ધૂળેટીના પર્વ પર છવાયો માતમ, ગુજરાતમાં પાંચ અલગ-અલગ સ્થળોએ પાણીમાં ડુબવાની ઘટનામાં 10 લોકોના મોત, જુઓ Video

Gujarat News : રાજ્યમાં ધૂળેટીના પર્વે નદી કે તળાવમાં ડૂબી જવાથી મોતનો સિલસિલો ચાલુ વર્ષે પણ યથાવત રહ્યો છે. ગુજરાતમાં આજે સર્જાયેલી અલગ અલગ 5 ઘટનાઓમાં કુલ 10 લોકોના મોત નિપજ્યા છે.

ધૂળેટીના પર્વ પર છવાયો માતમ, ગુજરાતમાં પાંચ અલગ-અલગ સ્થળોએ પાણીમાં ડુબવાની ઘટનામાં 10 લોકોના મોત, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2023 | 6:51 PM

રાજ્યમાં ધૂળેટીના પર્વે નદી કે તળાવમાં ડૂબી જવાથી મોતનો સિલસિલો ચાલુ વર્ષે પણ યથાવત રહ્યો છે. ગુજરાતમાં આજે સર્જાયેલી અલગ અલગ 5 ઘટનાઓમાં કુલ 10 લોકોના મોત નિપજ્યા છે. સુરતમાં ધૂળેટી રમ્યા બાદ કોઝવેમાં ડૂબી જતા 2ના મોત નિપજ્યા છે. તો મહેસાણાના ખેરાલુમાં ડૂબી જતા 1 યુવાન મોતને ભેટ્યો છે. કલોલ નજીક દંતાલી ગામે કેનાલમાં નહાવા પડેલા 3 યુવાનો ડૂબ્યા છે. તો ખેડામાં કેનાલમાં ડૂબી જતા એકનું મોત થયુ છે. તો વડ઼ોદરાના ડભોઇના તળાવમાં એક યુવાન, બોટાદના સેથળી ગામે કેનાલમાં ડુબતા ત્રણનાં મોત થયા છે.

સુરતમાં ધૂળેટીના પર્વ દરમિયાન કોઝવેમાં ડુબવાથી 2 યુવકોના મોત થયા છે. નહાવા ગયેલા એક યુવકને બચાવવા બીજો યુવક કૂદ્યો હતો. આ ઘટનામાં બન્ને યુવકોના મૃત્યુ થતા તેમના પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ફાયર વિભાગે બંને યુવકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. મહેસાણાના ખેરાલુમાં તળાવમાં ડૂબી જતા એક યુવકનું મોત થયુ છે, જ્યારે 2 યુવાનોનો આબાદ બચાવ થયો છે. માછલા પકડવા ઉતરેલા ત્રણ યુવાનો ડૂબ્યા હતા. ખેરાલુના નાની હીરવાણી ગામમાં આ ઘટના બની હતી.

ગાંધીનગરના કલોલ પાસે દંતાલી ગામની કેનાલમાં 3 યુવકો ડૂબવાની ઘટના બની છે. કેનાલમાંથી બે યુવકોના મૃતદેહ બહાર કઢાયા છે. ફાયરબ્રિગેડ દ્વારા હજુ એક યુવકની શોધખોળ ચાલુ કરવામાં આવી છે. દંતાલી વડસર પાસેની કેનાલમાં 6 યુવકો ન્હાવા પડ્યા હતા. તમામ યુવકો આઈટીઆઈમાં અભ્યાસ કરતા હોવાની પ્રાથમિક માહિતી છે. તમામ યુવકો પટણી સમાજના હોવાની પણ માહિતી મળી છે.

બોટાદના સેથળી ગામ પાસે કેનાલમાં 4 યુવકો તણાયા હતા. કેનાલમાં નહાવા પડેલા 4 યુવકો પૈકી 3ના મૃતદેહ મળ્યાં છે. અન્ય એક યુવકની હજુ કોઈ ભાળ મળી નથી. ડૂબી ગયેલા યુવકની શોધખોળ માટે ફાયર વિભાગની મદદ લેવાઈ છે. તમામ યુવકો બોટાદ શહેરના પાળીયાદ રોડ પાસેના અશોકવાટિકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

બોટાદ મામલતદાર, ફાયર વિભાગ તેમજ પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે. તો વડોદરાના પાદરાની નર્મદા કેનાલમાં બે બાળકો ડૂબ્યા છે. સ્મિત અને આશિષ નામના બાળકોના ડૂબવાથી મોત થયા છે. બંન્ને બાળકો કેનાલમાં હાથ પગ ધોવા ગયા હતા. બન્ને બાળકોના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">