આજનું હવામાન : ગુજરાતમાં ગરમી અને કમોસમી વરસાદની આગાહી , જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાય તેવી શક્યતા છે. તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઉંચકાઈ શકે છે. મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાય તેવી શક્યતા છે. તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઉંચકાઈ શકે છે. મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ભેજવાળા અને ગરમ પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારમાં તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. 3 દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી ઘટાડાનું પણ અનુમાન કરવામાં આવી છે.
કમોસમી વરસાદની આગાહી
બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલેની આગાહી અનુસાર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે. ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચના બીજા સપ્તાહમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. બે વખત વરસાદી વાતાવરણ સર્જાવાની શક્યતામાં વધારો થશે. 28 ફેબ્રુઆરી સુધી અનેક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. માર્ચ મહિનાની શરૂઆતમાં પણ માવઠું પડી શકે છે.7થી 10 માર્ચ દરમિયાન ફરીવાર એક વાર કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

