Health Tips : ફુદીનાના પાનનો આ રીતે ઉપયોગ કરવાથી અનેક સમસ્યાઓનું મળશે સમાધાન
Image - Freepik
ફુદીનાના પાનનું સેવન નિયમિત કરવાથી અનેક લાભ થાય છે.
માથાનો દુખાવો તીવ્ર હોય ત્યારે ફુદીનાના પાનનું સેવન કરવાથી રાહત મળે છે. આ ઉપરાંત તમે માથા પર પાનનો લેપ પણ લગાવી શકો છો.
પાણીમાં ફુદીનાનો રસ મિક્સ કરીને કોગળા કરવાથી મોંઢાની દુર્ગંધ દૂર થાય છે.
પાચનની સમસ્યાઓ હોય તો પાણીમાં ફુદીનાનો રસ ઉમેરી પીવાથી લાભ થાય છે.
ફુદીનાનો રસ પીવાથી ઊલટીની સમસ્યામાં રાહત મળે છે.
તાવથી પીડાતા હોય ત્યારે પાણીમાં ફુદીનાના પાન, કાળા મરી, સિંધવ મીઠું ઉમેરી ઉકાળી ચા બનાવીને પીવાથી લાભ થાય છે.
ફુદીનાના રસમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરી પીવાથી રાહત થાય છે.
(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)