ગુજરાત છેલ્લા 20 વર્ષથી દેશના વિકાસનું ગ્રોથ એન્જિન : ભૂપેન્દ્ર યાદવ

ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે (Bhupendra Yadav) જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપની સરકારની કામગીરી હેઠળ ગુજરાત આગળ વધતું રહ્યું છે. આ ઉપરાંત કાર્યકર તરીકે આપણી મોટી જવાબદારી છે.

ગુજરાત છેલ્લા 20 વર્ષથી દેશના વિકાસનું ગ્રોથ એન્જિન : ભૂપેન્દ્ર યાદવ
Bjp Leader Bhupendra Yadav
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2022 | 5:49 PM

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલાં આજે સુરત (Surat) માં પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળી રહી છે. ભાજપ (BJP) અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં કારોબારી બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, સાંસદો, પ્રદેશ હોદેદારો મળીને 1 હજારથી વધુ આગેવાનો ભાગ લઇ રહ્યા છે. સવારે 10 કલાકે કારોબારીનો પ્રારંભ થયો હતો. આ બેઠકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપના નેતાઓ અને પેજ સમિતિ તથા પેજ પ્રમુખોનું સંબોધન કર્યું હતું.આ ઉપરાંત કારોબારીને સંબોધિત કરતા ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે(Bhupendra Yadav)જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી  ગુજરાત દેશના વિકાસનું  ગ્રોથ એન્જિન છે.

ભારતને મહાન બનાવવા માટે આપણે કામ કરીએ છીએ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપની સરકારની કામગીરી હેઠળ ગુજરાત આગળ વધતું રહ્યું છે. આ ઉપરાંત કાર્યકર તરીકે આપણી મોટી જવાબદારી છે. જેમાં ભારતને મહાન બનાવવા માટે આપણે કામ કરીએ છીએ. જ્યારે આવી ભવ્ય વ્યવસ્થા સાથેની કારોબારી માટે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને સુરતની ટીમને અભિનંદન. તેમજ આવનારા દિવસોમાં આપણી કામગીરીનું ભારતના અમૃત કાળ માટેની કામગીરીમાં યોગદાન હશે. આપણે જે રીતે કામ કર્યું છે તે રીતે કરતા રહીશું તો ઐતિહાસિક પરિણામો આવશે.

દેશમાં પણ પીએમ મોદીના નેતૃત્વમાં 8 વર્ષમાં અનેક કામો થયા છે. જેમાં દુનિયામાં સૌથી વધુ ઊર્જા મામલે સમસ્યાઓ આવી રહી છે. પીએમ મોદીના નેતૃત્વમાં આપણે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે આગળ વધી રહ્યા છે

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

પેજ સમિતિ કાર્યક્રમ અંતર્ગત 67 લાખ પેજ સમિતિનાં ફોર્મ ભરાઈને આવ્યાં

આ ઉપરાંત આ બેઠકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપના નેતાઓ અને પેજ સમિતિ તથા પેજ પ્રમુખોનું સંબોધન કર્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે ભાજપની પેજ સમિતિ અને પેજ પ્રમુખો માત્ર રાજકીય વ્યવસ્થા કે ચૂંટલીલક્ષી કાર્યો માટે જ નહીં પરંતુ સામાજિક વ્યવસ્થામાં ઉપયોગી કાર્યો કરી સમાજ જીવન સાથે ઊભા છે. ગુજરાતભરમાં પેજ સમિતિ કાર્યક્રમ અંતર્ગત 67 લાખ પેજ સમિતિનાં ફોર્મ ભરાઈને આવ્યાં છે.

તેમણે વન ડે વન ડિસ્ટ્રીક્ટ વિશે જણાવ્યું કે દેશમાં આ પ્રથમ પ્રયોગ છે. રાષ્ટીય કાર્યકારણીમાં ગુજરાતના પ્રયાસની પ્રધાનમંત્રી દ્વારા રણ સરહાના કરવામાં આવી છે. રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ કરવા માટે રાષ્ટ્રીય કારોબારીમાં આહવાન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં સાત જીલ્લામાં પૂર્ણ થઈ ગયા છે. કાર્યકર્તા ઉપરાંત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને વિવિધ સમાજનાં અગ્રણીઓ સાથે ચોવીસ કલાકમાં અલગ અલગ બેઠકો અને સંવાદ કરાય છે.

(With Input, Kinjal Mishra) 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">