકોમાં ધરતી ધ્રૂજી, જોરદાર આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 6.3ની તીવ્રતા
મેક્સિકોમાં મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી છે.
મેક્સિકોમાં (Mexico)મોડી રાત્રે ભૂકંપના (Earthquake)જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી છે. હાલમાં ભૂકંપથી (Earthquake કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. નોંધનીય છેકે આ પહેલા મેક્સિકોમાં 18 મેના રોજ પણ ભૂકંપ (Earthquake) નોંધવામાં આવ્યો હતો. ત્યારે આવેલા આ ભૂકંપની તીવ્રતા 6.4 આસપાસ નોંધવામાં આવી હતી. અને, આ ભૂકંપનું કેન્દ્ર કેનિલા, ગ્વાટેમાલાથી 2 કિમી દક્ષિણપૂર્વમાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
6.3 magnitude quake hits off coast of Central Mexico
Read @ANI Story | https://t.co/jwv0a82b0j#earthquake #CentralMexico #NCS pic.twitter.com/LjNdHaRHow
— ANI Digital (@ani_digital) June 18, 2023
એક મહિનામાં બે વખત ભૂકંપ નોંધાયો હતો
નોંધનીય છેકે મે મહિનામાં પણ મેક્સિકો શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત 25 મેના રોજ પનામા-કેરેબિયન સમુદ્રમાં ધરતીકંપ આવ્યો હતો. જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.6 નોંધાઇ હતી. જોકે સારા સમાચાર એ હતા કે આ ભૂકંપને કારણે જાનમાલનું કોઇ નુકસાન થયું નથી. આ સિવાય મેક્સિકોમાં 18 મેના રોજ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
દુનિયાભરમાં સતત નોંધાઇ રહ્યા છે ભૂકંપના આચંકા, જાણો કારણ
અહીં નોંધનીય છેકે છેલ્લા કેટલાક સમયથી દુનિયાભરમાં ભૂકંપના આચંકા નોંધાઇ રહ્યા છે. અને, ભૂકંપનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટોનું અથડામણ છે. પૃથ્વીની અંદર કુલ સાત પ્લેટ છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો કોઈ જગ્યાએ અથડાય છે, ત્યારે ત્યાં ફોલ્ટ લાઇન ઝોન બને છે અને સપાટીના ખૂણા ફોલ્ડ થાય છે. સપાટીના ખૂણાના વળાંકને કારણે ત્યાં જે દબાણ બને છે. જેના કારણે પ્લેટો તૂટવા લાગે છે. આ પ્લેટો તૂટવાથી અંદર રહેલી ઉર્જા બહાર આવવાનો રસ્તો શોધી લે છે, જેના કારણે ધરતી ધ્રુજે છે અને આપણે તેને ભૂકંપ માની લઈએ છીએ.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો