Surat Accident CCTV : ધૂમ સ્ટાઈલમાં બાઇક આવી અને કાર સાથે અથડાઈ, પછી થયો આવો હાલ, જુઓ Video

સુરતના અડાજણમાં કાર સાથે બાઈક પુર ઝડપે અથડાઈ હોવાની ઘટના બની છે. ભૂલકા ભવન પાસે મધ્ય રાત્રીનો બનાવ બન્યો હતો. કાર સાથે બાઈક અથડાતા બાઈકનો ભુક્કો થયો. ત્રણ સવારી કરતા બાઈક ચાલકો ઈજાગ્રસ્ત. 

Surat Accident CCTV : ધૂમ સ્ટાઈલમાં બાઇક આવી અને કાર સાથે અથડાઈ, પછી થયો આવો હાલ, જુઓ Video
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Dec 16, 2024 | 12:24 PM

સુરતમાં અડાજણની ભૂલકા વિહાર શાળા પાસે અકસ્માતની ઘટના બની હતી. પૂર ઝડપે સ્પોર્ટ્સ બાઇક કાર સાથે અથડાઇ. યુ ટર્ન લેતી કાર સાથે પૂર ઝડપે આવતી સ્પોર્ટ્સ બાઇક અથડાઇ. બાઇક સવાર ત્રણેય યુવકોને ગંભીર રીતે ઇજા થઈ હોવાનું સામે આવ્યું હતું.

ઘટના બાદ તાત્કાલિક યુવકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતમાં બાઇકનું કચ્ચરઘાણ નીકળ્યું. સમગ્ર મામલે અડાજણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. બાઇક ચાલકનું નામ અંતિમ ગુપ્તા હોવાનું સામે આવ્યું છે. બાઇક ચાલકના શરીર પર 22 જેટલા ટાંકા આવ્યા હોવાની પણ માહિતી સામે આવી છે. અન્ય 2 મિત્રોને સામાન્ય ઇજા પહોંચી હતી. બાઇક તેમની નહોતી તેવી પણ માહિતી પરિજનો તરફથી જાણવા મળી છે.

Winter breakfast : શિયાળામાં સવારે નાસ્તામાં કયા ફળો ખાવા જોઈએ?
Orange Benefits : શિયાળામાં દરરોજ 1 નારંગી ખાઓ, ફાયદા તમને ચોંકાવી દેશે.
Increase Eye sight : આંખોની રોશની 10 ગણી વધી જશે, કરો આ કામ
Vastu : ઘરમાં પૈસા કઇ જગ્યાએ ન રાખવા જોઇએ?
નાગ-નાગણના સુંદર જોડાએ કર્યો જબરદસ્ત ડાન્સ, કેમેરામાં કેદ થયા દ્રશ્યો
Winter Walking : શિયાળામાં કેટલી મિનિટ ચાલવું સ્વાસ્થ્ય માટે યોગ્ય છે?

તમારે બાઇક ચલાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

સુરક્ષાના સાધનો પહેરો

  • હેલ્મેટઃ હંમેશા સારી ગુણવત્તાવાળી હેલ્મેટ પહેરો. તે માથાની ઇજાઓથી બચાવે છે.
  • પહેરવેશ: ઘૂંટણ અને કોણીની સુરક્ષા, મજબૂત પગરખાં અને યોગ્ય કપડાં પહેરો.

 બાઇકની સ્થિતિ તપાસો

  • બ્રેક્સ: બ્રેક્સ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં.
  • ટાયરમાં હવા: ટાયરમાં હવાનું પ્રમાણ યોગ્ય હોવું જોઈએ.
  • લાઇટ્સ અને હોર્ન: આ સંપૂર્ણપણે દંડ હોવા જોઈએ.

રસ્તાના નિયમોનું પાલન કરો

  • ટ્રાફિક સિગ્નલનું પાલન કરો.
  • લેનમાં રહો અને લેન બદલતા પહેલા સિગ્નલ આપો.
  • વધુ પડતો ખર્ચ ટાળો.

હંમેશા સાવચેત રહેવું

  • વરસાદમાં અથવા લપસણો રસ્તાઓ પર ધીમેથી વાહન ચલાવો.
  • વળાંક લેતી વખતે ધીમો કરો.
  • અન્ય વાહનો અને રાહદારીઓનું ધ્યાન રાખો.

ફોકસ જાળવી રાખો

  • ફોનનો ઉપયોગ કરશો નહીં.
  • સંપૂર્ણપણે સતર્ક રહો અને અન્યની ક્રિયાઓ પર નજર રાખો.
  • બિનજરૂરી વાતો કે વિક્ષેપ ટાળો.

અન્ય સાવચેતીઓ

  • દારૂ પીધા પછી બાઇક ન ચલાવો.
  • અત્યંત થાકેલા હોય ત્યારે વાહન ચલાવવાનું ટાળો.
  • લાંબી મુસાફરી દરમિયાન નિયમિત વિરામ લો.

વીમો અને દસ્તાવેજો સાથે રાખો

  • વાહન વીમો, ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી (નોંધણી પ્રમાણપત્ર) હંમેશા સાથે રાખો.
g clip-path="url(#clip0_868_265)">