Health Tips : જામફળ ક્યારે અને કોણે ન ખાવું જોઈએ તે જાણો
સીઝનલ ફ્રૂટ ખાવાના ઘણા ફાયદા છે. પરંતુ કેટલીકવાર અમુક ફ્રૂટ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે આવા ફ્રૂટ ત્યારે આપણને ફાયદો પહોંચાડવાની જગ્યાએ નુકશાન વધારે પહોંચાડી દેતા હોય છે. આવું જ એક ફળ છે જામફળ. જાણો ક્યારે આ ફળ ખાવું જોઈએ અને કોને આ ફળથી દૂર રહેવું જોઈએ.
ફિટ અને તંદુરસ્ત રહેવા માટે આપણે શાકભાજીની અને પૌષ્ટિક ખોરાકની સાથે સાથે ફળો ખાવાની પણ સલાહ આપવામાં આવે છે. દરેક સીઝનલ ફ્રૂટ ખાવાના ફાયદા તો તમે જાણતા જ હસો. પણ અમુક ફળ એવા પણ હોય છે જે અમુક સંજોગોમાં ન ખાવાની સલાહ આપવામાં આવે છે. તેમનું જ એક ફળ છે જમરૂખ એટલે કે જામફળ. જામફળમાં વિટામિન સી, એન્ટીઓક્સીડેન્ટ્સ, કેરોટિન અને પોટેશિયમ હોય છે. તેમાં લગભગ 80 ટકા પાણી હોય છે.
ફળ એટલે સામાન્ય રીતે દરેકને ગમતું હોય છે. પરંતુ કેટલાક લોકોને તે ગમતું નથી કારણ કે કેટલાક ફળોનો સ્વાદ સારો નથી હોતો. સામાન્ય રીતે દરેકના ઘરમાં જામફળ ઉગાડવામાં આવે છે. આ ફળને પણ અનુકૂળ રીતે ખાવામાં આવે છે. આ ફળ યુવાન અને વૃદ્ધ બંને એકસરખું માણે છે. પરંતુ જામફળનું વધારે પડતું સેવન આરોગ્ય માટે હાનિકારક છે, કારણ કે અમુક સંજોગોમાં તે આરોગ્યને ફાયદો પહોંચાડવાની જગ્યાએ હાનિ પણ પહોંચાડી શકે છે.
આ ફળમાં વિટામિન સી, એન્ટીઓક્સીડેન્ટ્સ, કેરોટિન અને પોટેશિયમ હોય છે. તેમાં લગભગ 80 ટકા પાણી હોય છે. તે તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. આ ફળનો એક ભાગ ખાવાથી તેમાં 112 કેલરી, 23 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને 9 ગ્રામ ફાઈબર મળે છે. પરંતુ આ ફળ ક્યારે અને કોને ન ખાવા જોઈએ તે અમે તમને બતાવવવા જઈ રહ્યા છે.
આ ફળ કોણે ન ખાવા જોઈએ?
–જે લોકો પેટ ફૂલવાની સમસ્યાથી પીડાય છે તેમણે આ ફળોનું સેવન ન કરવું જોઈએ. આ ફળ વિટામિન સી અને ફ્રુક્ટોઝથી સમૃદ્ધ છે, જેનાથી શરીર માટે આ પોષક તત્વોને શોષવું મુશ્કેલ બને છે. તેનાથી પેટ ફૂલવાની સમસ્યા વધુ વકરે છે.
–જે લોકો પાચન અને કબજિયાતથી પીડાતા હોય તેમણે જામફળનું સેવન ન કરવું જોઈએ. જામફળના સેવનથી ઘણીવાર કબજિયાત થાય છે અને પાચનતંત્ર વધુ ખરાબ થાય છે.
–જે લોકો શરદી અને ઉધરસથી પીડાય છે તેઓએ જામફળ ન ખાવું જોઈએ. રાત્રે જામફળ ફ્રૂટ ન ખાવું શ્રેષ્ઠ છે. આનું કારણ એ છે કે તે પાચન તંત્રના સ્વાસ્થ્યને બગાડે છે.
નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.
આ પણ વાંચો :