Mahisagar જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી કડાણા ડેમમાં પાણીની આવક વધી, નદીમાં પાણી છોડાયું

મહીસાગર(Mahisagar)  જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘો વરસી રહ્યો છે. જેમાં સંતરામપુરમાં 3 તો કડાણામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બાલાસિનોર અને લૂણાવાડામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.

Mahisagar જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી કડાણા ડેમમાં પાણીની આવક વધી, નદીમાં પાણી છોડાયું
Mahisagar Kadana Dam
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2022 | 8:01 PM

ગુજરાતમાં(Gujarat)  છેલ્લા ચાર દિવસના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ(Rains)  પડ્યો છે . જેના પગલે અનેક નદીઓમાં અને ડેમમાં નવા નીર ઉમેરાયા છે . જેમાં મહીસાગર(Mahisagar)  જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘો વરસી રહ્યો છે. જેમાં સંતરામપુરમાં 3 તો કડાણામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બાલાસિનોર અને લૂણાવાડામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે જળાશયોમાં નોંધપાત્ર પાણીની આવક થઈ છે. કડાણા ડેમમાં 6 હજાર 800 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેમાં પાણીની આવક થતા 380 ફૂટ જળ સપાટી પહોંચી છે. આ ડેમમાંથી 5 હજાર 100 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે.

રાજ્યના 33 જિલ્લાના 228 તાલુકાઓમાં મધ્ચમથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેમા પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં બે ઈંચ જેટલો વરસાદ  ખાબકી ગયો છે. શહેરના અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.. રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવો ઘાટ સર્જાયો છે. અનેક માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકોને ભારે પરેશાની થઈ છે.

પંચમહાલમાં 2 ઈંચથી વધુ વરસાદ

આ તરફ પાવાગઢમાં પણ વરસાદી વાતાવરણનો નયનરમ્ય નજારો જોવા મળ્યો છે. જિલ્લામાં પડેલા 2 ઈંચ વરસાદે જ તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે જ્યાં જુઓ ત્યાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. ગ્રામ્યમાં પણ મોટાભાગના રસ્તાઓ જાણે બેટમાં ફેરવાઈ ગયા છે. જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા જગતનો તાત પણ ખુશખુશાલ જોવા મળ્યો છે. ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા બાદ સારો વરસાદ થતા ખેડૂતોમાં હર્ષની હેલી જોવા મળી રહી છે.

કુંભ મેળામાં સાધ્વી બનશે Apple ના સ્થાપકની પત્ની,અઢળક રૂપિયાની છે માલકિન
મકરસંક્રાંતિ પર બની રહ્યો શુભ સંયોગ ! આ 3 રાશિના જાતકોને ધન લાભના સંકેત
Hotel : OYOનું પૂરુ નામ જાણો, અડધાથી વધારે લોકોને નહીં ખબર હોય
આ દેશની મહિલાઓ સાથે લગ્ન કરવા પર મળે છે પૈસા ! જાણો અહીં
મકરસંક્રાંતિ પર રાશિ પ્રમાણે કરો દાન, આખું વર્ષ મળશે ફળ
Condom Use :કોન્ડોમનો હેર બેન્ડ તરીકે ઉપયોગ કરે છે આ દેશની મહિલા, કારણ જાણીને ચોંકી જશો

ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ ભારેથી અતિ ભારે (Heavy Rain Forcast) વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે થી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે.. ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વીજળી પડવાની પણ આગાહી કરવામાં આવી છે. લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટેની સૂચના અપાઈ છે.

g clip-path="url(#clip0_868_265)">