Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિશ્વામિત્રી નદીનું ધોવાણ અટકાવવા મહિલાઓની અનોખી પહેલ, પ્લાસ્ટિક બોટલોથી ઈકો બ્રિક બનાવવાનુ શરૂ કર્યુ અભિયાન

Vadodara: વડોદરા ની ઓળખ વિશ્વામિત્રી નદી ના કિનારા નું ધોવાણ થતું અટકાવવા માટે વડોદરાની મહિલાઓ એ પ્લાસ્ટિક વેસ્ટનો મહત્વપૂર્ણ ઉપયોગ કર્યો છે. પ્લાસ્ટિકની બોટલોમાં પ્લાસ્ટિક વેસ્ટ ભરીને ઇકો બ્રિક બનાવી નદીના કિનારા પર લગાવવાનું અભિયાન શરૂ કર્યું છે.

વિશ્વામિત્રી નદીનું ધોવાણ અટકાવવા મહિલાઓની અનોખી પહેલ, પ્લાસ્ટિક બોટલોથી ઈકો બ્રિક બનાવવાનુ શરૂ કર્યુ અભિયાન
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jul 15, 2023 | 11:18 PM

વડોદરા શહેરના કેરિંગ સૉલસ ગૃપ દ્વારા વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા યવતેશ્વર ઘાટ પર પર્યાવરણને બચાવવા માટે અભિયાન ઉપાડવામાં આવ્યું છે. દરેક પ્રકારનું પ્લાસ્ટિક એકત્ર કરીને વિશ્વામિત્રી નદીના કિનારા પરના ઘાટનું ધોવાણ થતું અટકાવવા માટે પ્લાસ્ટિકની જ બોટલોમાં વેસ્ટ પ્લાસ્ટિક ભરીને એની ઇકો બ્રિક બનાવીને કિનારા પર લગાવવામાં આવશે. તેમજ ત્યાં વિવિધ પ્રકારના વૃક્ષો રોપવાનું અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

વિશ્વામિત્રીના કિનારાનું ધોવાણ અટકાવવા મહિલાઓએ ઝડપ્યુ બીડુ

આ અભિયાન કેરિંગ સૉલસ ગ્રુપની 25 થી વધુ બહેનો તેમજ અન્ય સ્વયંસેવકો દ્વારા પ્લાસ્ટિક વપરાશ જેમ બને એમ ઓછો થાય, ઇકો બ્રિક વડે વિશ્વામિત્રીનું ધોવાણ અટકે તેમજ સમાજ માટે કંઈ કરવાની ભાવના સાથે શરૂ કરવામાં આવ્યું છે.

આ ગ્રૃપના અગ્રણી પરિતા શુક્લએ જણાવ્યું કે 25 થી પણ વધુ બહેનોના અમારા આ ગ્રુપમાં કોઈ લીડર નથી, સૌએ ભેગા મળીને મનથી જ પ્લાસ્ટિક વપરાશથી પર્યાવરણને જે પ્રકારનું નુકશાન થાય છે અને આવનાર સમયમાં આપણા બાળકો પણ કંઈક સારુ શીખે એવો સંદેશો સમાજને આપવાનું તેમજ અત્યારની અને આવનાર પેઢી માટે કંઈક કરવાની ભાવના સાથે “રિસાયકલ રીયુઝ ઑફ પ્લાસ્ટિક” અભિયાન શરૂ કર્યું છે.

આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, જાણી ને ચોંકી જશો
Indian Country Liquor : ભારતમાં બનતા દેશી દારૂ, જાણી લો નામ
"ટમ્પનું ટેરિફ લગાવશે મંદીનું ગ્રહણ…", અમેરિકન બેંકે આપી ચેતવણી
Solar AC: ઉનાળામાં સવારથી સાંજ સુધી ચાલશે સોલાર AC, નહીં આવે વીજળીનું બિલ વધારે
શા માટે વારંવાર નિષ્ફળ જાય છે IVF?
IPL ટીમનો કોચ દારૂ વેચી કરે છે કરોડોની કમાણી

આ અભિયાન અંતર્ગત વિશ્વામિત્રીના અલગ અલગ એમ દરેક ઘાટના કિનારા પર ઇકો બ્રિક મૂકીને પછી રહેલી જગ્યામાં પ્લાન્ટેશન કરવામાં આવશે. જેથી કરીને માટીનું ધોવાણ અટકી શકે અને નદીનું લેવલ જળવાઈ રહે.

રિસાયકલ રીયુઝ ઑફ પ્લાસ્ટિક

પરિતા શુક્લ પોતે જવેલરી ડિઝાઇનર હોવા છતાં તેમણે આ અભિયાન માટે પોતાના તરફથી બની શકે એટલો પૂરતો સમય આપે છે. તેમની જેમ અન્ય બહેનો પણ પોતાનું કામ પડતું મૂકીને આ સામાજિક કાર્યમાં હાથમાં હાથ મિલાવીને ઉત્સાહપૂર્વક કાર્ય કરે છે. આ ગ્રૃપની દરેક બહેનો વર્ષોથી જેમ બને એમ પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરે છે.

નકામા પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરી બેંચ બનાવી વિવિધ શાળાઓમાં કરાશે વિતરણ

પરિતા શુક્લએ જણાવ્યુ કે આ અભિયાનમાં જો પબ્લિક તરફથી અમને પ્લાસ્ટિક એકત્ર કરવામાં સારો રિસ્પોન્સ મળશે તો અમે આવનાર સમયમાં નકામા પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરીને બેંચ બનાવી વડોદરાની વિવિધ શાળાઓમાં તેનું વિતરણ કરીશું. જેથી કરીને વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ પણ થઇ રહે અને જમીન પર પ્લાસ્ટિક કચરાના ઢગલા ઓછા થઇ શકે કારણ કે જમીન પર પ્લાસ્ટિકનું આવરણ થતા જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે.

આ પણ વાંચો : Vadodara: તાજિયા પર્વની ઉજવણીને લઇને પોલીસે જાહેરનામું બહાર પાડ્યું, નિયમ મુજબ લાઉડ સ્પીકર વગાડી શકાશે

જેથી કરીને ત્યાં વૃક્ષો અથવા કોઈપણ પ્રકારનો પાક થવો અશક્ય છે અને લોકોના સહયોગ વગર કોઈપણ સામાજિક ઉત્થાન કાર્ય કરવું એ અશક્ય છે. જેથી દરેક લોકો પ્લાસ્ટિક વપરાશના નકારાત્મક પાસાને જાણે અને એની ગંભીરતાને સમજે. જે આજના સમયની ખુબ જ ગંભીર સ્થિતિ છે અને આવતી પેઢી માટે લાલબત્તી સમાન છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
g clip-path="url(#clip0_868_265)">