અમેરિકાના એક મ્યુઝિયમમાંથી હટાવવું પડ્યું ટ્રમ્પનું સ્ટેચ્યુ, વારંવાર થતા હતા હુમલા
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મીણની પ્રતિમા એક મ્યુઝિયમમાંથી દૂર કરવામાં આવી. અહેવાલ અનુસાર ઘણા સમયથી લોકોએ ટ્રમ્પની પ્રતિમા પર ઘણાં હુમલા કર્યા, આ કારણે પ્રતિમાને હટાવવાનો નિર્ણય લીધો છે.

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મીણની પ્રતિમા એક મ્યુઝિયમમાંથી દૂર કરવામાં આવી છે. ટેક્સાસ શહેરમાં ટ્રમ્પની આ પ્રતિમા ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન વચ્ચે હતી. મ્યુઝિયમના વહીવટી તંત્રે કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી લોકોએ ટ્રમ્પની પ્રતિમા પર ઘણાં હુમલા કર્યા છે. ત્યારબાદ તેઓએ આ પ્રતિમાને હટાવવાનો નિર્ણય લીધો છે.
નોંધપાત્ર વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી સ્ટેચ્યુ ઓફ ટ્રમ્પ પર હુમલામાં નોંધપાત્ર વધારો થયો હતો. રિપ્લે એંટરટેનમેન્ટના પ્રાદેશિક મેનેજર ક્લે સ્ટીવર્ટે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી પંચને કારણે પૂતળાના ચહેરા પર ઘણા બધા સ્ક્રેચ થઇ ગયા હતા. જ્યારે કોઈ અત્યંત રાજકીય વ્યક્તિની પ્રતિમા લાગેલી હોય છે, ત્યારે આવા હુમલાઓ અને વિવાદ વધવાની સંભાવના હોય છે.
અહેવાલો અનુસાર ટ્રમ્પની પ્રતિમાને લુઇસ તુસાદ વેક્સવર્ક્સના સ્ટોરેજમાં સ્થાનાંતરિત કરવામાં આવી છે. યુએસના નવા રાષ્ટ્રપતિ જો બાઈડનની પ્રતિમા અહીં ન લાગી જાય ત્યાં સુધી ટ્રમ્પની પ્રતિમા પરત નહીં લાવવામાં આવે. ક્લેએ કહ્યું કે હાલમાં ઓર્લાન્ડોમાં બિડેનની પ્રતિમા બનાવવામાં આવી રહી છે.
નોંધપાત્ર વાત એ છે કે પ્યૂ રિસર્ચ સેન્ટરના સર્વે મુજબ ચાલુ વર્ષે કેપિટલ બિલ્ડિંગ પરના હુમલા બાદ ટ્રમ્પની લોકપ્રિયતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર ટ્રમ્પ સમર્થકો દ્વારા થયેલી હિંસા બાદ 68 ટકા લોકોનું માનવું હતું કે તેઓ વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ ટ્રમ્પને રાજકીય રીતે સક્રિય જોવા માંગતા નથી.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા મેડમ તુસાદ મ્યુઝિયમમાં ટ્રમ્પની પ્રતિમાને હટાવી દેવામાં આવી હતી. વર્ષ 2020 માં જો બાઈડન ટ્રમ્પને પરાજિત કર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. ત્યારે ફરી કમલા હેરિસને અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે. એક અહેવાલ મુજબ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન તેમની અંગત સંપત્તિમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ત્યાર બાદ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મીણની પ્રતિમા એક મ્યુઝિયમમાં હતી. ટેક્સાસ શહેરમાં ટ્રમ્પની આ પ્રતિમા ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને રશિયાના રાષ્ટ્રપતિ પુટિન વચ્ચે હતી. જેમાં પર અનેક વાર હુમલા થવાના કારણે મૂર્તિ પર સ્ક્રેચ પડી ગયા હતા. અને આ કારણોસર ટ્રમ્પના સ્ટેચ્યુ