Surat: હજીરા-ગોથાણ 50 કિલોમીટર નવી બ્રોડગેજ લાઇનને રેલવેએ વિશેષ યોજના તરીકે મંજૂરી આપી
આ શ્રેણીમાં હવે વધુ એક પરિયોજના ગોથાણ-હજીરા બ્રોડગેજ લાઇનનો ઉમેરો થયો છે. ઘણાં વર્ષોથી લટકી પડેલી આ પરિયોજનાને હવે વિશેષ દરજ્જો મળવાને કારણે તે પાટે ચઢી છે. મહત્વાકાંક્ષી ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોરના ભાગરૂપે વિકસાવવામાં આવનાર આ પરિયોજનાને રેલવે મંત્રાલયે વિશેષ દરજ્જો આપ્યાનો અર્થ એ છે કે તે હવે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટે જાહેર હિતની પરિયોજના ગણાશે
સુરતમાં(Surat)હજીરા-ગોથાણ 50 કિલોમીટર નવી બ્રોડગેજ લાઇનને રેલવેએ(Railway)વિશેષ યોજના તરીકે મંજૂરી આપી છે. આ વિશેષ યોજના જાહેર થવાથી જમીન સંપાદન સરળ અને ઝડપી થશે છતાં મોટા ભાગે રાજ્ય સરકારની જમીન પર આ નવી રેલવે લાઇન નાખવામાં આવશે કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઇલ્સ રાજ્ય મંત્રી દર્શના જરદોશએ જણાવ્યું હતું કે આ રેલવે લાઇનથી હાઇ -વે પરનું ભારણ ઘટશે. લોજિસ્ટિક ખર્ચ ઘટશે અને રોજગારીની અનેક નવી તકો ઊભી થશે. ડબલ એન્જિન સરકારને લીધે વિકાસ કેવો ઝડપી બને છે એનું આ વધુ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.
બુલેટ ટ્રેન ઉપરાંત સુરત અને ઉધના રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનો સમાવેશ
સમગ્ર દેશમાં રેલવેની કાયાપલટ થઈ રહી છે અને માલગાડીઓનું સંચાલન 5 લાખ રેકને સ્પર્શી ગયું એવા સમયે નૂર પરિવહન ક્ષેત્રે વધુ એક આશાસ્પદ સમાચાર આવ્યા છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રેલવે અને ટેક્સ્ટાઇલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશની સૂચના અને માર્ગદર્શનથી રેલવે મંત્રાલયે સુરત જિલ્લામાં ગોથાણ-હજીરા નવી 50 કિમી બ્રોડગેજ લાઇન પરિયોજનાને ‘વિશેષ રેલવે પરિયોજના’ તરીકે મંજૂરી આપી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી જરદોશ અંગત રસ લઈ રહ્યા હોવાથી ખાસ કરીને પશ્ચિમ રેલવેમાં રેલવેના આધુનિકરણની અનેક પરિયોજનાઓ પૂરજોશમાં ચાલી રહી છે જેમાં બુલેટ ટ્રેન ઉપરાંત સુરત અને ઉધના રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનો સમાવેશ થાય છે.
આ શ્રેણીમાં હવે વધુ એક પરિયોજના ગોથાણ-હજીરા બ્રોડગેજ લાઇનનો ઉમેરો થયો છે. ઘણાં વર્ષોથી લટકી પડેલી આ પરિયોજનાને હવે વિશેષ દરજ્જો મળવાને કારણે તે પાટે ચઢી છે. મહત્વાકાંક્ષી ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોરના ભાગરૂપે વિકસાવવામાં આવનાર આ પરિયોજનાને રેલવે મંત્રાલયે વિશેષ દરજ્જો આપ્યાનો અર્થ એ છે કે તે હવે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટે જાહેર હિતની પરિયોજના ગણાશે અને જમીન સંપાદન કાર્યવાહી સરળ થશે. જો કે જમીન સંપાદન લઈને અગાઉ આ પરિયોજના સામે વિરોધ થયો હતો.
રેલવે મંત્રાલયે રૂ. 20000 કરોડના ખર્ચે 21 પોર્ટ-રેલ કનેક્ટિવિટી પરિયોજનાઓ હાથ ધરી
રેલવે મંત્રાલયનાં જાહેરનામાં અંગે પ્રતિક્રિયા આપતા દર્શના જરદોશે કહ્યું કે રેલવે મંત્રાલયે રૂ. 20000 કરોડના ખર્ચે 21 પોર્ટ-રેલ કનેક્ટિવિટી પરિયોજનાઓ હાથ ધરી છે. ગોથાણ-હજીરા રેલવે લાઇનથી ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોરની ખૂટતી કડી પૂરી થશે, હજીરા પોર્ટને રેલ કનેક્ટિવિટી તો મળશે જ, સાથે લોજિસ્ટિક ખર્ચ ઘટશે, રોડ પરનું ભારણ ઘટશે. બંદરો સમૃદ્ધિનાં પ્રવેશદ્વાર ગણાય છે અને પોર્ટ સાથે રેલ કનેક્ટિવિટી થવાથી આ વિસ્તારમાં રોજગારીની અનેક નવી તકો પણ ઊભી થશે.
આ રેલવે લાઇન માટે મોટા ભાગે રાજ્ય સરકારની માલિકીની જમીનોનો ઉપયોગ થવાનો હોઇ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો ખાસ આભાર માનતા શ્રીમતી જરદોશે કહ્યું કે ડબલ એન્જિન સરકારને લીધે વિકાસની ગતિ કેવી ઝડપી બને છે એનું આ વધુ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…