Vadodara : ડોર ટુ ડોર કચરો કલેકટ કરવાના નવા કોન્ટ્રાક્ટને લઇ વિવાદ, જાણો સમગ્ર ઘટના, જુઓ Video
વડોદરા નગરપાલિકાનાં એક નિર્ણયથી ફરી વિવાદ સર્જાય તેવા એંધાણ છે. ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરવાનો ઇજારો એક એજન્સીને આપવાનો છે. ત્યારે કરારની શરતો અંગે સંપૂર્ણ ચર્ચા થાય અને દરેક વોર્ડનાં નગરસેવકોનો અભિપ્રાય લેવાય તેવી માગ કરવામાં આવી છે.
વડોદરા નગરપાલિકાનાં એક નિર્ણયથી ફરી વિવાદ સર્જાય તેવા એંધાણ છે. ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરવાનો ઇજારો એક એજન્સીને આપવાનો છે. ત્યારે કરારની શરતો અંગે સંપૂર્ણ ચર્ચા થાય અને દરેક વોર્ડનાં નગરસેવકોનો અભિપ્રાય લેવાય તેવી માગ છે.
વડોદરા શહેરમાં હાલ ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્ધેશ સાથે કચરા કલેક્શનના વાહનોની સંખ્યા વધારવાનું આયોજન કરાયું છે. હાલ ઇન્દોર, રાજકોટ, સુરત અને અમદાવાદની જેમ વડોદરા નગર પાલિકા કચરો કલેક્ટ કરવાની સિસ્ટમ વિકસાવી રહી છે.
ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરી
હાલ પાલિકા ડોર ટુ ડોરના કચરા કલેક્શન પાછળ 12 લાખનો ખર્ચ કરે છે. ત્યારે હવે કચરા કલેક્શનની ગાડી હાલ 350 છે તેનાંથી વધારવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રોજનો 32 લાખ જેટલો ખર્ચ થશે. ત્યારે નગરસેવકની માગ છે કે કોન્ટ્રાક્ટ આપતા પહેલા તમામ નગરસેવકોનો અભિપ્રાય લેવાય. માત્ર સ્ટેન્ડિંગ કમિટિમાં ચર્ચા બાદ જો કોન્ટ્રાક્ટ અપાઇ જશે તો એજન્સીને મોકળું મેદાન મળવાની આશંકા નગરસેવકે જાહેર કરી છે.
એજન્સીને નિરિક્ષણની કામગીરી ન સોંપવા માગ
અન્ય શહેરોની કચરો કલેક્ટ કરવાની પ્રક્રિયાનું આંધળુ અનુકરણ ન થાય. ડોર ટુ ડોર કચરા કલેક્શન વાહનનું ટ્રેકિંગ અને મોનિટરીગ પાલિકાનાં હાથમાં જ રહે તેવી માગ છે. આગામી સમયમાં કચરાનું કલેક્શન માટેનાં કરારામાં એજન્સીને જ વાહન ટ્રેકિંગની જવાબદારી સોંપાય તેવી શરત હોવાની આશંકા છે. જેથી નગરસેવકોને ભય છે કે એજન્સી ઘરનાં ભુવા ને ઘરના જાગરીયા જેવો ઘાટ કરશે અને પોતે જ પોતાના કામનું મુલ્યાંકન કરશે. 1200 મકાનો વચ્ચે માત્ર એક જ વાહન હશે તો કેટલો કચરો કલેક્ટ કરશે તે અંગે સવાલ ઉભા થઇ રહ્યા છે.
પાલિકાના અધિકારીઓને ભલે આત્મવિશ્વાસ હોય કે એજન્સીની કામગીરીનું ચોકસાઇ પૂર્વક નિરિક્ષણ કરવામાં આવશે. પરંતુ નગરસેવકોને ભય છે કે અગાઉ જે એજન્સીઓ સાથે કરાર થયા હતા તેમાં પણ શરતો યોગ્ય ન હોવાથી કોન્ટ્રાક્ટરને છટકબારી મળી રહેતી હતી. અગાઉ એજન્સીઓથી POI મીસ થતા જેની પેનલ્ટિ ન થાય તે માટે શરતો બદલવામાં આવ્યાનો આક્ષેપ છે. ત્યારે હવે જોવું રહ્યું કે વડોદરા મનપા ડોર ટુ ડોર કચરા કલેક્શનનાં કોન્ટ્રાક્ટનો નિર્ણય લેવા નગરસેવકોના અભિપ્રાયને પણ સાંભળે છે.