કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાની જાહેરાતો, તો પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છારીઢંઢ નષ્ટ થવાની ભીતી
કચ્છમાં પક્ષીસૃષ્ટ્રિ માટે સ્વર્ગ સમાન છારીઢંઢ વિસ્તારમાં રક્ષીત જાહેર કરી દેવાયો છે. પરંતુ પક્ષીવીદ્દો અને પ્રવાસન અહી વિકસે તેવા પ્રયાસો ન કરાતા ઉભી થયેલી સુવિદ્યા પણ બિનઉપયોગી બની છે.

કચ્છની આન બાન અને શાન અને પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છારીઢંઢ વિસ્તારમાં પક્ષીઓના જીવ જોખમમાં મુકાયા છે. તળાવની સફાઈના અભાવે આ પક્ષીઓને જીવવું મુશ્કેલ બન્યું છે. પક્ષીઓનું આશ્રય સ્થાન નષ્ઠ થવાની ભીતિમાં છે. એટલું જ નહીં બર્ડ વોચિંગ માટે બનાવેલો ટાવર જર્જરીત બની ગયો છે. અંદાજિત 80 ચો. કિ. મીટરનું જળ ક્ષેત્ર ધરાવતું આ અભ્યારણ હાલ તો વિકાસ ઝંખે છે.
કચ્છમાં પક્ષીસૃષ્ટ્રિ માટે સ્વર્ગ સમાન છારીઢંઢ વિસ્તારમાં રક્ષીત જાહેર કરી દેવાયો છે. પરંતુ પક્ષીવીદ્દો અને પ્રવાસન અહી વિકસે તેવા પ્રયાસો ન કરાતા ઉભી થયેલી સુવિદ્યા પણ બિનઉપયોગી બની છે. દેશ-વિદેશથી અહી લાખો પક્ષીઓ વિચરણ કરે છે પરંતુ તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી શકાયુ નથી
કચ્છને પ્રવાસન ધામ બનાવવા તેમજ કચ્છમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે તે માટે સરકારે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાની કરોડોની જાહેરાત કરી છે. પ્રવાસીઓને આકર્ષવા માટે કચ્છ રણોત્સવનું આયોજન થઈ રહ્યું છે. તો બીજી તરફ કચ્છના પક્ષી સૃષ્ટિ માટે સ્વર્ગ સમાન છારીઢંઢ વિસ્તાર નષ્ટ થવાના કગાર પર છે. આ નદીમાં દેશ-વિદેશના લાખો પક્ષીઓ આવે છે. પરંતુ નદીની સફાઈ ન કરાતા પક્ષીઓ ખોરાક વગર મરી રહ્યા છે.
જાળવણીના અભાવે બર્ડવોચિંગ ટાવરની હાલત અત્યંત ખરાબ છે. બર્ડ વોચિંગ ટાવર એટલો જર્જરિત થઈ ગયો છે કે ગમે ત્યારે જમીન દોસ્ત થશે. એટલું જ નહીં અહીં દર વર્ષે લાખો લોકો પક્ષીઓ નિહાળવા આવે છે. પરંતુ નખત્રાણાથી ફુલાય સુધીનો અંદાજિત 25 કિ.મી.નો રસ્તો એકદમ ખખડી ગયો છે.
જો કે વિસ્તારને રક્ષીત જાહેર કરાયા બાદ સરકાર અને ખાસ કરીને વનવિભાગે 2010 થી પક્ષીવિદ્દો અહીં આવે તે માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા. પ્રવાસીઓ વધુ આવે તે માટે હજુ પ્રયાસો ચાલે છે. યાયાવર પક્ષીઓ માટે વિશ્વ વિખ્યાત અને, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2008થી આરક્ષિત વન અભયારણ તરીકે માન્યતા પ્રાપ્ત તથા અંદાજિત 80 ચો. કિ. મીટરનું જળ ક્ષેત્ર ધરાવતું આ અભયારણ હાલ તો વિકાસ ઝંખે છે. જોવું રહ્યું ક્યારે આ કામ પાર પડે છે.
આ પણ વાંચો: દિવાળી વેકેશનમાં અધધધ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે, માત્ર 3 દિવસમાં ઉમટયા આટલા હજાર પ્રવાસીઓ