Somnath : મહાશિવરાત્રીના પર્વ પર હર્ષ સંઘવી અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણીએ સોમનાથમાં કર્યા દર્શન, જુઓ Video
આજે મહાશિવરાત્રીનો મહાપર્વ હોવાથી તમામ શિવાલયોમાં ભક્તોની ભારે ભીજ જામી છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પણ મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં છે.
આજે મહાશિવરાત્રીનો મહાપર્વ હોવાથી તમામ શિવાલયોમાં ભક્તોની ભારે ભીજ જામી છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પણ મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં છે. હર્ષ સંઘવીએ કહ્યુ છે કે પ્રથમ વખત સોમનાથમાં ત્રણ દિવસનું સોમનાથ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યાં છે અને ભક્તોને અવગડતા ન પડે તે માટે વધુ ST બસ પણ દોડવામાં આવી છે.
પૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણીએ સોમનાથમાં કર્યો દર્શન
પ્રથમ જ્યોર્તિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર ભક્તોની ભારે ભીડ જામી છે. ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણીએ પણ સોમનાથ મહાદેવના દર્શન કર્યા છે. પ્રયાગરાજ મહાકુંભને લઈ સમગ્ર દેશમાં ભક્તિમય માહોલ બન્યો છે. તો બીજી તરફ વહેલી સવારથી જ આસપાસના વિસ્તારો સહિત અનેક જિલ્લામાંથી શિવભક્તો સોમનાથ ઉમટ્યા છે. સવારે મહાઆરતી બાદ મહાદેવના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે.