મહાશિવરાત્રીના પર્વ પર ઘરે બેઠા કરો સોમનાથ મહાદેવના વિશેષ શ્રૃંગારના દર્શન, મંદિરમાં આજે શિવ મહારુદ્ર યજ્ઞ, જુઓ Video
સોમનાથમાં મહાપૂજા સાથે મહાશિવરાત્રીનો પ્રારંભ થયો છે. પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે વહેલી સવારથી ભાવિકોનો ધસારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ સોમનાથમાં હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર સતત ગુંજી રહ્યુ છે. મહાશિવરાત્રીના પર્વે સોમેશ્વર મહાદેવને અદભુત શણગાર કરવામાં આવ્યો છે. શિવરાત્રી નિમિત્તે સોમનાથ ધામમાં ચાર પ્રહરની મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યુ છે.

આજે સવારે ચાર કલાકે સોમનાથ ધામના કપાટ દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાયા હતા. અને ત્યારથી લઈને સતત 42 કલાક સુધી મંદિર પરિસર ખુલ્લુ રહેશે. મહાશિવરાત્રી હોવાથી વિવિધ પ્રકારના પુષ્પોથી મંદિરમાં મનોહારી સજાવટ કરવામાં આવી છે. રાત્રીની ચાર પ્રહરની મહાપૂજા ઉપરાંત શિવ મહારુદ્ર યજ્ઞનું પણ આયોજન કરાયું છે. મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી રહ્યા છે અને મહાશિવરાત્રીએ પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
સોમનાથના દરિયાકિનારે આજે વિશેષ પાર્થિવ શિવલિંગ પૂજાનું પણ આયોજન કરાયું છે. તો સાથે જ અનેક ભંડારા દ્વારા ભાવિકોને વિનામૂલ્યે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.