Surat ના કલાકારે વડાપ્રધાન મોદીનું ગોલ્ડ જરીથી અનોખુ પોટ્રેટ બનાવ્યુ, PM તરીકે 9 વર્ષ પૂર્ણ કરવા પર આપી અનોખી ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળને નવ વર્ષ પૂર્ણ થતા સુરતના આર્ટિસ્ટ વિપુલભાઈ દ્વારા આ ખાસ પોટ્રેટ ટ્રીબ્યુટ તરીકે તૈયાર કરવામાં આવ્યુ છે. ગોલ્ડ જરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોર્ટ્રેટમાં જોવા મળે છે.

Surat ના કલાકારે વડાપ્રધાન મોદીનું ગોલ્ડ જરીથી અનોખુ પોટ્રેટ બનાવ્યુ, PM તરીકે 9 વર્ષ પૂર્ણ કરવા પર આપી અનોખી ભેટ
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jun 10, 2023 | 3:16 PM

Surat : આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) ચાહકો પાસે તેમની અનેક તસવીરો અને પોર્ટ્રેટ છે, પરંતુ સુરતના એક આર્ટિસ્ટ દ્વારા  PMનું જે પોર્ટ્રેટ (Portrait) તૈયાર કરવામાં આવ્યું છે તે ખૂબ જ અલગ અને અનોખું છે, કારણકે આ પોર્ટ્રેટની ઓળખ સુરતના જરી ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. ગોલ્ડ જરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોર્ટ્રેટમાં જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના PM તરીકેના કાર્યકાળને નવ વર્ષ પૂર્ણ થતા સુરતના આર્ટિસ્ટ વિપુલભાઈ દ્વારા આ ખાસ પોટ્રેટ ટ્રીબ્યુટ તરીકે તૈયાર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો- ડાયરામાં લોક ગાયિકા ગીતા રબારી પર થયો નોટોનો વરસાદ, જુઓ Video

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળને નવ વર્ષ પૂર્ણ થઈ ગયા છે ,જેને લઈ દેશભરમાં ભાજપાના કાર્યકર્તાઓ અને નેતાઓ ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ સુરતના આર્ટિસ્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર વિપુલભાઈ જેપીવાલાએ ખાસ પોર્ટ્રેટ તૈયાર કર્યું છે. આ રીયલ ગોલ્ડ જરીથી પોર્ટ્રેટ તૈયાર કરવામાં આવ્યું છે.

પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમને બનાવશે લખપતિ, જાણી લો
વિનોદ કાંબલીની પત્નીએ છૂટાછેડા લેવાનો નિર્ણય કેમ બદલ્યો?
દુનિયાની સૌથી મોંઘી ચા કઈ છે ? જાણો નામ
Sun Rise First in Pakistan : પાકિસ્તાનમાં સૌપ્રથમ સૂર્ય ક્યાં ઉગે છે, જવાબ ચોંકાવી દેશે
ખૂબસૂરત મહિલા પહેલવાન બની DCP, જાણો નામ અને જુઓ તસવીર
દુનિયાની સૌથી મોંઘી કોફી કઈ છે, અનોખી રીતે થાય છે તૈયાર

પોર્ટ્રેટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર છે. દરેક તસવીરમાં 10 થી 12 ગ્રામ ગોલ્ડ જરી વાપરવામાં આવી છે. વર્ષો પહેલા રીયલ ગોલ્ડ જરી રાજા રજવાડાઓ પોતાના પરિધાનમાં વાપરતા હતા. ગોલ્ડ જરી ખાસ કરીને સાડી અને ડ્રેસ પર વાપરવામાં આવતી હતી ,પરંતુ ધીમે ધીમે આ પરંપરા ઓછી થઈ ગઈ. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યો અને તેમના પ્રોજેક્ટોથી પ્રભાવિત થઈ સુરતના વિપુલભાઈએ કેટલાક પોટ્રેટ તૈયાર કર્યા છે જે ખૂબ જ આકર્ષક લાગે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવ વર્ષ દરમિયાન અને એક નિર્ણયો અને પ્રોજેક્ટ વિશ્વભરમાં પ્રખ્યાત છે અને તેઓ પોતે જ્યારે ગુજરાત આવે છે તો ખાસ કરીને ગુજરાતીઓ ગૌરવની લાગણી અનુભવે છે. આ જ કારણ છે કે ગુજરાતી હોવાના કારણે વિપુલભાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ નવ વર્ષને બિરદાવવા માટે આ ખાસ ગોલ્ડ જરીથી તેમની તસવીર બનાવી છે. જ્યારે ધ્યાનથી આ તસ્વીરને જોવામાં આવે તો પીએમ મોદીની તસવીર સોનાની ચમકથી ઝળહળી ઊઠે છે.

આ પોર્ટ્રેટ ખાસ આ માટે પણ છે કારણ કે હાલ કોઈ પણ ગોલ્ડ જરીનો વપરાશ હાલ લોકો સાડી અને ડ્રેસ પર નહીંવત કરે છે. વિપુલભાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા વોકલ ફોર લોકલની વાત કરતા આવ્યાં છે. તેમના કાર્યકાળને નવ વર્ષ થતાં અમે આ ખાસ ગોલ્ડ જરીમાં પોર્ટ્રેટ તૈયાર કર્યું છે. એમને ટ્રીબ્યુટ આપવા માટે તેમની આ તસવીર તૈયાર કરી છે કારણ કે જરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે તેઓએ અનેક કાર્યો કર્યા છે. આ તસ્વીરમાં 10 થી 12 ગ્રામ ગોલ્ડ જરી ઉપયોગમાં લેવાઇ છે. આ તસવીર બનાવવામાં 5 થી 7 દિવસ લાગ્યા છે, ખાસ 23.5 કેરેટ ગોલ્ડની જ જરી હોય છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">