Ahmedabad : કેનાલમાં 3 સગીર ડૂબવાની ઘટનામાં 2ના મૃતદેહ મળ્યા, કાર ભાડે ન આપી હોવાનો કાર માલિકનો દાવો, જુઓ Video
વાસણા-સરખેજ પાસે આવેલી ફતેવાડી કેનાલ પાસે બુધવારે સાંજે ભયાવહ દુર્ઘટના ઘટી છે. રીલ બનાવવાના ચક્કરમાં ત્રણ સગીર જીવ ગુમાવ્યો છે. સ્કોર્પિયો કાર માલિક સૌરભ ગુપ્તાએ નિવેદન આપતા જણાવ્યું કે તેમને કાર ભાડે આપી નહીં.

રીલની ઘેલછા ત્રણ યુવાનો માટે જીવલેણ સાબિત થઈ છે. વાસણા-સરખેજ પાસે આવેલી ફતેવાડી કેનાલ પાસે બુધવારે સાંજે ભયાવહ દુર્ઘટના ઘટી છે. રીલ બનાવવાના ચક્કરમાં ત્રણ સગીર સ્કોર્પિયો કાર લઈને પહોંચ્યા હતા અને યુટર્ન લેતી વખતે કેનાલમાં ખાબક્યા હતા. તેમને શોધવા માટે અસલાલી, પ્રહલાદનગર અને જમાલપુર ફાયર બ્રિગેડના 30 જવાનો કામગીરીમાં જોડાયા હતા. વાસણા બેરેજનું કેનાલમાં જતું પાણી બંધ કરી દેવાયું હતું. અને ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે સ્કોર્પિયો કાર બહાર કાઢી હતી.
કલાકોની શોધખોળ બાદ યક્ષ ભંકોડિયા અને યશ સોલંકી નામના સગીરોના મૃતદેહ મળ્યા છે. જ્યારે ક્રિશ દવેની શોધખોળ હજુ યથાવત છે. જો કે મૃતકોમાંથી કોઈને પણ કાર ડ્રાઈવિંગ ન આવડતું હોવાનો ખુલાસો થયો છે. મૃતકોના પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે.
અમે કાર ભાડે આપી નથી – કાર માલિક
ફતેહવાડી કેનાલમાં રીલ્સ બનાવવા સ્કોર્પિયો સાથે સગીર મિત્રો ડૂબવાનો મામલામાં કાર માલિકનું નિવેદન સામે આવ્યું છે. સ્કોર્પિયો કાર માલિક સૌરભ ગુપ્તાએ નિવેદન આપતા જણાવ્યું કે તેમને કાર ભાડે આપી નહીં. સૌરભનો મિત્ર મૌલિક કાર લઈ ગયો હતો. મૌલિક દર્શન કરવા અને ફરવા માટે કાર લઈ ગયો હોવાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ મૌલિકે તેના મિત્ર રુદ્ધને ફોટા પડાવવા માટે કાર આપી હતી. પરંતુ રુદ્ર પાસે લાઈસન્સ ન હોવાના કારણે તેની પાસેથી પણ રુદ્ગના મિત્રો કાર લઈ ગયા હોવાનો ખુલાસો થયો છે.
શું હતી સંપૂર્ણ ઘટના ?
પ્રાથમિક માહિતી અનુસાર કારમાં 4 સગીર વયના યુવક સવાર હતા જેમાંથી એકને ઉગારી લેવાયો છે જ્યારે ક્રિશ, યશ અને યક્ષ નામના ત્રણ સગીરનું મૃત્યુ થયુ છે.ધોરણ 11માં અભ્યાસ કરતા આ સગીરો રિલ બનાવા માટે ભાડે કાર લાવ્યા હોવાનો ખુલાસો થયો હતો, પરંતુ કાર માલિકે આ વાત નકારી છે. ભાડે કાર લાવીને રિલ બનાવવા જતા હતા ત્યારે આ ઘટના ઘટી હતી.
દાવો છે કે વાસણા બેરેજથી થોડે દૂર યશ ભંકોડીયાએ થોડે દૂર ગાડી ચાલવી હતી. બાદમાં યશ સોલંકીને ગાડી ચલાવવા માટે આપી હતી. ગાડીમાં ક્રિશ દવે પણ બેઠો હતો. ત્રણેય મિત્રો ગાડીને યુ ટર્ન મારી અને પાછી લાવતા હતા પરંતુ, કોઈ કારણોસર ગાડીનો ટર્ન વાગ્યો નહોતો અને ગાડી સીધી કેનાલમાં ઘસી ગઈ હતી.
( Withinput – Mihir Soni )