Junagadh : ભવનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર, જુઓ Video
જૂનાગઢના ભવનાથમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. સમગ્ર ભવનાથ આજે શિવરાત્રીના દિવસે શિવમય બન્યું છે. સમગ્ર ભવનાથ મંદિરમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે. મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી છે.
મહાશિવરાત્રીને લઈ જૂનાગઢના ભવનાથમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું છે. જૂનાગઢના ભવનાથમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. સમગ્ર ભવનાથ આજે શિવરાત્રીના દિવસે શિવમય બન્યું છે. સમગ્ર ભવનાથ મંદિરમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે. મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી છે.
જૂનાગઢના ભવનાથમાં ભક્તોની ભીડ
26 ફેબ્રુઆરી મહાશિવરાત્રીને લઈ ભવનાથ દાદાને વિશેષ ફળ અને ફૂલનો શ્રુંગાર કરાયો છે. જેમાં 51 કિલો ફૂલ અને 125 કિલો ફ્રૂટનો ઉપયોગ કરાયો છે. મહાશિવરાત્રીને લઈ ભવનાથ મહાદેવ મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ મંદિરે ભક્તોનું ઘોડાપૂર જામ્યું છે. જેને લઈને સમગ્ર ભવનાથ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે. વહેલી સવારે 4 કલાકે, બપોરે 12 કલાકે, સાંજે 7:30 કલાકે અને રાત્રે 12 વાગ્યે મહાઆરતીનું આયોજન કરાયું છે. રાત્રીએ 12 વાગ્યે શાહીસ્નાન બાદ ભવનાથમાં મેળાની પૂર્ણાહૂતિ કરવામાં આવશે.