AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : વિશ્વ ભારતી કોલેજમાં પરીક્ષામાં માસ કોપી કરતા ઝડપાયેલી 28 વિદ્યાર્થિની સામે કાર્યવાહી, ઝીરો ગુણ આપવા સાથે રુપિયા 500નો દંડ ફટકારાયો

Surat News : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કામરેજના મોરથાણ ખાતે આવેલી વિશ્વાભારતી કોલેજમાં 6 એપ્રિલ 2023ના રોજ બીકોમ સેમેસ્ટર-2ની અંગ્રેજી વિષયની પરીક્ષા હતી. પરીક્ષામાં ગેરરીતિ થતી હોવાની માહિતી યુનિવર્સિટીને મળી હતી.

Surat : વિશ્વ ભારતી કોલેજમાં પરીક્ષામાં માસ કોપી કરતા ઝડપાયેલી 28 વિદ્યાર્થિની સામે કાર્યવાહી, ઝીરો ગુણ આપવા સાથે રુપિયા 500નો દંડ ફટકારાયો
Baldev Suthar
| Edited By: | Updated on: May 11, 2023 | 10:01 AM
Share

સુરતના (Surat) કામરેજના મોરથાણ ખાતે આવેલી વિશ્વ ભારતી કોલેજમાં માસ કોપી કેસમાં ઝડપાયેલી 28 વિદ્યાર્થિની સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ વિદ્યાર્થિનીઓને જે તે વિષયમાં શૂન્ય માર્ક આપવામાં આવ્યા છે. સાથે જ 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. માર્ચ- એપ્રિલ મહિનામાં લેવાયેલી પરીક્ષામાં 1050 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા હતા. જેમાંથી 200 વિદ્યાર્થીઓને સજા કરવામાં આવી હતી.

આ પણ વાંચો-Gujarati News : અમદાવાદમાં દૂરદર્શન ટાવર પાસે ત્રિપલ અકસ્માતમાં 5 ઇજાગ્રસ્ત, એક કાર સળગી ઉઠી

શું હતી સમગ્ર ઘટના ?

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કામરેજના મોરથાણ ખાતે આવેલી વિશ્વાભારતી કોલેજમાં 6 એપ્રિલ 2023ના રોજ બીકોમ સેમેસ્ટર-2ની અંગ્રેજી વિષયની પરીક્ષા હતી. પરીક્ષામાં ગેરરીતિ થતી હોવાની માહિતી યુનિવર્સિટીને મળી હતી. જેને પગલે યુનિવર્સિટી દ્વારા સ્પેશિયલ સ્કવૉડની ટીમને કોલેજ ખાતે મોકલવામાં આવી હતી.

સ્કવૉડના 10 સભ્ય દ્વારા ત્રણ પરીક્ષાખંડમાં તપાસ હાથ ધરી હતી. જેમાં એક પરીક્ષાખંડમાંથી 10 વિદ્યાર્થિની પાસે માઇક્રો ઝેરોક્ષ અને હાથેથી લખેલી કાપલી ઝડપાઈ હતી. તપાસમાં અમુક વિદ્યાર્થિનીઓ દ્વારા કાપલીમાંથી ઉત્તરવહીમાં જવાબ લખેલા મળી આવ્યા હતા. સ્પેશિયલ સ્કવૉડની ટીમે પુરાવા સાથે પ્રાથમિક માસ કોપીકેસનો અહેવાલ તૈયાર કર્યો હતો.

આ પણ વાંચો-Gujarati video : બાપુનગરમાં આવેલા વિકાસ એસ્ટેટની આગમાં 25 દુકાન સ્વાહા, 8 લોકો ઇજાગ્રસ્ત, સમગ્ર મામલે FSL કરશે તપાસ

પરીક્ષા સુપ્રિટેન્ડન્ટને ત્રણ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ

યુનિવર્સિટીએ સીસીટીવી ફૂટેજ અને અહેવાલના આધારે વિદ્યાર્થિનીઓ પર કાર્યવાહી કરી હતી. વિદ્યાર્થિનીઓને અંગ્રેજી વિષયની પરીક્ષામાં શૂન્ય માર્ક અને 500 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. કોલેજના પરીક્ષા સુપ્રિટેન્ડન્ટને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની જગ્યા પર યુનિવર્સિટીના બે એક્સટર્નલ સુપ્રિટેન્ડન્ટ પરીક્ષાની કામગીરી કરશે અને તે માટે જે ખર્ચ થશે, તે કોલેજે ભોગવવાનો રહેશે.

આ પહેલા 200 વિદ્યાર્થીને થઇ હતી સજા

વધુમાં માર્ચ-એપ્રિલ, 2023માં લેવાયેલી નિયમિત અને એટીકેટીની પરીક્ષામાં 1050 જેટલા વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા હતા. જેમાંથી 200 વિદ્યાર્થીઓને સજા થઈ હતી અને આગામી દિવસોમાં અન્ય વિદ્યાર્થીઓ માટે પણ નિર્ણય લેવામાં આવશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

g clip-path="url(#clip0_868_265)">