Weight Loss: વજન ઘટાડવા માટે લાઇફસ્ટાઇલમાં કરો આ બદલાવ અને રહો ફિટ

વ્યસ્ત જીવનશૈલી અને અનિયમિત આહારને કારણે મોટાભાગના લોકો વજન વધવાની સમસ્યાથી પરેશાન છે. દરેક વ્યક્તિ વધેલા વજનને ઘટાડવા માટે તેમના સ્તરનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. 

Weight Loss: વજન ઘટાડવા માટે લાઇફસ્ટાઇલમાં કરો આ બદલાવ અને રહો ફિટ
સાંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 7:07 PM

Weight Loss:  વ્યસ્ત જીવનશૈલી (Life Style) અને અનિયમિત આહારને કારણે મોટાભાગના લોકો વજન વધવા (Weight Gain)ની સમસ્યાથી પરેશાન છે. દરેક વ્યક્તિ વધેલા વજનને ઘટાડવા માટે તેમના સ્તરનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે.  ઘણા લોકો સ્ટ્રીક ડાયટનું પાલન કરે છે. કેટલાક કલાકો સુધી જીમમાં વર્કઆઉટ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે જીવનશૈલીમાં ફેરફાર કરીને વધેલા વજનને ઘટાડી શકો છો? હા, વધેલા વજનને ઘટાડવા માટે, તમારે તમારી જીવનશૈલીમાં આ ફેરફારો કરવા જોઈએ. આ ફેરફારો કરવાથી, તમારા પેટમાં જમા ચરબી ઝડપથી ઘટશે. ચાલો આ ટિપ્સ અને ટ્રિક્સ વિશે જાણીએ.

ગરમ પાણી પીઓ

જો તમારુ મેટાબોલિઝમ રાતના સમય દરમિયાન ધીમુ પડી જાય, તો પછી સવારે જ શરૂ કરો. આ માટે સવારે એકથી બે ગ્લાસ ગરમ પાણી પીવો. ગરમ પાણી તમારા પાચનની સાથે ઝેર બહાર કાઢવામાં મદદ કરે છે. ખરેખર ગરમ પાણી શરીરના ફેટ સેલ્સને બાળવામાં મદદ કરે છે.  તે પાચન તંત્રને સુધારવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત, તે ભૂખને પણ શાંત રાખે છે. કેલરીની માત્રાને નિયંત્રિત કરવા માટે ભોજનના 30 મિનિટ પહેલા ગરમ પાણી પીવો

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

સવારે તડકો લો : એક અભ્યાસ મુજબ, સૂર્યના કિરણો વજન ઘટાડવામાં મદદ કરે છે. આ અભ્યાસ જર્નલ સાયટીફિક રિપોર્ટમાં પ્રકાશિત થયો હતો. આ અભ્યાસ મુજબ, સૂર્યપ્રકાશ લેવાથી શરીરમાં વિટામિન ડીની માત્રા વધે છે, વિટામિન ડી હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

નિયમિતપણે કસરત કરો :દરરોજ સવારે ઉઠો અને 20 થી 25 મિનિટ માટે વર્કઆઉટ કરો. આનાથી ફક્ત તમારા મેટાબોલિઝમને વેગ નહી મળે.પરંતુ તમારા દિવસની શરુઆત પણ  સારી થશે.

પૌષ્ટિક ખોરાક લો :  નિયમિત રીતે વર્કઆઉટ જ નહીં, પણ વજન ઓછું કરવા માટે યોગ્ય ખાવાનું ખૂબ જ જરૂરી છે. સીડીસી (રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો) અનુસાર, નિયમિત ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તમારા આહારમાં લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરો. તમારો આહાર ફાઇબર, ખનિજો, વિટામિન્સ અને પ્રોટીનથી સમૃદ્ધ હોવો જોઈએ.

ઠંડા પાણીથી સ્નાન કરો :   ઠંડા પાણીથી સ્નાન કરવાથી હંમેશા સારું ન લાગે. પરંતુ કેટલાક અભ્યાસો કહે છે કે આનાથી શરીરમાં ફ્રોઝન એડીપોઝ ટિશુ એક્ટીવેટ થાય છે. જેના કારણે વ્હાઇટ ફેટી ટિશુ બર્ન થાય છે. ઘણા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સવારે ઠંડા પાણીથી સ્નાન કરવાથી શરીરની ચરબી બળી જાય છે અને મેટાબોલિક રેટ વધે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

આ પણ વાંચોSide Effects of Chilly: આ પાંચ લોકોએ ભૂલથી પણ ના કરવું જોઈએ મરચાનું સેવન, થઈ શકે છે ભારે સમસ્યા

આ પણ વાંચોHealth Tips : પગ પર સોજો આવવાની વાતને નાની ગણવાની ભૂલ ન કરતા, આ બીમારી હોય શકે છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">