Safalta Ekadashi 2021: 9 જાન્યુઆરીએ છે વર્ષની પ્રથમ એકાદશી, જાણો સફળ એકાદશીના ઉપવાસના નિયમો
ધાર્મિક માન્યતાઓ અનુસાર, પૂરા વિધિ વિધાનથી સફળ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી ભકતોની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે.

Safalta Ekadashi 2021: સફળતા એકાદશી આ વર્ષે 9 જાન્યુઆરીએ છે. પૌષ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને સફળ એકાદશી પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પૂરા વિધિ વિધાનથી સફળ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી ભકતોની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. શાસ્ત્રોમાં એકાદશીના ઉપવાસના નિયમો સૂચવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે એકાદશીના દિવસે કોઈ ખાસ કાર્યો ન કરવા જોઈએ. તો ચાલો જાણીએ એકાદશી વ્રતના નિયમો:
સફળતા એકાદશી પર ભૂલથી પણ ના કરશો આ કામ- 1. શાસ્ત્રોમાં, બધા 24 એકાદશીઓમાં ભાત ખાવાનું વર્જિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે એકાદશી પર ચોખા ખાવાથી સરિસૃપોની યોનિમાં જન્મ મળે છે. આ દિવસે પણ ચોખાનું સેવન ન કરવું જોઈએ. ૨. એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના સાથે સાથે, વ્યક્તિએ ભોજન, વર્તન અને સાત્વિકતાનું પાલન કરવું જોઈએ. 3. કેહવાય છે કે પતિ પત્ની આ દિકસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. 4. માનવામાં આવે છે કે સફળતા એકાદશીના લાભ મેળવવા માટે વ્યક્તિએ કઠોર શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આ સાથે જ વ્યક્તિએ લડાઈ ઝઘડાથી બચવું જોઈએ. 5. એકાદશીના દિવસે લોકોએ સવારે વેહલા જાગી જવું જોઈએ તેમજ સાંજે સૂઈ જવું જોઈએ નહીં
સફળતા એકાદશીના દિવસે જરૂરથી કરો આ કામ- 1. એકાદશીના દિવસે દાન કરવાનું ઉત્તમ મનાય છે. 2.એકાદશીના દિવસે શક્ય હોય તો ગંગાજળથી સ્નાન કરવું જોઈએ. 3.લગ્ન સબંધી બાધાઓ દૂર કરવા માટે એકાદશીના દિવસે કેસર,કેળાં, અથવા હળદરનું દાન કરવું જોઈએ. 4.એકાદશીનો ઉપવાસ કરવાથી માન -સમ્માન, સંતાન સુખની સાથે સાથે દરેક મનોકામનાની પૂરતી થાય છે. 5. કેહવાય છે કે એકાદશીનું વ્રત કરવાથી પૂર્વજોને મોક્ષ પ્રાપ્તિનું ફળ મળે છે.