6 March 2025

વારંવાર સુકાઈ જતા તુલસીને આ રીતે રાખો લીલોછમ ! જાણો ઉપાય

Pic credit - google

મોટાભાગના લોકો ઘરમાં તુલસીનો છોડ લગાવે છે, પરંતુ ઘણીવાર પાણી અને ખાતર આપ્યા પછી પણ તુલસીનો છોડ ઝડપથી સુકાઈ જાય છે

Pic credit - google

તુલસીને આધ્યાત્મિક રીતે પવિત્ર છોડ માનવામાં આવે છે અને તેનું સુકાઈ જવું એ અશુભ સંકેત છે.

Pic credit - google

પણ જો તે વારંવાર સુકાઈ જતો હોય તો તેને ફરીથી લીલોછમ રાખવા કેટલાક ઉપાય અજમાવી શકો છો 

Pic credit - google

તુલસીના છોડને પાણી દિવસમાં માત્ર એક જ વાર આપો અને તે પણ જ્યારે વાસણમાંનું પાણી સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યારે, તેવી રીતે વધારે પાણી ના આપવું તેનાથી તુલસી સુકાઈ જાય છે

Pic credit - google

તુલસીના છોડમાં ગાયનું સૂકુ છાણ ઉમેરવાથી ફાયદાકારક છે. આથી તેનો પાઉડર બનાવી માટી સાથે ભેળવીને તુલસીના છોડમાં ઉમેરો

Pic credit - google

તુલસી વારંવાર સુકાઈ જતા હોય તો તેમાં લીમડાનું તેલ અથવા લીમડાનું પાણી ઉમેરવું પણ ખૂબ અસરકારક છે, તે કુદરતી જંતુનાશક તરીકે કામ કરે છે.

Pic credit - google

તુલસીના છોડને તડકામાં રાખવા પણ ખુબ જ જરુરી છે આથી તો શિયાળામાં 6થી 7 કલાક તો ઉનાળામાં 2 કલાક જેવું સૂર્યપ્રકાશ જરુર આપો

Pic credit - google

ભર ગરમીમાં તુલસીને તાપમાં મુકતા પહેલા સફેદ કાપડને પાણીમાં પલાડી તુલસીના છોડ પર વીટી શકો છો, જે બાદ તેને તાપમાં મુકવાથી તુલસી સુકાઈ નહીં જાય

Pic credit - google

તુલસીના સુકા પાંદડા તુલસીના છોડ પરથી અલગ કરતા રહો, આમ કરવાથી સુકા તુલસીના પાન આખા તુલસીના છોડને સુકવી નહીં દે

Pic credit - google