દુનિયાની સૌથી ખૂબસૂરત ખેડૂત

26 ફેબ્રુઆરી, 2025

અમેરિકાના વોશિંગ્ટનની રશેલ કૂક પોતાને 'World’s hottest farmer' હોવાનો દાવો કરે છે, અને પોતાની સુંદરતાથી લાખો ડોલર કમાઈ રહી છે.

રશેલ માત્ર ખેતી જ નથી કરતી, પરંતુ તેણે પોતાની વૈભવી જીવનશૈલી અને અદભુત સુંદરતાથી સોશિયલ મીડિયા પર લોકોને દિવાના પણ બનાવ્યા છે.

મીડીયા અહેવાલ મુજબ, રશેલ, જે એક સમયે હોલીવુડમાં પોતાનું નસીબ અજમાવવા માટે લોસ એન્જલસ ગઈ હતી, તેને ટૂંક સમયમાં જ ખ્યાલ આવ્યો કે તે આ ભાગદોડભર્યા જીવનથી કંટાળી ગઈ છે અને શાંતિપૂર્ણ જીવન ઇચ્છે છે.

આ પછી તેણીએ ઓર્ગેનિક ખેતી કરવાનું શરૂ કર્યું. પરંતુ પુનર્જીવિત ખેતીના પોતાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે, તે એડલ્ટ સાઇટ ઓન્લીફેન્સમાં જોડાઈ, જ્યાં તે ઘણા પૈસા કમાઈ રહી છે.

મહિલા ખેડૂતે કહ્યું કે તેણે ઓન્લીફેન્સમાંથી કમાયેલા પહેલા $1 મિલિયનનો ઉપયોગ જમીન, ટ્રેક્ટર અને અન્ય જરૂરી સાધનો ખરીદવા માટે કર્યો.

હવે રશેલ ફ્લોરિડામાં 40 એકરનું ખેતર ધરાવે છે, અને પોતાના પાકમાંથી ગુજરાન ચલાવે છે. તેને ટ્રેક્ટર ચલાવવાનો ખૂબ શોખ છે.

તેણી દાવો કરે છે કે ઓન્લીફેન્સના સબ્સ્ક્રાઇબર્સને તે ખેતરમાં શું કરે છે તે જોવાનું ગમે છે.