America : સોખડા વિવાદની ન્યુજર્સી કોર્ટમાં સુનાવણી,પ્રેમસ્વામી જૂથને રાહત આપવા કોર્ટનો ઈનકાર
સોખડા સ્વામિનારાયણ મંદિરના સ્થાપક પૂ.હરિપ્રસાદ સ્વામીએ અમેરિકામાં 49 વર્ષ પહેલા યોગી ડિવાઈન સંસ્થા શરૂ કરી હતી.
સોખડા સ્વામિનારાણ મંદિરના (Sokhda Haridham) પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથ વચ્ચે અમેરિકામાં વિવાદ ચાલી રહ્યો છે. ન્યૂજર્સીના (new Jersey) મંદિર અને યોગી ડિવાઈન સંસ્થા માટે કાયદાકીય લડત ચાલી રહી છે. જે અંતર્ગત એક અરજીની સુનાવણીમાં યુએસની કોર્ટે (US Court) યોગી ડિવાઈન સંસ્થા માટે પ્રેમસ્વામી જૂથને રાહત આપવાનો ઈનકાર કર્યો છે.પ્રેમસ્વામી જૂથે કરેલી અરજી કોર્ટે 30 ઓગસ્ટના રોજ બરતરફ કરી હતી. આ ઉપરાંત કોર્ટે 14 પાનાના ચુકાદામાં કહ્યું હતું કે હરિપ્રસાદજીના (Hariprashadji) યોગ્ય અનુગામી નક્કી કરવાની ભારતમાં જરૂર છે.
10 હજાર કરોડની મિલકત માટે ટેકેદારો વચ્ચે વિવાદ
આ દરમિયાન પ્રેમસ્વરૂપ સ્વામીના જૂથે એવો આક્ષેપ કર્યો છે કે પ્રબોધસ્વામીનું જૂથ અદાલતના આદેશનું અવળું અર્થઘટન કરીને સોશિયલ મીડિયા દ્વારા ભળતી વાતો વહેતી કરે છે. સોખડા સ્વામિનારાયણ મંદિરના સ્થાપક પૂ.હરિપ્રસાદ સ્વામીએ અમેરિકામાં 49 વર્ષ પહેલા યોગી ડિવાઈન સંસ્થા શરૂ કરી હતી. પૂ.હરિપ્રસાદ સ્વામી વર્ષ 1974થી 26 જુલાઈ 2021 સુધી યોગી ડિવાઈન સંસ્થાના પ્રમુખ રહ્યા હતા. આ સંસ્થાએ વર્ષ 2015થી 2019 દરમિયાન અમેરિકાના ન્યૂજર્સીમાં વિશાળ જગ્યામાં સ્વામિનારાયણ ભગવાનનું ભવ્ય મંદિર બનાવ્યું હતુ.
આ દરમિયાન હરિપ્રસાદ સ્વામીના સ્વધામગમન સોખડા મંદિરની(Sokhada Temple) ગાદી સહિત રૂપિયા 10 હજાર કરોડની મિલકત માટે પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધસ્વામી જૂથના ટેકેદારો વચ્ચે વિવાદ થયો હતો. બીજીતરફ YDS સંસ્થાના વહીવટ માટે પણ વિવાદ થતાં સમગ્ર મામલો અમેરિકાની કોર્ટમાં પહોંચ્યો હતો. પ્રેમસ્વરૂપ સ્વામી જૂથના ટેકેદારોએ કોર્ટને કહ્યું હતું કે સ્વામીજીએ મૃત્યુ પહેલા રાજીનામું આપ્યું હતું. અને તેમના મૃત્યું પહેલા અનુગામી તરીકે પ્રેમસ્વરૂપની નિમણૂક કરી હતી.