દિવાળી વેકેશનમાં અધધધ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે, માત્ર 3 દિવસમાં ઉમટયા આટલા હજાર પ્રવાસીઓ
કોરોના હાલ ધીમો પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. તો લોકો પણ ચિંતામુક્ત હરીફરી રહ્યા છે. કોરોના પછીનું આ પહેલો તહેવાર હશે જે ખુબ ધૂમધામથી ઉજવાયો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેલ્લા 3 દિવસમાં લગભગ 50 હજારથી પણ વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેપ્યુટી કલેકટરના જણાવ્યા મુજબ, શનિવારે એક જ દિવસમાં બપોર સુધીમાં 20 હજાર પ્રવાસીઓએ મુલાકાત કરી છે. દિવાળીનું વેકેશન હજુ ચાલુ છે. આગામી સમયમાં 70 હજાર જેટલા પ્રવાસીઓ મુલાકાત લે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અહીં આવનારા પર્યટકો જંગલ સફારી પાર્ક, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન સહીતના પ્રોજેક્ટોની પણ મુલાકાત લઈ રહ્યા છે.
જાહેર છે કે કોરોનાનું સંક્રમણ ઘટતા મોટી સંખ્યામાં ગુજરાત તેમજ રાજ્ય બહારના લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે. દિવાળી વેકેશન હોવાથી પરિવાર સાથે લોકો સ્ટેચ્યુ તેમજ તેની આસપાસના સ્થળોની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતમાંથી અમદાવાદ, રાજકોટ અને સુરતના વધુ લોકોનો સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ધસારો જોવા મળી રહ્યો છે.
તો બીજી તરફ આબુમાં પણ ગુજરાતીઓ ઉમટી પડ્યા છે. આબુમાં દરેક હોટલ આગળ હાઉસફૂલના પાટીયા લાગ્યા છે. તો 25 હજારથી વધુ ગુજરાતીઓએ આબુમાં દિવાળી ઉજવી હોવાની માહિતી આવી છે. સ્વાભાવીક છે કે કોરોનાના તણાવથી હવે મુક્ત થવા માટે આ તહેવાર મળ્યો છે. ત્યારે સૌ કોઈ ખુબ ફરી રહ્યા છે.
આ પણ વાંચો: આબુમાં ઉમટ્યા લોકો : 25 હજાર ગુજરાતીઓથી આબુ ખીચોખીચ! હોટલ-રિસોર્ટના ભાવ આસમાને
આ પણ વાંચો: Rajkot :ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજથી ધમધમશે, દોઢ લાખ ગુણી મગફળીની આવકની શક્યતા, જાણો સમગ્ર વિગત