India in NATO: PM નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા અમેરિકામાં ઉઠી માગ, નાટો પ્લસમાં ભારતનો સમાવેશ થવો જોઈએ
નાટો પ્લસ હાલમાં નાટો પ્લસ 5 તરીકે ઓળખાય છે. નાટો પ્લસ એક સુરક્ષા વ્યવસ્થા છે. તેનું કાર્ય નાટો અને પાંચ સહયોગી દેશોને એકસાથે લાવવાનું છે, જેથી વૈશ્વિક સંરક્ષણ સહયોગ વધારી શકાય. આ 5 દેશોમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન, ઈઝરાયેલ અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને અમેરિકાની મિત્રતા ઘણી મજબૂત બની છે. આનું પરિણામ બિઝનેસ ટુ સ્ટ્રેટેજિક સેક્ટરમાં પણ જોવા મળ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે પણ બંને દેશ નજીક આવ્યા છે. આ ક્રમમાં અમેરિકામાં (America) ભલામણ કરવામાં આવી છે કે ભારતને નાટો પ્લસમાં (NATO Plus) સામેલ કરવામાં આવે. વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને અમેરિકા જવાના છે. તેમની મુલાકાત પહેલા એક શક્તિશાળી કોંગ્રેસનલ સમિતિએ ભલામણ કરી છે કે ભારતને નાટો પ્લસમાં ઉમેરીને તેને મજબૂત બનાવવામાં આવે.
5 દેશોમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન, ઈઝરાયેલ અને દક્ષિણ કોરિયાનો સમાવેશ
નાટો પ્લસ હાલમાં નાટો પ્લસ 5 તરીકે ઓળખાય છે. નાટો પ્લસ એક સુરક્ષા વ્યવસ્થા છે. તેનું કાર્ય નાટો અને પાંચ સહયોગી દેશોને એકસાથે લાવવાનું છે, જેથી વૈશ્વિક સંરક્ષણ સહયોગ વધારી શકાય. આ 5 દેશોમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન, ઈઝરાયેલ અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે. જો ભારતને આ ગઠબંધનમાં સામેલ કરવામાં આવે તો આ દેશો વચ્ચે ગુપ્ત માહિતીની આપલે કરવી સરળ બની જશે. ભારત માટે લેટેસ્ટ મિલિટ્રી ટેક્નોલોજી પણ મેળવવી સરળ બનશે.
ચીન પર ધ્યાન કેન્દ્રિત કરતી સમિતિએ માગ ઉઠાવી
જે અમેરિકન સમિતિએ નાટો પ્લસમાં ભારતના સમાવેશની વાત કરી છે તે ‘યુનાઈટેડ સ્ટેટ્સ એન્ડ ધ ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી) વચ્ચે વ્યૂહાત્મક સ્પર્ધા’ની પસંદગી સમિતિ છે. તેના અધ્યક્ષ માઈક ગલાઘર અને રેન્કિંગ સભ્ય રાજા કૃષ્ણમૂર્તિ છે. આ સમિતિએ તાઈવાનની સુરક્ષા ક્ષમતા વધારવા માટે નીતિ દરખાસ્ત અપનાવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષાને મજબૂત કરવા માટે ભારતને નાટો પ્લસમાં સામેલ કરવામાં આવે.
આ પણ વાંચો : Breaking News: અમેરિકામાં દિવાળીની રજાને લઈ Good News ! ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીમાં રજૂ કરાયું બિલ
ચીનને રોકવામાં મદદ કરશે
પસંદગી સમિતિએ કહ્યું કે અમેરિકા ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે વ્યૂહાત્મક સ્પર્ધા જીતવા માંગે છે. ઉપરાંત, તેનો ઉદ્દેશ્ય તાઈવાનની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. આ ઉદ્દેશ્ય હાંસલ કરવા માટે અમેરિકાએ ભારત સહિત તેના સહયોગી અને સુરક્ષા ભાગીદારો સાથે સંબંધો મજબૂત કરવા પડશે. સમિતિનું વધુમાં કહેવું છે કે નાટો પ્લસની સુરક્ષા વ્યવસ્થામાં ભારતનો સમાવેશ થવો જોઈએ. આનાથી માત્ર વૈશ્વિક સુરક્ષા જ નહીં, પણ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં CCPની આક્રમકતાને રોકવામાં ઈન્ડો-યુએસ ઘનિષ્ઠતા પણ વધશે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો