‘તે મુસ્લિમ છે ને?’ અફઘાન ખેલાડીએ સદી ફટકાર્યા બાદ નમસ્તે કરતા પાકિસ્તાની ચાહકે તેના ધર્મ પર ઉઠાવ્યા સવાલ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની એક મેચમાં અફઘાનિસ્તાનના યુવા બેટ્સમેન ઈબ્રાહિમ ઝદરાને શાનદાર સદી ફટકારી હતી. આ સદી ફટકારવા બદલ કરોડો ક્રિકેટ ફેન્સ ઝદરાનના વખાણ કરી રહ્યા છે, ત્યારે કેટલાક પાકિસ્તાનીઓએ તેના ધર્મ પર સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમ પોતાના જ ઘરમાં રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થઈ ગઈ છે. પાકિસ્તાની ચાહકો ટીમના પ્રદર્શનથી ખૂબ જ ગુસ્સે છે અને પોતાના જ ખેલાડીઓની આકરી ટીકા કરી રહ્યા છે. પરંતુ કેટલાક પાકિસ્તાની ચાહકો હવે અફઘાન ક્રિકેટરને નિશાન બનાવી રહ્યા છે અને તેના ધર્મ પર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. આ ખેલાડી ઈબ્રાહિમ ઝદરાન છે, જેણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઈંગ્લેન્ડ સામેની મેચમાં શાનદાર સદીની ઈનિંગ રમી હતી.
ઝદરાને 146 બોલમાં 177 રન ફટકાર્યા
લાહોરમાં બુધવાર 26 ફેબ્રુઆરીના રોજ ચેમ્પિયન્સ ટ્રોફીની આઠમી મેચમાં અફઘાનિસ્તાનના બેટ્સમેન ઈબ્રાહિમ ઝદરાનના બેટની તાકાત જોવા મળી. અફઘાનિસ્તાન પ્રથમ બેટિંગ કરી રહ્યું હતું અને યુવા ઓપનર ઝદરાને માત્ર 146 બોલમાં 177 રન ફટકાર્યા હતા, જે ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો નવો રેકોર્ડ છે. આ ઈનિંગ સાથે, ઝદરાને અફઘાનિસ્તાનને 325 રનના મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યો.
Tmlog ka yahi h bs hindu muslim isliye ye hal h pakistan ka mentality the main reason
— BIPIN SINGH (@BIPINSINGH43789) February 26, 2025
પાકિસ્તાની ચાહકે ધર્મ પર સવાલ ઉઠાવ્યો
આ એક ઈનિંગના આધારે ઝદરાને દરેક ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતોની પ્રશંસા મેળવી, પરંતુ કેટલાક પાકિસ્તાની ચાહકો તેની ઈનિંગ કરતા ઝદરાનના ઉજવણી તરફ વધુ આકર્ષાયા અને તેમને આ ગમ્યું નહીં. હકીકતમાં, ઝદરાને પોતાની સદી પૂર્ણ કરતાની સાથે જ તે ટીમના ડ્રેસિંગ રૂમ તરફ વળ્યો અને હાથ જોડીને પોતાના કોચિંગ સ્ટાફનો આભાર માન્યો. પરંતુ કેટલાક પાકિસ્તાની ચાહકોને ઝદરાનની હાથ જોડીને અભિવાદન કરવાની રીત પસંદ ન આવી અને તેઓએ તેને ધાર્મિક દ્રષ્ટિકોણ આપીને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો. ઉરૂસ જાવેદ નામના પાકિસ્તાની યુઝરે ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું, “તે મુસ્લિમ છે ને?” આના પર એક યુઝરે જોરદાર જવાબ આપતા કહ્યું કે પાકિસ્તાનની વિચારસરણી આવી છે, તેથી જ તે દેશની હાલત આવી છે.
ઝદરાનની ઐતિહાસિક ઈનિંગ
ઝદરાને ટેની શાનદાર ઈનિંગ દરમિયાન કેટલાક ખાસ રેકોર્ડ બનાવ્યા હતા. તેને ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં આ સૌથી વધુ સ્કોર છે એટલું જ નહીં, પરંતુ તે ટુર્નામેન્ટમાં સદી ફટકારનાર અફઘાનિસ્તાનનો પ્રથમ બેટ્સમેન પણ બન્યો. આ રીતે, વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં સદી ફટકારનાર પ્રથમ અફઘાન ક્રિકેટર બનવાની સિદ્ધિ પણ ઝદરાનના નામે નોંધાઈ ગઈ છે. આ ઝદરાનની ODI કારકિર્દીમાં છઠ્ઠી સદી છે અને ઇંગ્લેન્ડ સામે તેની પહેલી સદી છે.
આ પણ વાંચો: IPL 2025 ધોનીની છેલ્લી સિઝન હશે ! ‘થાલા’એ ટી-શર્ટ પર કોડ વર્ડમાં આપ્યો સંકેત
